ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / કરુરમાં થયેલી નાસભાગ પર અભિનેતા વિજયની પહેલી પ્રતિક્રિયા, લોકોના મોત પર કહી આ વાત

તમિલનાડુ / કરુરમાં થયેલી નાસભાગ પર અભિનેતા વિજયની પહેલી પ્રતિક્રિયા, લોકોના મોત પર કહી આ વાત

Last Updated: 03:03 AM, 28 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરુર રેલીમાં થયેલી ભાગદોડ પર અભિનેતા વિજયની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા તેમણે લખ્યું, મારું હૃદય તૂટી ગયું છે. હું એવી અસહ્ય પીડા અને દુ:ખમાં છું જેને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.

ADVERTISEMENT

તમિલનાડુના કરૂર જિલ્લામાં શનિવારે એક્ટર તથા ટીવીકેના નેતા વિજયની ચૂંટણી રેલી દરમિયાન ભારે ભાગદોડ મચી હતી. આ દુર્ઘટનામાં 36 લોકોનાં મોત થયા છે, જેમાં 8 બાળકો અને 16 મહિલાઓનો સમાવેશ થાય છે. અનેક લોકો હાલ ગંભીર રીતે ઘાયલ છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

આ ઘટનાને લઈને એક્ટર વિજયે સોશિયલ મીડિયા પર પોતાના દિલના દુઃખને વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું, મારું દિલ તૂટી ગયું છે. હું અસહ્ય પીડા અને શોકમાં તડપી રહ્યો છું, જેને શબ્દોમાં વ્યક્ત કરવું શક્ય નથી. વિજયે આગળ લખ્યું કે, કરૂરની આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારજનોને હું હૃદયપૂર્વક સંવેદના પાઠવું છું. સાથે જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દરેક વ્યક્તિના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.

vijay-rally-stampede1

આ દુર્ઘટના વેલુસામીપુરમ વિસ્તારમાં સાંજે લગભગ 7:20 વાગ્યે બની હતી. રેલી દરમિયાન ભીડ અચાનક વધી ગઈ હતી અને તે ભાગદોડમાં ફેરવાઈ ગઈ.

વધુ વાંચો : વિજયની રેલીમાં નાસભાગથી 31 લોકોના મોત, PM મોદી-રાષ્ટ્રપતિ સહિતના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ

રાજ્ય સરકાર પણ ઘટનાને લઈને સતર્ક બની ગઈ છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને જાહેરાત કરી છે કે મૃત્યુ પામેલા દરેકના પરિવારને ₹10 લાખનું વળતર આપવામાં આવશે, જ્યારે ઘાયલ લોકોને ₹1 લાખની સહાય આપવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TamilNadu Karur ActorVijay
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ