ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટોલ પ્લાઝા પાસે રહો છો? 350 રૂપિયામાં માસિક પાસ લો અને કરો અનલિમિટેડ મુસાફરી

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / ટોલ પ્લાઝા પાસે રહો છો? 350 રૂપિયામાં માસિક પાસ લો અને કરો અનલિમિટેડ મુસાફરી

Last Updated: 10:00 PM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

NHAIએ ટોલ પ્લાઝા પાસે રહેતા લોકો માટે 350 રૂપિયાનો માસિક પાસ 121 ટોલ પ્લાઝા સુધી એક્સપેન્ડ કર્યો છે. જેમાં રાજમાર્ગયાત્રા એપ દ્વારા આ પાસ બનાવીને એક મહિના સુધી અનલિમિટેડ વખત મુસાફરી કરી શકાય છે.

1/5

photoStories-logo

1. ડિજિટલ માસિક પાસ સુવિધા

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ સ્થાનિક રહીશો માટેની ડિજિટલ માસિક પાસ સુવિધાને હવે 121 ટોલ પ્લાઝા સુધી એક્સપેંડ કરી દીધી છે. જે લોકો ટોલ પ્લાઝાના 20 કિલોમીટરના વિસ્તારમાં રહે છે તેઓ માત્ર 350 રૂપિયામાં આ પાસ લઈ શકે છે. આ પાસથી એક મહિના સુધી તે ટોલ પ્લાઝામાંથી જેટલી વાર ઇચ્છો તેટલી વાર મુસાફરી કરી શકાય છે જેમાં વધારાના પૈસા ભરવાની જરૂર નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વ્યક્તિગત વાહનો માટે જ ઉપલબ્ધ

આ સુવિધા માત્ર વ્યક્તિગત વાહનો માટે જ ઉપલબ્ધ છે. પહેલાં લોકોને સરનામું અને પાત્રતા સાબિત કરવા માટે ટોલ પ્લાઝા પર જઈને ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા પડતા હતા. હવે આ આખી પ્રોસેસ ડિજિટલ બની ગઈ છે જેથી યોગ્ય રહીશો રાજમાર્ગયાત્રા એપ દ્વારા જ અરજી કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. DigiLocker અને VAHAN

આ પાસ મેળવવા માટે સિસ્ટમ DigiLocker અને VAHAN સાથે જોડાયેલી છે જેથી જરૂરી માહિતીની વેરિફિકેશન સરળતાથી થઈ શકે છે. જેમાં ઘરનું સરનામું, વાહનની વિગતો અને લિંક કરેલા FASTagની તપાસ કરવામાં આવે છે. આ માટે વાહનનું RC, આધાર કાર્ડ, વોટર આઈડી કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવું આઈડી પ્રૂફ અને સરનામાનું પુરાવો જરૂરી છે જેથી સાબિત થાય કે તમારું ઘર ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની અંદર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પાસ કેવી રીતે બનાવવો?

સૌથી પહેલા મોબાઈલમાં રાજમાર્ગયાત્રા એપ ડાઉનલોડ કરો. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંનેમાં છે. જેમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી લોગિન કરો અને જરૂરી પરમિશન આપો. હોમ પેજ પર લોકલ પાસ સેક્શનમાં જાઓ. ત્યાં FASTagની ડીટેલ વેરિફાય કરો. વાહનનો રજિસ્ટ્રેશન નંબર નાખીને OTPથી વેરિફાય કરો. પછી માસિક પાસનો ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરો અને પાસ એક્ટિવ કરી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. અમુકવાર સ્ટેપ્સમાં થોડો ફેરફાર

ઉલ્લેખનીય છે કે, અમુકવાર સ્ટેપ્સમાં થોડો ફેરફાર હોઈ શકે છે પણ એપમાં આપેલા ગાઈડલાઈનને અનુસરવાથી સરળતાથી પાસ મળી જશે. આ સુવિધાથી ટોલ પ્લાઝા પાસે રહેતા લોકોને હવે વારંવાર ટોલ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

NHAI monthly pass Rajmarg Yatra app
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ