બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 400 crore Penalty by GPCB to 608 Ceramic Companies in Morbi

કાર્યવાહી / મંદીના માર વચ્ચે મોરબીની 608 સિરામીક કંપનીઓને પ્રદૂષણ મુદ્દે GPCBએ 400 કરોડનો દંડ ફટકાર્યો

Published By: Shalin

Last Updated: 02:11 PM, 13 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ મંદીનો માર સહી રહ્યો છે તેની વચ્ચે માંડ હજુ ઓગસ્ટ મહિને પ્રોડક્શન રેટ વધ્યો ત્યાં જ મોરબીની 608 સિરામીક કંપનીઓને રાષ્ટ્રીય ગ્રીન ટ્રીબ્યુનલ (NGT)ના આદેશ બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)એ 400 કરોડનો દંડ ફટકાર્યો છે. રાષ્ટ્રીય ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) દ્વારા કોલ ગેસીફાયરના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયા બાદ મોરબી સ્થિત ભારતના સૌથી મોટા સિરામિક ક્લસ્ટરના 608 એકમોને 400 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

  • મોરબી સીરામીક ઉદ્યોગનો અંદાજે 40,000 હજાર કરોડનો વેપાર
  • દેશમાં ચાલતી મંદી વચ્ચે ઉદ્યોગોને દંડની નોટિસ આવતા રોકાણકારોમાં ફફડાટ
  • રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલે નીમેલી કમિટીએ ઈન્ટ્રીમ એન્વાયરમેન્ટ કોમ્પોનસેશન ચાર્જ પેટે નોટિસ ફટકારી

રાષ્ટ્રીય ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તાજેતરમાં જ કોલગેસીફાયરના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો હતો જે પછી આ એકમોએ નેચરલ ગેસનો વપરાશ કરવાનો શરુ કર્યો હતો છતાં રાષ્ટ્રીય ગ્રીન ટ્રીબ્યુનલ (national green tribunal) પ્રમાણે આ એકમોએ ભૂતકાળમાં કોલ ગેસીફાયરનો ઉપયોગ કર્યો જેથી તેમને દંડ ભરવાનો વારો આવ્યો છે.

Morbi Ceramic
મોરબી સિરામિક ઉદ્યોગ

શા માટે આટલો મોટો દંડ

જ્યારે કોલગેસીફાયરના ઉપયોગ પર પ્રતિબંધ આવ્યો ત્યારે એકમોએ તેનો વપરાશ બંધ કર્યો પરંતુ ભૂતકાળમાં તેનો ઉપયોગ કરીને પર્યાવરણનને જે નુકસાન કરવામાં આવ્યું તેનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેના માટે રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલે નીમેલી કમિટીએ ઈન્ટ્રિમ એન્વાયરમેન્ટ કોમ્પોનસેશન ચાર્જ પેટે નોટિસ ફટકારી છે. જે બાદ ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાયા હતા. તેમાં કોલગેસીફાયરના એક દિવસના ઉપયોગના 5 હજાર અને એક વર્ષના 18.5 લાખ એમ દંડની ગણતરી કરી ઉદ્યોગ શરુ થયો તે દિવસથી કોલગેસીફાયરનો ઉપયોગ બંધ કર્યો ત્યાં સુધીનો દંડ ગણીને નોટિસ મોકલાઈ છે. 608 સીરામીક ઉદ્યોગોને GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) દ્વારા  40 લાખથી 1 કરોડ સુધીની દંડની નોટિસ મળી છે. કુલ દંડની અંદાજિત રકમ 400 કરોડ આવે છે અને તે 30 દિવસ સુધી ભરી દેવાનો હુકમ કરાયો છે.

GPCB
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ

ઉદ્યોગોને પડ્યો મોટો ફટકો

જયારે રાષ્ટ્રીય ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા કોલગેસીફાયરનો ઉપયોગ બંધ કરાયો ત્યારે ઘણા ઉદ્યોગોને બંધ કરી દેવાયા હતા. જેમાં 550 થી 1000 એકમોને બંધ કરવાની નોબત આવી હતી. 450 જેટલાં એકમોએ થોડા દિવસ ઉત્પાદન બંધ રાખી કોલગેસીફાયરનો ઉપયોગ બંધ કરીને LPG (લીકવીફાઇડ પેટ્રોલિયમ ગેસ) તથા PNG (પાઇપ્ડ નેચરલ ગેસ)નો વપરાશ શરુ કરી દીધો હતો. હાલ દેશમાં ચાલતી મંદી વચ્ચે ઉદ્યોગોને દંડની નોટિસ આવતા રોકાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. 

હજારો લોકોને રોજગારી આપતું મોરબી 

સૌરાષ્ટ્રમાં આવેલું મોરબી (Morbi) તેના સીરામીક ઉદ્યોગના કારણે પ્રખ્યાત છે. મોરબીનો આ ઉદ્યોગ વાંકાનેર અને થાનગઢ સુધી ફેલાઈ ગયો જ્યાં મોટી સંખ્યામાં નાના એકમોએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું અહીં દીવાલની ટાઇલ્સ, ફર્શની ટાઇલ્સ મોઝેઇક ટાઇલ્સ ઉપરાંત અનેક જાતની ટાઇલ્સનું ઉત્પાદન થાય છે. વરમોરા, ઓરેવા, એક્સસેલ સિરામિક, સીમ્પ્લો, ઈરોસ સેનીટરીવેર જેવી મોટી કંપનીઓ અહીં કામ કરે છે. મોરબીની ઇન્ડસ્ટ્રી અંદાજે 40000 હજાર કરોડનો વેપાર કરે છે. મોરબીમાં ઉત્પાદિત વસ્તુઓ શ્રીલંકા, બાંગ્લાદેશ, આફ્રિકામાં નિયાત કરવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

gpcb gujarat morbi national green tribunal ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મોરબી રાષ્ટ્રીય ગ્રીન ટ્રીબ્યુનલ Action

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ