બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 Gujaratis have died due to illegal infiltration in America

મહેસાણા / લાખો રૂપિયા લેનારા કબૂતરબાજ એજન્ટો હવે ભૂગર્ભમાં, અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીની લ્હાયમાં 4 ગુજરાતીઓનાં થયાં છે મોત

Malay

Last Updated: 03:51 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશતા ગુજરાતી પરિવારનું મૃત્યુ થયા બાદ પોલીસે પરિવારને કેનેડા મોકલનારા એજન્ટોની શોધખોળ શરૂ કરી છે. જોકે, હાલ આ તમામ એજન્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

 

  • અમેરિકામાં પ્રવેશતા ગુજરાતી પરિવાર ડૂબી જવાનો મામલો
  • 4 એજન્ટ મારફત પરિવાર ગયો હતો કેનેડા 
  • પરિવારના મૃત્યુ બાદ તમામ એજન્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા

કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં 8 લોકો ડૂબી ગયા હતા. કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે નદી પાર કરીને ઘૂસણખોરી કરનારા 8 લોકોના મોતના સમાચાર ગઈકાલે સામે આવ્યા હતા. ત્યારે હવે 8 મૃતકોમાંથી 4 ગુજરાતીઓ હોવાનું ખૂલ્યું છે. મહેસાણાના વિજાપુરના માણેકપુર ગામના એક જ પરિવારના 4 લોકો અમેરિકા જતા મોતને ભેટ્યા છે. 

મહેસાણાના એક જ પરિવારના 4 લોકોના મોત
મહેસાણા જિલ્લાના વિજાપુરના માણેકપુર ગામના એક જ પરિવારના 4 લોકોના નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયા છે. વિજાપુરના માણેકપુરના પ્રવીણ ચૌધરી, પત્ની દક્ષાબેન ચૌધરી, દીકરી વિધિ ચૌધરી અને દીકરા મિત ચૌધરીનું લોરેન્સ નદીમાં ડૂબી જવાથી મોત થયું છે. મૃતકો કેનેડાથી હોડી મારફતે અમેરિકા જઈ રહ્યા હતા. નાની હોડીમાં 8 લોકો સવાર હતા. ખરાબ વાતાવરણના કારણે હોડી ડૂબી ગઈ હતી. દુર્ઘટના બાદ 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. 

કબૂતરબાજ એજન્ટોની શોધખોળ શરૂ
મહેસાણાના પરિવારના મૃત્યુ બાદ પોલીસે એજન્ટોની શોધખોળ શરૂ કરી છે. પરિવારના મૃત્યુ બાદ તમામ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે ખાનગી રાહે લાખો રૂપિયા લેતા કબૂતરબાજ એજન્ટોની શોધખોળ શરૂ કરી છે. આમાં 4 જેટલા એજન્ટો સંડોવાયેલા હોવાની માહિતી મળી છે. 

મારો ભાઈ 60 દિવસ પહેલા જ ગયો હતો કેનેડાઃ જસુ ચૌધરી
પ્રવીણ ચૌધરીના મૃત્યુ બાદ તેમના ભાઈ જસુ ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, મારો ભાઈ વિઝિટર વીઝા પર પરિવાર સાથે કેનેડા ગયો હતો. તેઓ 60 દિવસ પહેલાં જ મહેસાણાથી કેનેડા ગયા હતા. ગઈકાલે સમાચાર મળ્યા બાદ મારા ભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.
 
હાલ કોઈ વિગત નથીઃ સાંસદ જુગલજી ઠાકોર
માણેકપુરા ગામના 4 વ્યક્તિના કેનેડામાં મોત મામલે રાજ્યસભાના સાસંદ જુગલજી ઠાકોરે જણાવ્યું કે, ઘટના અંગે તપાસ ચાલું છે, હાલ કોઈ વિગત નથી. હું મૃતકોના મૃતદેહને ભારત લાવવા અંગે વિદેશ મંત્રાલયને રજૂઆત કરીશ. આ તમામે બોર્ડર ક્રોસ કરી હતી કે નહીં તે મામલે કોઈ માહિતી મળી નથી. સમગ્ર મામલાની માહિતી વિદેશ મંત્રાલય જ આપી શકે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ