બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / ભારત / 400 points crash in the stock market on the second day of Eid

શેરબજાર / ઈદના બીજા દિવસે શેર માર્કેટમાં કોહરામ, 400 અંકનો કડાકો, આ શેરો પડ્યા સુસ્ત

Priyakant

Last Updated: 10:45 AM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market Latest News : સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 12મી એપ્રિલે શેરબજારના બંને બેન્ચમાર્ક સૂચકાંકો લાલ નિશાનમાં ખુલ્યા

Stock Market News : ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી તેજીનો આજે અંત આવ્યો હતો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 12મી એપ્રિલે શેરબજારના બંને બેન્ચમાર્ક સૂચકાંકો લાલ નિશાનમાં ખુલ્યા હતા. સેન્સેક્સ 148.51 પોઈન્ટ (0.20%)ના ઘટાડા સાથે 74,889.64 પર અને નિફ્ટી 76.40 પોઈન્ટ (0.34%)ના ઘટાડા સાથે 22,677.40 પર ખુલ્યો. 

આ પછી પણ શેરબજારમાં વેચવાલીનો તબક્કો ચાલુ રહ્યો હતો. જેના કારણે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 324.12 પોઈન્ટ ઘટીને 74,714.03 પોઈન્ટ અને નિફ્ટી 96.6 પોઈન્ટ ઘટીને 22,657.20 પોઈન્ટ પર આવી ગયો. તમને જણાવી દઈએ કે, ગુરુવારે ઈદ-ઉલ-ફિત્રના અવસર પર શેર બજાર, કરન્સી બજાર, કોમોડિટી બજાર બંધ રહ્યા હતા.

ભારતીય શેરબજારની ગતિ આજે ધીમી છે અને બજારની શરૂઆત સુસ્ત થઈ ગઈ છે. PSU બેન્ક ઈન્ડેક્સમાં ઘટાડો થઈ રહ્યો છે અને તેના કારણે બેન્ક શેર્સમાં નબળાઈ જોવા મળી રહી છે જે બજારને નીચે ખેંચી રહ્યું છે. સ્થાનિક બજારમાં પ્રોફિટ બુકિંગનું વર્ચસ્વ છે અને સ્મોલકેપ-મિડકેપ સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મેટલ ઈન્ડેક્સ, ફાર્મા ઈન્ડેક્સ, ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટર, આઈટી સેક્ટર અને બેન્કિંગ સેક્ટર પર દબાણના કારણે માર્કેટમાં ઉત્સાહ જોવા મળી રહ્યો નથી અને તે હજુ પણ ઘટાડા પર છે. 

સેન્સેક્સના શેરની શું છે હાલત ? 
BSE સેન્સેક્સના 30 શેરમાંથી 11 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 19 શેરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. બજારના ટોપ ગેઇનર્સમાં NTPC 2.68 ટકા, ટાટા મોટર્સ 1.27 ટકા, L&T 0.66 ટકા, નેસ્લે 0.56 ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.36 ટકા પર ટ્રેડ કરી રહ્યાં છે. આ સિવાય આજે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં સન ફાર્મા 1.50 ટકા તૂટ્યો છે. મારુતિ 1.28 ટકા, JSW સ્ટીલ 1.22 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક લગભગ એક ટકા અને એશિયન પેઇન્ટ્સ 0.85 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યાં છે.

NSE નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 17 શેર વધી રહ્યા છે અને 33 શેરો ઘટી રહ્યા છે. નિફ્ટીના સૌથી વધુ વધતા શેરોમાં NTPC, ટાટા મોટર્સ, DVZ લેબ્સ, કોલ ઈન્ડિયા અને નેસ્લેના નામ દેખાઈ રહ્યા છે. સન ફાર્મા, જેએસડબલ્યુ સ્ટીલ, મારુતિ, શ્રીરામ ફાઇનાન્સ અને ગ્રાસિમના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. BSEનું માર્કેટ કેપ રૂ. 402.56 લાખ કરોડ થઈ ગયું છે અને હાલમાં BSE પર 3067 શેરનો વેપાર થઈ રહ્યો છે. તેમાંથી 1624 શેર વધી રહ્યા છે અને 1301 શેર ઘટી રહ્યા છે જ્યારે 142 શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે. 103 શેરમાં અપર સર્કિટ અને 51 શેરમાં નીચલી સર્કિટ છે. 89 શેરો એવા છે જે 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે અને 6 શેર એક વર્ષના નીચલા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.

દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલ સાથે સંબંધિત કંપનીનો IPO આજે માર્કેટમાં લિસ્ટ થશે. Bharti Hexacom નો IPO આજે માર્કેટમાં લિસ્ટ થશે. શેરની ઇશ્યૂ કિંમત રૂ. 570 છે અને આ IPO લગભગ 30 વખત સબસ્ક્રાઇબ થયો હતો. આજના ટોપ લુઝર શેરોની યાદીમાં સન ફાર્મા ટોપ પર છે.

વધુ વાંચો: શેરમાર્કેટમાં પગ જમાવવા આ 6 શેર પર રાખજો ખાસ નજર, જાણો કેમ આ શેરોની ચર્ચા ઉપડી

આ સિવાય જેએસડબલ્યુ સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, મારુતિ, કોટક બેંક, ટાઇટન, આઇટીસી, એચડીએફસી બેંક સહિતના ઘણા શેરોના નામ આ યાદીમાં સામેલ છે. આજે NTPC ટોપ ગેનર શેરોની યાદીમાં ટોચ પર છે. એનટીપીસીમાં 1.5 ટકાનો વધારો થયો છે. આ સિવાય ટાટા મોટર્સ, નેસ્લે ઈન્ડિયા, એલટી, એક્સિસ બેન્ક, ટીસીએસ અને રિલાયન્સમાં મામૂલી વધારો જોવા મળી રહ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ