બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / 336 flats of 12 towers will be blown up by bombs in Delhi: The blast will be bigger than the twin towers, know the reason

જમીનદોસ્ત / દિલ્હીમાં બોમ્બથી ઉડાવી દેવાશે 12 ટાવરના 336 ફ્લેટ્સ: ટ્વીન ટાવરથી પણ મોટો બ્લાસ્ટ કરાશે, જાણો કારણ

Megha

Last Updated: 10:48 AM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોઈડા બાદ હવે દિલ્હીમાં અસુરક્ષિત જાહેર કરાયેલા 12 ટાવરને ઉડાવી દેવામાં આવશે. DDAના અધિકારીઓ સિગ્નેચર વ્યૂ ટાવર્સને તોડી પાડવા માટે ટ્વીન ટાવરની ફોર્મ્યુલા અપનાવવા જઈ રહ્યા છે.

  • નોઈડા બાદ હવે દિલ્હીમાં 12 ટાવરને વિસ્ફોટ દ્વારા ઉડાવી દેવામાં આવશે!
  • ટાવર્સને તોડી પાડવા માટે ટ્વીન ટાવરની ફોર્મ્યુલા અપનાવશે 
  • આ 12 ટાવરમાં રહેતા લોકોનું શું થશે?

ગયા વર્ષે નોઈડામાં ટ્વીન ટાવરને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવ્યું હતું. એ કિસ્સો તો તમને યાદ જ હશે કે કેવી રીતે 32 માળના ટાવરને ગનપાવડરનો વિસ્ફોટ કરીને સેકન્ડોમાં જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. આવું જ દ્રશ્ય ફરી એકવાર જોવા મળવાનું છે. 

દિલ્હીમાં 12 ટાવરને વિસ્ફોટ દ્વારા ઉડાવી દેવામાં આવશે!
વાત એમ છે કે નોઈડા બાદ હવે દિલ્હીમાં અસુરક્ષિત જાહેર કરાયેલા 12 ટાવરને ઉડાવી દેવામાં આવશે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA)ના અધિકારીઓ મુખર્જી નગરમાં સિગ્નેચર વ્યૂ ટાવર્સને તોડી પાડવા માટે ટ્વીન ટાવરની ફોર્મ્યુલા અપનાવવા જઈ રહ્યા છે. DDA અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે મુખર્જી નગરમાં તૂટી રહેલા સિગ્નેચર વ્યૂ ટાવર્સને સુરક્ષિત રીતે તોડી પાડવા માટે નિયંત્રિત વિસ્ફોટ એકમાત્ર રસ્તો હોઈ શકે છે.અધિકારીઓએ એમ જણાવ્યું હતું કે, 'નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.' 

એપાર્ટમેન્ટને તોડી પાડવાનો એકમાત્ર રસ્તો છે
જાણકારોનું કહેવું છે કે સ્થળ પર નિરીક્ષણ અને વિગતવાર સર્વે કર્યા બાદ નક્કી કરવામાં આવશે કે કઈ ટેકનિકથી ટાવર તોડી નાખવા જોઈએ. આ નિર્ણય સુરક્ષા, સમય અને ખર્ચને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.ડીડીએના અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી તે શ્રેષ્ઠ વિકલ્પ જણાય છે અને ગયા વર્ષે નોઈડામાં ટ્વીન ટાવરને તોડી પાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2010માં સિગ્નેચર વ્યૂ એપાર્ટમેન્ટ બનાવનાર DDAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે આંતરિક ચર્ચાઓ કરી છે અને સમયસર અને કાર્યક્ષમ રીતે એપાર્ટમેન્ટને તોડી પાડવાનો એકમાત્ર રસ્તો છે."

ટાવરમાં રહેતા લોકોનું શું થશે?
કરાર મુજબ ટાવરમાં રહેતા લોકોએ તેમના ફ્લેટ ખાલી કરવા પડશે. આ ટાવરને તોડી પાડ્યા પછી, ડીડીએ તેનું પુનઃનિર્માણ કરશે અને ત્રણ વર્ષમાં તેને પાછું લાવશે. ત્યાં સુધી ફ્લેટ માલિકો ભાડાના મકાનમાં રહેશે. DDA દ્વારા તેમને ભાડા તરીકે રકમ ચૂકવવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રારંભિક પડકાર શક્ય તેટલી વહેલી તકે ટાવર ખાલી કરવાનો છે.ર હેવાસીઓ સાથે વાતચીત કરવામાં આવી છે. આ ટાવર બે મહિનામાં ખાલી કરવામાં આવશે. '

શા માટે ટાવર તોડી પાડવામાં આવે છે?
સિગ્નેચર વ્યૂ એપાર્ટમેન્ટ્સમાં કુલ 12 ટાવર છે. તેમાં 336 ફ્લેટ બનેલઆ છે અને માત્ર 13 વર્ષ પહેલા બનેલા આ ટાવર જોખમી બની ગયા છે. કેટલીક દિવાલોમાં તિરાડો છે તો કેટલાક ફ્લેટની છત તૂટી રહી છે. નવેમ્બર 2022 માં, IIT દિલ્હીના નિષ્ણાતોએ તેની તપાસ કરી અને અહેવાલ આપ્યો કે એપાર્ટમેન્ટ વસવાટ માટે યોગ્ય નથી. દિલ્હીના એલજી વીકે સક્સેનાએ આ વર્ષે જાન્યુઆરીમાં ડીડીએને ટાવર ખાલી કરવા અને તેનું પુનઃનિર્માણ કરવાનો આદેશ આપ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ