બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 76 percent workers not received april salary how migration of workers will stop

સર્વે / શ્રમિકો કરી રહ્યા છે પલાયન, 76 ટકા શ્રમિકોને નથી મળ્યો એપ્રિલનો પગાર, રોજગારીનું સંકટ વધુ ઘેરાયું

Published By: Mehul

Last Updated: 03:13 PM, 27 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રમિકોને પોતાના ગામની તરફ પલાયન કરતા રોકવા માટે ભલે તમામ પ્રયાસ કરાઇ રહ્યા હોય, પરંતુ સાચુ કારણ તો વેતન ન મળવું અથવા તો મોટા પ્રમાણમાં વેતનમાં કાપ મુકવો છે. એક સર્વે મુજબ 76 ટકા શ્રમિકોને એપ્રિલ મહીનામાં પગાર મળ્યો નથી અને 38 ટકા લોકો એવા છે કે જેમને વેતનમાં ઘટાડાનો સામનો કરવો પડી રહ્યો છે.

  • શ્રમિકોને પોતાના ગામની તરફ પલાયન કરતા રોકવા થઇ રહ્યા છે પ્રયાસ
  • સર્વે મુજબ 76 ટકા શ્રમિકોને એપ્રિલ મહીનામાં પગાર મળ્યો નથી

'Safe In India' સહિત ઘણા એનજીઓ તરફથી દિલ્હીના બહારના વિસ્તાર માનેસર અને બાવલમાં કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. કેન્દ્ર સરકારની તરફથી ઘણીવાર વેતનમાં કાપ ન કરવાની અપીલ કર્યા બાદ પણ આ સ્થિતિ જોવા મળી રહી છે. 

માર્ચમાં માત્ર 25 ટકા શ્રમિકો એવા હતા જેમને પુરે-પુરો પગાર મળી શક્યો નહોતો. પરંતુ હવે એપ્રિલના મહીનામાં 76 ટકાથી વધારે શ્રમિકોને વેતન ન મળી શકવું બતાવી રહ્યું છે કે લૉકડાઉને સતત આગળ વધારવાને પગલે કંપનીઓની આર્થિક સ્થિતિ ખરાબ રીતે પ્રભાવિત થયિ છે.

Safe In Indiaના સીઇઓ અને સહ સંસ્થાપક સંદીપ સચદેવાએ કહ્યું, સરકારે આ સંકટ વિશે સમજવું જોઇએ. એવી સ્કીમ લાગુ કરવી જોઇએ જેથી અર્થવ્યવસ્થાના મહત્વપૂર્ણ ભાગ કહેવામાં આવતા શ્રમિકોની ચિંતા કરવામાં આવી શકાય. તેઓએ કહ્યું કે સરકારોએ શ્રમિકોને સંકટથી બહાર લાવવા માટે કેશ ટ્રાન્સફરની ફોર્મૂલા પર કામ કરવું જોઇએ. 

જોકે હરિયાણા સરકારે આ પ્રકારનો પ્રયાસ કર્યો છે અને મજૂરોને દર સપ્તાહે 1,000 રૂપિયા આપવાની વાત કહી છે. જોકે આ નિર્ણય માત્ર સ્થાનિક શ્રમિકો માટે જ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત નોબલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી પણ આ પ્રકારનું સૂચન આપી ચૂક્યા છે. 

ગત દિવસોએ તેઓએ કહ્યું હતું કે જો સરકાર ભારતમાં માંગ વધારવા માંગે છે તો તેણે પ્રત્યેક વ્યક્તિના ખાતામાં 1,000  રૂપિયા જમા કરવવા જોઇએ. આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પણ ઘણીવાર કહી ચૂક્યા છે કે સરકારે ગરીબ વર્ગના લોકોને સીધી રોકડ મદદ કરવી જોઇએ.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Job Cuts National News Salary delhi migrant labours Survey

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ