બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 4 students injured in matki fod program of school in Valsad

બેદરકારી / વલસાડની સ્કૂલના મટકી ફોડ કાર્યક્રમમાં 4 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત, થાંભલો ધડામ દઇને નીચે પટકાયો, જુઓ Video

Vishal Khamar

Last Updated: 06:03 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વલસાડ ખાતે આવેલ સ્કૂલમાં પણ કૃષ્ણજન્મોત્સવની સ્કૂલ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મટકી ફોડ કાર્યક્રમ દરમ્યાન અચાનક જ થાંભલો પડતા 4 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

  • વલસાડની શાળામાં મટકી ફોડ કાર્યક્રમમાં લોખંડનો થાંભલો પડ્યો
  • કાર્યક્રમ દરમિયાન થાંભલો પડતા 4 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત
  • ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા

કૃષ્ણજન્મોત્સવની સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યમાં આવેલી સ્કૂલોમાં પણ કૃષ્ણજન્મોત્સવ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વલસાડની શાળામાં મટકી ફોડ કાર્યક્રમ દરમ્યાન અચાનક થાંભલો પડ્યો હતો. કાર્યક્રમ દરમ્યાન થાંભલો પડતા 4 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

જન્માષ્ટમીનાં દિવસે મટકી ફોડ કાર્યક્રમ સર્જાઈ દુર્ઘટનાં
વલસાડનાં મોટા વાઘછીપા ગામમાં મટકી ફોડ કાર્યક્રમ દરમ્યાન અચાનક થાંભલો પડ્યો હતો. ત્યારે શાળામાં ધ્વજનાં થાંભલા સાથે મટકી લટકાવી હતી. વિદ્યાર્થીઓ પિરામિડ બનાવી મટકી ફોડી રહ્યા હતા. તે દરમ્યાન થાંભલો પડ્યો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારે સમગ્ર દુર્ઘટનાં કેમેરામાં કેદ થઈ હતી.  

દુર્ઘટનાં સર્જાતા શાળામાં દોડધામ મચી જવા પામી હતી
જન્માષ્ટમીનાં દિવસે વલસાડ ખાતે સ્કૂલમાં મટકી ફોટ કાર્યક્રમ દરમ્યાન દુર્ઘટનાં સર્જાતા શાળામાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને કોઈ ગંભીર ઈજા ન થઈ હોઈ તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

 સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ દુર્ઘટનામાં કોઈ વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ ન થતા સ્ટાફ સંચાલક તેમજ વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ