બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / સુરત / 48% girls and 67% boys engaged in social media till late at night

અનોખો સર્વે / સોશિયલ મિડીયામાં 48% છોકરીઓ અને 67% છોકરાઓ મોડીરાત સુધી વ્યસ્ત,સોશિયલ મિડીયાના વળગળથી દુર રહેવા આટલું કરો

Vishal Khamar

Last Updated: 07:00 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનાં આધુનિક યુગમાં કિશોરોથી લઈ યુવાનો સૌ કોઈ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળતા હોય છે. ત્યારે યુવાનો માટે ભાગે પોતાનો સમય સોશિયલ મીડિય પર ગાળે છે. જે બાબત પર મનોવિજ્ઞાન ભવનનાં વિદ્યાર્થીઓએ એક સર્વે કર્યો છે.

  • સોશિયલ મીડિયા અને તેની માનસિકતા પર સર્વે
  • સોશિ. મીડિયા પર ઘણી ચેટ તેમજ ક્રિએટ એપ્લિકેશન ફ્રી માં મળી રહી છે
  • કિશોરો અને યુવાનોમાં સોશિ. મીડિયા આકર્ષણનું કેન્દ્ર 

 આજના સોશિયલ મીડિયાના યુગમાં અઢળક ચેટ અને વીડિયો ક્રિએટ એપ્લિકેશન ફ્રી માં મળી રહી છે. આજકાલ યુવાનો પોતાનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે.  પરંતુ એ જાણવું જરૂરી બને છે કે સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. કિશોરો અને યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ વધુ પડતા સોશિયલ મીડિયાના ઉપયોગ પર મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ એક સર્વે કર્યો.

15 થી 30 વર્ષની ઉંમર ધરાવતા કિશોરો અને યુવાનો સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરે છે. 1800 કિશોરો અને યુવાનો પર કરવામાં આવેલ સર્વેમાં જાણવા મળ્યું કે છે કે 90 ટકા કિશોરો અને  યુવાનો 15 થી 30 વર્ષની ઉંમર ધરાવતા કોઈપણ વય જૂથની તુલનામાં સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરે છે.  એટલા માટે ખાસ કરીને યુવાનો પર તેની વધુ અસર પડી શકે છે. જેમાં 42.50% છોકરીઓ અને 57.50% છોકરાઓ પોતાના વિડીયો બનાવતા જોવા મળેલ. 46.70% છોકરીઓ અને 53.30% છોકરાઓ કોમેડી રિલ્સ બનાવતા જોવા મળેલ. 60% છોકરીઓ અને 45% છોકરાઓ માને છે કે સોશિયલ મિડિયોમાં મુકાયેલ પોતાના ફોટા કે વિવિધ વિડીયો દ્વારા દ્વારા તેઓ પોતાના શારીરિક દેખાવના કારણે ફેમસ થશે.  14% લોકો વિવિધ વિડીયો મોટિવેશન મેળવવા, 27% લોકો આનંદ મેળવવા અને 59% લોકો માત્ર ટાઈમપાસ કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. 48% છોકરીઓ અને 67% છોકરાઓ મોડીરાત સુધી (અંદાજીત એક કે બે વાગ્યા સુધી) સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહે છે.

34% છોકરીઓ અને 23% છોકરાઓએ જણાવ્યું કે પોતાની પોસ્ટને કોઈ લાઈક ન કરે તો તેમને ગમતું નથી અને બેચેની રહ્યા કરે છે. 51.78% છોકરીઓ અને 48.67% છોકરાઓ હાર્ડ બાઇન્ડ બુક કરતા મોબાઈલમાં સોફ્ટ કોપીમાં પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે. 41.56% છોકરીઓ અને 51.88% છોકરાઓ પોતાની દરેક ગમતી અને ન ગમતી બાબતો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરે છે. 47.78% છોકરીઓ અને 62.56% છોકરાઓ પોતે એકાંત કે એકલાપણુ અનુભવે છે એટલા માટે તેઓ સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહે છે. 43.56% છોકરીઓ અને 66.44% છોકરાઓને સામાજિક સમાયોજન કરવામાં તકલીફ હોય, કોઈ વારંવાર કઈ પૂછે એ ન ગમતું હોય તેઓ સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેવાનું પસંદ કરે છે 24.45% છોકરીઓ અને 35.56% છોકરાઓને વાસ્તવિક જીવન કરતા સોશિયલ મીડિયાના સંબંધો અને ત્યાંની વાતો વધુ પસંદ છે વધુ સુંદર દેખાવાના કારણે તેમજ વધુ લાઇક્સ મેળવવાના મોહમાં સતત સોશિયલ મીડિયાનો ઉપયોગ તેના માનસિક સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે.

સોશિયલ મીડિયાથી દૂર રાખવા આટલું કરો.

  • સોશિયલ મીડિયાના ઉપયોગની સમય મર્યાદા નક્કી કરો.  
  • જો તમે ઇચ્છો, રિમાઇન્ડર સેટ કરી શકો છો કે  દિવસ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલો સમય પસાર કરશો
  • ખોટી વિચલિત કરતી વેબસાઇટ્સને મ્યુટ કરો.
  • સૂતા પહેલા  ફોન અને સોશિયલ મીડિયાથી દૂર રહો
  • કિશોરને સંબંધીઓ અને મિત્રો સાથે વધુ સમય પસાર કરવાનું કહો.
  • સહુથી અગત્યનો પરિવાર છે એ ક્યારેય ન ભૂલવું.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ