બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 35 people were killed and 50 injured in an explosion in Bajaur district of Pakistan

35ના મોત / જિંદાબાદ.. જિંદાબાદ..પછી થયો હૈયું ધ્રુજાવી દે તેવો બ્લાસ્ટ, પાકિસ્તાન ધડાકાનો ખતરનાક વીડિયો આવ્યો સામે

Published By: Mahadev Dave

Last Updated: 11:02 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં જમીયત ઉલેમા ઇસ્લામ ફઝલની કોન્ફરન્સ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. જેનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

  • પાકિસ્તાનના બાજૌર જિલ્લામાં જોરદાર વિસ્ફોટનો વીડિયો સામે આવ્યો
  • 35 લોકોના મોત અને 50 જેટલા લોકો ઘાયલ
  • જમીયત ઉલેમા ઇસ્લામ ફઝલના પ્રમુખ આગેવનનું મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌર જિલ્લાના ખાર તહસીલમાં આજે રવિવારે જોરદાર વિસ્ફોટનો થયો હતો. આ પ્રચંડ ધડાકામાં 35 લોકોના મોત અને 50 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ બ્લાસ્ટનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. મહત્વનું છે કે જમીયત ઉલેમા ઇસ્લામ ફઝલની કોન્ફરન્સ દરમિયાન આ વિસ્ફોટ થયો હતો.

લોકોએ જીવ બચાવવા દોટ મૂકી
કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.જ્યાં સ્ટેજ પરથી પાર્ટીના નેતા ભાષણ આપી રહ્યા હતા. આ વેળાએ ભીડ નેતાના નારા લગાવી રહી હતી. હઝરત મૌલાના અબ્દુલ રશીદ સાહેબ... ઝિંદાબાદ, ઝિંદાબાદના નાદ ગગનમાં ગુંજતા હતા. જેવા લોકોએ નેતાના દીર્ધાયુષ્યના નારા લગાવ્યા કે ભારે તાકાત સાથે ધડાકો થયો હતો.જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી. ધુમ્મસને પગલે આજુબાજુનું દેખાવું બંધ થયું અને લોકોએ જીવ બચાવવા દોટ મૂકી હતી.

જમીયત ઉલેમા ઇસ્લામ ફઝલના પ્રમુખનું મોત
બાદમાં લોહીના ખાબોચિયા વચ્ચે વિકૃત રીતે મૃતદેહો પડેલા જોવા મળ્યા હતા. બાદમાં સ્થાનિક પોલીસ કાફલો સુરક્ષા દળો અને હોસ્પિટલ સ્ટાફ દોડી ગયો હતો. જ્યા ઇજાગ્રસ્તોને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે જમીયત ઉલેમા ઇસ્લામ ફઝલના પ્રમુખ આગેવાન મૌલાના જિયાઉલ્લાહ જાનનું પણ નિધન થયાનું સામે આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bajaur district Video viral blast pakistan explosion પાકિસ્તાન બ્લાસ્ટ ૩૫ ના મોત Pakistan blast video

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ