બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / 308 children admitted under RTE despite high income in Ahmedabad

પોલમપોલ! / દોઢ લાખથી પણ વધારે આવક છતાં ખોટા ડોક્યુમેન્ટ્સથી 308 બાળકોએ RTE હેઠળ મેળવ્યો પ્રવેશ, DEOમાં ફરિયાદ, જુઓ ચોંકાવનારી હકીકત

Malay

Last Updated: 10:13 AM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદમાં આવક વધુ છતાં 308 બાળકોના RTE હેઠળ થયા એડમિશન, શહેરની 5 સ્કૂલો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી કરાઈ ફરિયાદ

  • આવક વધુ છતાં RTE હેઠળ પ્રવેશ થયાનો ખુલાસો 
  • સ્કૂલો દ્વારા 308 બાળકોની DEO સમક્ષ થઇ ફરિયાદ 
  • ખોટા દસ્તાવેજો બનાવી RTE હેઠળ પ્રવેશ મેળવ્યો 

Ahmedabad News: RTE (રાઈટ ટુ એજ્યુકેશન)નો કાયદો ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે ખૂબ જ લાભદાયી નિવડી રહ્યો છે, પરંતુ કેટલાક વાલીઓ આનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. ત્યારે અમદાવાદની સ્કૂલોમાં વધુ આવક હોવા છતાં વાલીઓએ ખોટા ડોક્યુમેન્ટથી પોતાના બાળકોનું RTE હેઠળ એડમિશન કરાવતા મામલો જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ પહોંચ્યો છે. 

RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ તારીખથી ફોર્મ ભરી  શકશો, જાણો સમગ્ર વિગત | rte admission process has been announced gujarat

નકલી ડોક્યુમેન્ટ બનાવ્યાનો ખુલાસો
અમદાવાદની પાંચ સ્કૂલો દ્વારા 308 જેટલા વિદ્યાર્થીઓની જિલ્લા શિક્ષણાધિકારી (DEO) સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. સ્કૂલો દ્વારા વાલીઓના ઈન્કમટેક્સ રિટર્ન ચેક કરવામાં આવતા સમગ્ર મામલો ઉઘાડો પડ્યો હતો. 308 સક્ષમ વાલીઓએ RTE હેઠળ પ્રવેશ માટે નકલી ડોક્યુમેન્ટ બનાવ્યાનો ખુલાસો થયો છે.

સ્કૂલો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને કરાઈ રજૂઆત
અમદાવાદની ઉદગમ સ્કૂલ (થલતેજ), ઝેબર સ્કૂલ (થલતેજ), આનંદ નિકેતન સ્કૂલ (સેટેલાઈટ), ગ્લોબલ ઈન્ડિયા (ત્રાગડ) સ્કૂલ દ્વારા કુલ 308 બાળકોના પ્રવેશ લઈને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ફરિયાદ કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓના વાલીઓની નિયત આવક મર્યાદા કરતા વધુ હોવા છતાં તેઓએ ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પોતાના બાળકોનું એડમિશન કરાવ્યું હોવાની ડીઈઓ સમક્ષ રજૂઆત કરી છે. 

IT રિટર્ન તપાસતા ફૂટ્યો ભાંડો
સ્કૂલો દ્વારા RTE અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓના વાલીઓના ઈન્કમટેક્સ રિટર્નની તપાસ કરાવવામાં આવતા વાલીઓની સાચી આવકનો ભાંડો ફૂટ્યો હતો. જે બાદ શાળાઓ દ્વારા આ વિદ્યાર્થીઓની યાદી બનાવીને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. સ્કૂલોની ફરિયાદના આધારે DEO દ્વારા તમામ વાલીઓને રૂબરૂ બોલાવવામાં આવશે.  

સળગતા સવાલ
- RTEનો ઉપયોગ કેવા વાલીઓ કરે છે?
- આવી રીતે કોઈ ગરીબ બની શકશે ધનિક?
- શું ગરીબને શિક્ષણથી વંચિત જ રાખવા છે?
- ગરીબ વિદ્યાર્થીને શિક્ષણનો હક નથી?
- ધનિકો કેમ કરે છે કાયદાનો ખોટો ઉપયોગ?
- ખોટા આવકના દાખલા કોણે આપ્યા?
- ડોક્યુમેન્ટનું કેમ નથી થતું વેરિફિકેશન?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ