બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 7 questions government has failed to answer regarding traffic rules violation penalties hike

સળગતા સવાલ / સરકારે રાતોરાત ટ્રાફિકનો દંડ તો વધારી દીધો પણ આ ૭ સવાલોના જવાબ હજુ સુધી નથી આપી શકી

Published By: Shalin

Last Updated: 10:42 PM, 12 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને આકરા દંડ કરવાથી ભારતમાં રોડ અને ટ્રાફિક સુરક્ષામાં ધરખમ સુધારો થશે તેવી સુફિયાણી વાતો સરકાર તરફથી સાંભળવા મળી રહી છે, જેની વચ્ચે સરકાર પ્રજાના આ ૭ સવાલોનો જવાબ આપવામાં પાછી પાની કરી રહી છે.

નવા મોટર વહીકલ એકટને લઈને પ્રજામાં અસંતોષ અને રોષની લાગણી જોવા મળી રહી છે. આ નિયમોથી લાગુ થવાથી રોડસેફટી અને અકસ્માતોની સંખ્યામાં કેવી રીતે ઘટાડો થશે તે હજુ અસ્પષ્ટ જણાઈ રહ્યું છે. જો કે પ્રજા સરકારને આ ૭ ધારદાર પ્રશ્નો પૂછી રહી છે. 

સવાલ ૧

કેબીનેટ મંત્રી નીતિન ગડકરીના મતે મોટર વહીકલ એકટ ૧૯૮૮ આઉટ ડેટેડ થઇ ગયો હોઈ નવા મોટર વહીકલ એકટની જરૂરિયાત હતી. આ એકટ કોઈ સ્વરૂપે નવો લાગતો નથી. આમાં ફક્ત જુના દંડની કિંમત વધારી દેવાઈ છે. આ સિવાય કોઈ ખાસ કહી શકાય એવો સુધારો કરાયો નથી. શું સરકાર પાસે કોઈ એવો પુરાવો છે કે દંડની કિંમત વધવાથી રોડ સુરક્ષા અને અકસ્માતો અને મરનારની સંખ્યામાં ઘટાડો થાય છે?

સવાલ  ૨  

દેશના અલગ અલગ રાજ્યોમાં રોડ સુરક્ષાને લગતી તકનીકી, આર્થીક અને રાજકીય પરિસ્થિતિ અલગ અલગ છે. આવા સમયે તમામ રાજ્યોની પરિસ્થિતિનો અભ્યાસ કાર્ય વિના બધા રાજ્યો માટે એક જ સરખો દંડ અને નિયમો લાગુ કરી દેવા કેટલા અંશે યોગ્ય છે?

સવાલ ૩ 

દેશમાં ટ્રાફિકના ગુનાનો ભંગ કરનારાઓને પકડવા માટેની સારી સર્વેલન્સ ટેકનોલોજીનો અભાવ છે. આમાં ગુનો કરનાર ભાગી જાય અને નિર્દોષ દંડાઈ જાય એવો ઘાટ વારવાર ઘડાઈ શકે છે. આવે વખતે પોલીસ અને સરકારે શું સ્ટ્રેટેજી રાખી છે?

સવાલ ૪  

પ્રજા પાસેથી ઉઘરાવાયેલ આ દંડની રકમનો ઉપયોગ કરવા માટે સરકારે શું યોજના ઘડી છે? આ રકમનો ઉપયોગ રોડ સુરક્ષાના પ્લાન્સ માટે જ કરાય તેની શી જોગવાઈ છે?

સવાલ ૫  

પ્રજા આકરો દંડ ભરે ત્યાર પછી પણ રસ્તા અને રોડ સેફટીના સાધનોની ખસ્તા હાલત અંદરખાને અને બહાર ઉભેલા ટ્રાફિક કર્મચારીઓ વડે આચરવામાં આવતા ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે. આ ભ્રષ્ટાચારના નિરાકરણ માટે સરકારની શું સ્ટ્રેટેજી હશે?

સવાલ ૬  

સરકારી પરિવહનના વાહનો અને બસો છડે ચોક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે. આ વાહનોને કઈ ઓથોરીટી વડે દંડવામાં આવશે?

સવાલ ૭  

પરિવહનના સૌથી મહત્વના કેન્દ્રો એટલે કે RTO કેન્દ્રો દેશના મોટાભાગના શહેરોમાં ભ્રષ્ટાચારથી ખદબદે છે. શું આ નવા નિયમો RTO ના ભ્રષ્ટાચારને ખાળી શકશે?

નિષ્ણાતોના મતે સારા ટ્રાફિક મેનેજમેન્ટ માટે ૧. અસરકારક પબ્લિક ટ્રાન્સપોર્ટ સીસ્ટમ બનાવવી ૨. ટ્રાફિક પોલીસને સર્વેલન્સના સારા સાધનો આપવા ૩. સિગ્નલ, રોડ વગેરેની ગુણવત્તા સુધારવી ૪. RTO, પોલીસ અને પ્રજા આ ત્રણેય વચ્ચે પારદર્શિતા લાવવી વગેરે પગલાની જરૂર છે.  

વધી ગયેલ દંડના પગલે પ્રજા અને પોલીસ વચ્ચે ગુના અને તેની રકમને લઇને દલીલો અને અથડામણ વધશે તેવી ભીતિ સેવાઈ રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Motor Vehicle Act road safety traffic ટ્રાફિક મોટર વહીકલ એક્ટ રોડ સેફટી Burning question

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ