બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / 6 deaths in 7 accidents in Gujarat

અરેરાટી / મરણચીસોથી ગુંજી ઉઠયા હાઈવે, અકસ્માતના 7 બનાવોમાં 6 મોત, જુઓ ક્યાં કેવી રીતે બની ગોઝારી ઘટનાઓ

Kishor

Last Updated: 12:37 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના માર્ગો પર જાણે યમના આંટાફેરા હોય તેમ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં વધુ 7 અકસ્માતની ઘટનામાં 6 લોકો કાળની કોળિયો બની જતા હાહાકાર મચી ગયો છે.

  • પાટણના રાધનપુર- સમી હાઇવે પર અકસ્માત
  • આણંદના વઘવાલા પાસે પણ અકસ્માતની ગોઝારી ઘટના
  • બનાસકાંઠામાં પતિ-પત્નીનું અકસ્માતમાં મોત થતા અરેરાટી
  • રાધનપુર સમી હાઈવે માર્ગ ઉપર અકસ્માત: એકનું મોત

6 deaths in 7 accidents in Gujarat

પાટણના રાધનપુર- સમી હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં રાધનપુરના ચામુંડા મંદિર રોડ પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા થતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

6 deaths in 7 accidents in Gujarat
જેતપુરમાં ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા મોત

અકસ્માતની અન્ય એક ઘટના જેતપુરમાં સામે આવી હતી. જેમાં જેતપુરના રબારીકા રોડ ઉપર કારખાનામાં આવેલ ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા તેનું મોત થયું હતું. જે અંગે જાણ થતા પરિજનોમાં કાળો કલ્પાંત ફેલાયો હતો.બાદમાં મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડાયો હતો. જ્યાં જેતપુર ઉદ્યોગ નગર પોલીસ ઘટના સ્થળ પહોંચી તપાસ હાથ ધરી હતી.

6 deaths in 7 accidents in Gujarat
બોટાદના ગઢડા તાલુકાના અડતાળા હાઇવે પર અકસ્માત : એકને ઇજા
વધુમાં બોટાદના ગઢડા શહેરનાં અડતાળા રોડ પર પણ અકસ્માત થયો હતો. જેમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકને થઈ ગંભીર ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને ગઢડા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

6 deaths in 7 accidents in Gujarat

બાઈક સવાર બે યુવકોને ઈજાઓ થઇ હતી.

તે જ રીતે સુરતના કીમ માંડવી સ્ટેટ હાઇવે પર અકસ્માત થયો હતો. માંગરોળના નવાપરા ગામ નજીક બાઈક અને સ્કૂલ વાન વચ્ચે અક્સ્માત થતા ઘટનામાં બાઈક સવાર બે યુવકોને ઈજાઓ થઇ હતી. તથા અકસ્માતને પગલે સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

અમીરગઢના આવલ પાસે અકસ્માતમાં પતિ-પત્નીનું સારવાર દરમિયાન મોત
આ ઉપરાંત બનાસકાંઠાના અમીરગઢના આવલ પાસે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ-પત્નીનું અકસ્માતમાં મોત થતા અરેરાટી મચી હતી. રાજસ્થાનના ઝામર ગામનું દંપતી અમીરગઢ આવી રહ્યું હતું. જેનું બાઈક અકસ્માતમાં સારવાર દરમિયાન પતિ-પત્નીનું સારવાર નિપજતા સનસનાટી મચી છે.


ત્રિપલ અકસ્માતમાં 2 લોકોના મોત

આ સાથે આણંદના વઘવાલા પાસે પણ અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી હતી. જેમાં ત્રિપલ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે.સરસ્વતી સ્કૂલ પાસે 2 કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બે કાર વચ્ચે બાઈકચાલક ફસાઈ જતા મૃત્યુ જ્યારે કાર,ઇકો કાર અને બાઈક વચ્ચે  ત્રિપલ અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.વધુમાં સુરેન્દ્રનગરમાં લીંબડી પાસે રીક્ષાએ પલટી મારતા અકસ્માત થયો હતો. જેમાં રીક્ષામાં બેઠેલા મુસાફરોને ગંભીર ઇજા થતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ