બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 3500 liters of juice and bread and Annakoot were kept in Shaktipeeth Bahucharaji: 338 years ago, Mataji had given the slip to protect the honor of the devotee.

લોકવાયકા / શક્તિપીઠ બહુચરાજીમાં 3500 લીટર રસ અને રોટલીનો અન્નકૂટ ધરાવાયો: 338 વર્ષ પહેલા ભક્તની લાજ રાખવા માતાજીએ આપ્યો હતો પરચો

Vishal Khamar

Last Updated: 09:52 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શક્તિપીઠ બહુચરાજી ખાતે માગશર સુદ બીજનું ઘણું મહત્વ હોય છે. આજનાં દિવસે શક્તિપીઠ બહુચરાજી માતાજીને કેરીનો રસ અને રોટલીનો પ્રસાદ તેમજ અન્નકૂટનો પ્રસાદ ધરાવાયો હતો. આ સમગ્ર આયોજન આનંદ ગરબા મંડળ અને બહુચર માતાજી ટ્રસ્ટ્ર તેમજ ભક્તો દ્વારા કરાયું હતું.

  • શક્તિપીઠ બહુચરાજી માં આજે માગશર શૂદ બીજનું ખુબજ મહત્વ
  • બહુચરાજી માતાજી ને આજે રસ રોટલી નો પ્રસાદ અર્પણ કરાયો
  • માતાજીને 3500 લીટર રસ, રોટલી અને 1100 કિલોનો અન્નકૂટ ધરાવાયો

 શક્તિપીઠ બહુચરાજીમાંમાં બહુચર માતાજીને રસ અને રોટલીનો પ્રસાદ ધરાવાયો. 338 વર્ષ પહેલાં વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ પરચો પૂર્યો હતો. તેને જીવંત રાખવા ભક્તો દ્વારા પ્રયાસ. માતાજીના ગર્ભગૃહને પણ આંબાવાડીની જેમ કેરીઓ અને આંબાની ડાળીઓથી શણગારાયું હતું. 

જગતજનની માં બહુચર માતાજીએ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા 338 વર્ષ પૂર્વે તેમની જ્ઞાતિને માગસર સુદ બીજ મહિનામાં અશક્ય જણાતું રસ- રોટલીનું જમણ કરાવ્યું હતું. માતાજીના પરચાને જીવંત રાખવા બહુચરાજી આનંદ ના ગરબા મંડળ દ્વારા આ યાદગીરી રૂપે માગશર સુદ બીજે તીર્થધામ બહુચરાજીમાં માં બહુચરની આરતી બાદ રસ-રોટલીનો પ્રસાદ શ્રધ્ધાળુઓને વહેંચવામાં આવ્યો હતો.338 વર્ષ પૂર્વે બનેલી ચમત્કારિક ઘટના મુજબ, બહુચર માતાજીના પરમભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે, તમારી માતાનું અવસાન થયું છે. તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની ઉત્તરક્રિયા કરવી જોઈએ. તો વલ્લભે કહ્યું કે, અમારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિભોજન થાય તેમ નથી એટલે અમદાવાદ જવું અને હાંસીપાત્ર થવું તે ઠીક નથી.

માતાજીએ ધરપત આપતાં કહ્યું કે, કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને શાનું દુ:ખ. તમો અમદાવાદ જાઓ, ઉત્તરક્રિયા કરો અને જ્ઞાતિને ઇચ્છિત ભોજન આપો. હું તમને સહાય કરીશ. માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા હતા. જ્ઞાતિજનોએ માગશર માસ હોવા છતાં ભટ્ટજીનો ઉપહાસ કરવા રસ-રોટલીનું ભોજન માંગ્યું. વલ્લભ ભટ્ટે તે કબૂલ રાખ્યું પણ પાછળથી ખ્યાલ આવ્યો કે માગસર મહિનામાં કેરી ક્યાંથી મળે. એટલે વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા. સમયે બહુચર માતાજી અને નારસંગવીર દાદાએ ભક્તની લાજ રાખતાં ભટ્ટજીના રૂપમાં આવી આખી નાતને રસ- રોટલીનું ભોજન જમાડ્યું હતું. તે દિવસે માગશર સુદ બીજને સોમવાર સંવત 1732ની સાલ હતી.

હજારો ભક્તોને રસ રોટલીનું જમણ આપવામાં આવે
માતાજીના આ પરચાને આજે પણ બહુચરાજીમાં દર માગશર સુદ બીજે જીવંત રાખવામાં આવ્યો છે. અને આજે પણ અહી માગશર સુદ બીજની દિવસ દરમિયાન અને રાત્રે સંધ્યા આરતી બાદ માતાજીને રસ રોટલીનો પ્રસાદ ચડાવ્યા બાદ અહી આવતા હજારો ભક્તોને રસ રોટલીનું જમણ આપવામાં આવે છે. માતાજીના ગર્ભગૃહમાં પણ વિષેશ શણગારમાં આંબાવાડીનો ઓપ આપી કેરીના ઝાડની ડાળીઓ અને કેરીઓ લટકાવી ડેકોરેશન કરવામાં આવ્યો.  રસ રોટલીમાં રોટલી અહીની સ્થાનિક બહેનો યથાશક્તિ પોતાના ઘરેથી બનાવીને માતાજીને ધરાવે છે. અને તે રોટલી ભક્તોને રસ સાથે પ્રસાદ રૂપે આપવામાં આવે છે.

ભર શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ લેવા અહી દુર દુર થી ભક્તો પધારે
આમ, માતાજીના પોતાના ભક્ત પ્રત્યેના આ ચમત્કારને આજે પણ લોકો યાદ કરે છે. અને ભર શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ લેવા અહી દુર દુર થી ભક્તો પધારે છે. મંદિરના પુજારીના જણાવ્યા મુજબ આ ઈતિહાસ પરથી પણ એક શીખવા મળે છે કે, જયારે કોઈ મુસીબત આવે ત્યારે જો આપનો વિશ્વાસ દ્રઢ હોય અને તમે ઈશ્વર પર ભરોસો રાખો છો. ત્યારે મુસીબતમાંથી બહાર આવવાનો રસ્તો ઈશ્વર અવશ્ય કાઢી દે છે . બસ ભરોસો હોવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ