બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 7th pay commission hra will increase by 3 percent before dussehra government employees

પગાર વધારો ? / દશેરા પહેલા મોટા ગુડ ન્યૂઝ આપી શકે છે કેન્દ્ર સરકાર! સેલેરીમાં મળશે આટલો વધારો

Premal

Last Updated: 02:01 PM, 3 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રની મોદી સરકાર ફેસ્ટિવલ સિઝનમાં સરકારી કર્મચારીઓને ખુશખબર આપવાની છે. સરકાર કેન્દ્રીય કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સમાં 3 ટકાનો વધારો કરી રહી છે. સરકારે દોઢ વર્ષથી અટકાવેલા મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ આપ્યું નથી.

  • ફેસ્ટિવલ સિઝનમાં મોદી સરકાર સરકારી કર્મચારીઓને આપશે ખુશખબર
  • હાઉસ રેન્ટ એલાઉન્સમાં 3 ટકાનો કરી રહી છે વધારો
  • મૂળ પગારના આધારે હાઉસ રેન્ટ એલાઉન્સ અને ડીએમાં પણ વધારો કરાશે

કેન્દ્ર સરકારે કર્યો આદેશ જાહેર

જુલાઈ 2021થી મોંઘવારી ભથ્થુ 17 ટકાથી વધારીને 28 ટકા કરી દેવામાં આવ્યું છે. હવે સરકારે ઓગષ્ટ મહિના માટે એચઆરએ વધારીને મૂળ પગારના 25 ટકા કર્યુ છે. કેન્દ્ર સરકારે આદેશ જાહેર કરીને કહ્યું છે કે સરકારી કર્મચારીઓના મૂળ પગારના આધારે હાઉસ રેન્ટ એલાઉન્સ અને ડીએમાં પણ વધારો કરવામાં આવે. નિયમો મુજબ, એચઆરએ એટલા માટે વધારવામાં આવ્યું છે, કારણકે ડીએ 25 ટકાથી વધી ગયુ છે. એવામાં કેન્દ્ર સરકારે પણ એચઆરએ વધારીને 27 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રના ખર્ચ વિભાગે 7 જુલાઈ 2017ના જાહેર કરેલા આદેશમાં કહ્યું હતુ કે જ્યારે ડીએ 25 ટકાથી વધી જશે ત્યારે એચઆરએમાં પણ ફેરફાર કરાશે. હવે 1 જુલાઈથી મોંઘવારી ભથ્થુ વધારીને 28 ટકા થયુ છે તો એચઆરએને પણ વધારવુ જરૂરી છે.

કયા શહેરને મળશે કેટલુ એચઆરએ

એચઆરએના કર્મચારીના વર્તમાન શહેરની કેટેગરીના હિસાબ મુજબ 27 ટકા, 18 ટકા અને 9 ટકા કરવામાં આવ્યું છે. આ વધારો પણ ડીએની સાથે 1 જુલાઈ 2021થી લાગુ થઇ ગયો છે. એચઆરએની કેટેગરી X, Y અને Z ક્લાસના શહેરો પ્રમાણે છે. બીજા શબ્દોમાં કહીએ તો જો કોઈ કેન્દ્રીય કર્મચારી X કેટેગરી શહેરમાં છે તો તેમને હવે 5400 રૂપિયા મહિનાથી વધુ એચઆરએ મળશે. ત્યારબાદ Y કેટેગરીવાળાં કર્મચારીઓને મહિને 3600 રૂપિયા અને Z ક્લાસવાળા કર્મચારીઓને મહિને 1800 રૂપિયા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Basic Salary Central Government Salary central employees hra 7th Pay Commission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ