બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 7.2 earthquake strikes eastern coast of Taiwan news

BIG BREAKING / 7.2ના ભૂકંપથી ધ્રૂજી ઉઠી તાઇવાનની ધરા, અનેક ઇમારતો ધરાશાયી, સુનામીનું એલર્ટ, જુઓ Video

Dhruv

Last Updated: 08:02 AM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

7.2ની તીવ્રતાના આંચકાથી તાઇવાન હચમચી ઉઠ્યું છે. રાજધાની તાઈપેમાં ભૂકંપ આવતા પાડોશી દેશ જાપાને તો સુનામીનું એલર્ટ પણ જાહેર કરી દીધું છે.

વહેલી સવારમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા તાઇવાનની રાજધાની તાઇપે ધ્રૂજી ઉઠી છે. આ અંગે તાઈવાન સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશને જાણકારી આપી છે. મળતા અહેવાલ મુજબ ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તાઈપેના અનેક ભાગોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ સાથે અનેક ટ્રેન સેવાઓ પણ રદ કરી દેવાઇ છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે જાપાનના બે દ્વીપો પર તો સુનામી પણ આવી ગઇ.

તાઈવાનના હુઆલીનથી ભૂકંપની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં ઈમારતો ધરાશાયી થતી જોઈ શકાય છે. ઘણા મકાનો અને ઇમારતો પત્તાના પોટલાની જેમ ઢગલાબંધ હતા. તાઈવાનમાં ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. આ પછી દેશભરમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. આ ભૂકંપની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં પાંચ માળની ઈમારત નમેલી છે. ભૂકંપના કારણે અનેક શહેરોમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. અનેક લોકો ઈમારતોમાં ફસાયા હોવાની આશંકા છે. તાઈવાન, જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જો કે ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. 

ચીન સુધી અનુભવાયા આંચકા

તાઈવાનમાં આવેલા આ ભૂકંપને 25 વર્ષમાં સૌથી ભયાનક ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર તાઈવાનમાં આવેલો આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા શાંઘાઈમાં પણ અનુભવાયા હતા. ચીની મીડિયાનું કહેવું છે કે ચીનના ફુઝોઉ, ઝિયામેન, ઝુઆનઝોઉ અને નિંગડેમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ફિલિપાઈન્સમાં પણ સુનામીનું એલર્ટ

ફિલિપાઈન્સે સુનામીની સંભાવનાને ધ્યાનમાં રાખીને ચેતવણી જાહેર કરી છે. ફિલિપાઈન્સ સિસ્મોલોજી એજન્સીએ અનેક પ્રાંતોના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામી એલર્ટ જાહેર કર્યું છે અને અહીં રહેતા લોકોને ઊંચા વિસ્તારોમાં ખસી જવા જણાવ્યું છે.

આ પણ વાંચોઃ પાટણના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે ફરી પાઘડી ઉતારી મત માગ્યા, પાઘડીની લાજ ન જવા દેવા કર્યું આહવાન

શા માટે આવે છે ભૂકંપ?

બરફના ગ્લેશિયર પીગળવાથી પાણી દરિયામાં જાય છે. ગ્લેશિયરથી દરિયાનું લેવલ વધતા ધરતી પર પાણીનું પ્રેશર વધે છે. પાણીનું મુખ્ય પ્રેશન દરિયાના બોટમ લેવલમાં પ્રેશર બનાવે છે, જ્યારે પાણીનું પ્રેશન ફોલ્ટ લાઇનમાં પોલાણ કરે છે. પાણીનું પ્રેશર ફોલ્ટ લાઇનમાં ઇફેક્ટ કરતા ભૂકંપ ઉદભવે છે. તાપ્તી ફોલ્ટ લાઇન સરદાર સરોવર યોજનાથી પ્રભાવિત થાય છે. 300થી વધુ સ્કેવર ફૂટમાં યોજનાનું પાણી સતત સંગ્રાયેલુ રહે છે. જેથી પાણીનું વજન ધરતી પર પડવાથી ફોલ્ટ લાઇનને પ્રભાવિત કરે છે. સાથે સરદાર સરોવરની આજુ બાજુ થયેલા બાંધકામ ઇફેક્ટ કરે છે. અન્ય બાંધકામની પ્રવૃતિથી તેના વાયબ્રેશન ફોલ્ટ લાઇનને અસર થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

7.2 earthquake taiwan earthquake તાઇવાન તાઇવાનમાં ભૂકંપ ધરતીકંપ taiwan earthquake
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ