બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 5 important financial rule changes from 1st july 2022 that you must know

તમારા કામનું / એક જુલાઈથી બદલવા જઈ રહ્યા છે આ 5 મોટા નિયમો, જેની તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

Arohi

Last Updated: 06:20 PM, 21 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 જુલાઈથી બદલાવવા જઈ રહેલા આ નિયમો જાણવા તમારા માટે ખૂબ જરૂરી છે.

  • 1 જુલાઈથી બદલાઈ જશે આ નિયમો 
  • તમારા ખિસ્સા પર પડશે ફટકો 
  • તમારા માટે જાણવું ખૂબ જરૂરી 

જુલાઈ મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 1 જુલાઈથી તમારા ખિસ્સાને મોટો ફટકો પડશે. તમારી EMI મોંઘી થશે. જો તમે ક્રિપ્ટોકરન્સીનો વેપાર કરો છો તો તમારી મુશ્કેલી વધવાની છે અને જો તમે ડીમેટ એકાઉન્ટ અને PAN આધાર સાથે સંબંધિત આ મહત્વપૂર્ણ કાર્યો તમે પુરા નથી કર્યા તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

Aadhar-PAN Linking
જો તમે હજી સુધી તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કર્યું નથી તો કોઈ પણ સંજોગોમાં આ કામ 30 જૂન 2022 પહેલા કરી લો. કારણ કે 30 જૂન પછી તમારે ડબલ પેનલ્ટી ભરવી પડશે. હકીકતે 1લી એપ્રિલ 2022થી આધારને પાન નંબર સાથે લિંક કરવા માટે 500 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. 

પરંતુ જો તમે 30 જૂન 2022 સુધીમાં લિંક નહીં કરો તો તમારે 1 જુલાઈથી 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. CBDTએ કહ્યું છે કે ટેક્સપેયર્સને અસુવિધા ન થાય તે માટે, તેમને આ સુવિધા આપવામાં આવી રહી છે કે તેઓ 31 માર્ચ 2023 સુધીમાં આધારને PAN સાથે લિંક કરી શકે છે. જોકે દંડ ભરવો પડશે.

Home Loan EMI
એક જુલાઈ, 2022થી એ હોમલોન ગ્રાહકોની ઈએમઆઈ મોંઘી થશસે જેમની હોમલોનની રીસેટ ડેટ 1 જુલાઈ, 2022 છે. જુલાઈ મહિનાથી હોમ ગ્રાહકોની ઈએમઆઈ મોંઘી થઈ જશે. આરબીઆઈના રેપો રેટ વધારવાના નિર્ણય બાદ દરેક બેન્કો અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીએ હોમલોન મોંઘી કરી દીધી છે અને જેમની હોમલોનની રીસેટ તારીખ 1 જુલાઈ છે તેમને આ મહિનાથી વધારે ઈએમઆઈની ચુકવણી કરવાની રહેશે.  

ધારો કે તમે અગાઉ 7.25 ટકાના વ્યાજ દરે 20 વર્ષ માટે રૂ. 20 લાખની હોમ લોન લીધી છે. તો તમારે રૂ. 15,808ની EMI ચૂકવવી પડશે. હવે હોમ લોન પર વ્યાજ દરમાં અડધા ટકાનો વધારો કર્યા બાદ તમારે 7.75 ટકાના દરે 16,419 રૂપિયાની EMI ચૂકવવી પડશે. એટલે કે દર મહિને 611 રૂપિયા વધુ અને આખા વર્ષમાં 7332 રૂપિયાનો વધારાનો બોજ ખિસ્સા પર પડશે.

TDS On Cryptocurrency
ક્રિપ્ટોકરન્સી રોકાણકારોને 1 જુલાઈ, 2022થી મોટો ઝટકો લાગશે. 1 જુલાઈ 2022 થી તમામ ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પર 1 ટકા TDS ચૂકવવો પડશે. પછી ભલે તે નફા કે નુકસાનમાં વેચાયુ હોય. વર્ષ 2022-23થી ક્રિપ્ટોકરન્સીમાંથી થતી આવક પર 30 ટકા કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ 1 જુલાઈથી ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પર 1 ટકા TDS પણ ચૂકવવો પડશે. 

તમને જણાવી દઈએ કે જે રોકાણકારો નફામાં ક્રિપ્ટોકરન્સી વેચતા નથી તેમને પણ ટેક્સ ચૂકવવો પડશે. આવા ક્રિપ્ટોમાં રોકાણ કરનારા રોકાણકારોએ એક ટકા TDS ચૂકવવો પડશે જેથી કરીને સરકાર ક્રિપ્ટોકરન્સીમાં લેવડ-દેવડ કરનારાઓનું ચોક્કસ ઠેકાણું શોધી શકે.

Demat Account KYC
જો તમે પોતાના ડિમેટ ટ્રેડિંગ એકાઉન્ટનું KYC નથી કરાવ્યું તો હવે તમારી પાસે 30 જૂન 2022 સુધીનો સમય છે. 30 જૂન સુધી તમે ડિમેટ ટ્રેડિંગ એકાઉન્ટનું KYC કરાવી શકો છો. શેર બજારના રેગ્યુલેટર સેબી અનુસાર હાલના ડિમેટ ખાત અને ટ્રેડિંગ એકાઉન્ટનું KYC 30 જૂન 2022 સુધી કરવામાં આવી શકે છે. 

આ વન ટાઈમ એક્સટેન્શન છે અને આ સમયગાળા દરમિયાન જે ડિમેટ ખાતાધારક અત્યાર સુધી પોતાના ડિમેટ એકાઉન્ટનું કેવાઈસી નથી કરાવી શક્યા તેમને KYC કરાવવું પડશે. દરેક ડિમેટ એકાઉન્ટને છ જાણકારી સાથે KYC કરાવવું જરૂરી છે. પરંતુ દરેક ડીમેટ ખાતાને અત્યાર સુધી છ કેવાઈસી માપદંડોની સાથે અપડેટ નથી કરવામાં આવ્યું. એક ડીમેટ, ટ્રેડિંગ ખાતા ધારકને આ છ KYC વિશેષતાઓને અપડેટ કરાવવું જરૂરી છે. જેમાં નામ, એડ્રેસ, પાન, મોબાઈલ નંબર, વેલિડ ઈમેલ આઈડી, વય મર્યાદા શામેલ છે. 1 જુન 2021થી ખોલવામાં આવેલા નવા ડિમેટ એકાઉન્ટને દરકે 6 KYC વિશેષતાઓ જરૂરી કરી દીધી છે. 

Discount On Property Tax In Delhi
જો તમે દિલ્હીમાં રહો છો અને તમારૂ પોતાનું ઘર છે તો દર વર્ષે તમારે પ્રોપર્ટી ટેક્સ દિલ્હી નગર નિગમને આપવો પડે છે. જો તમે પ્રોપર્ટી ટેક્સ પર 15 ટકા ડિસ્કાઉન્ટ ઈચ્છો છો તો 30 જૂન 2022 પહેલા પ્રોપર્ટી ટેક્સની ચુકવણી કરી દો. 1 જુલાઈ, 2022 અથવા તેના બાદ તમે પ્રોપર્ટી ટેક્સની ચુકવણી કરો છો તો તમે 15 ટકા ડિસ્કાઉન્ટના હકદાર નહીં રહો. 

સંકળાયેલા મુદ્દાઓ

1st July financial rule rule changes તમારા કામનું rule changes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ