બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / 3 workers died during treatment in case of explosion of steel company's furnace in Kutch

દુર્ઘટના / ભઠ્ઠીમાંથી ધગધગતું સ્ટીલ ઓગળીને શ્રમિકો પર પડ્યું, ત્રણના નિધન: કચ્છમાં મોટી દુર્ઘટના

Vishal Khamar

Last Updated: 01:20 PM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંજારની કેમો સ્ટીલ કંપનીમાં ભઠ્ઠી ઉભરાઈ જતા કામ કરી રહેલા 7 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા. ત્યારે દાઝેલા તમામ શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાંથી તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. શ્રમિકોનું સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા.

  • અંજારની બુઢારમોરા કેમો સ્ટીલ કંપનીમાં દુર્ઘટના મામલો
  • સ્ટીલ કંપનીમાં ભઠ્ઠી ઉભરાઈ જતા 7 શ્રમિકો દાઝ્યા હતા
  • 3 શ્રમિકોનાં સારવાર દરમ્યાન અમદાવાદ ખાતે મોત નિપજતા

કચ્છનાં બુઢારમોરા ગામે આવેલી કેમો સ્ટીલ કંપનીમાં ભઠ્ઠી ઉભરાતા ભઠ્ઠીમાં પીગળેલું સ્ટીલ ઉભરાતા 7 શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન આજે સવારે 3 કામદારોનું મોત નિપજ્યા હતા.  જ્યારે 4 શ્રમિકોની હાલત ગંભીર હોવાનો હોસ્પિટલે દાવો કર્યો હતો. 

ગત મોડી રાત્રે બની હતી ઘટના
ગત રોજ મોડી રાત્રીનાં સુમારે કચ્છનાં અંજાર વિસ્તારમાં આવેલ કેમો સ્ટીલ કંપનીમાં મોડી રાત્રીનાં સુમારે મોટી દુર્ઘટનાં સર્જાવા પામી હતી.  જેમાં સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા 7 જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. ત્યારે અચાનક જ ભઠ્ઠી ઉભરાઈ જતા નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા કામદારોને તાત્કાલિક અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

વધુ વાંચોઃ 'બધા દારૂ પીને મર્યા, પોલીસ ધ્યાન જ નથી આપતી', લીહોડા ગામના સરપંચનો આક્ષેપ, SPએ કહ્યું 'PIની ભૂલ હશે તો પગલાં લેવાશે'

પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાં સ્થળે પહોંચી
કચ્છના અંજારના બૂઢારમોરામાં આવેલ KEMO Steel કંપનીમાં દુર્ઘટના સામે આવી છે. વિગતો મુજબ સ્ટીલ પિગળાવતી વખતે ભઠ્ઠી ઉભરાઈ જતા દુર્ઘટના સામે આવી હતી. જેમાં ગરમ સ્ટીલ બહાર આવી જતાં મજૂરોનાં ગંભીર રીતે દાઝી ગયા હતા. આ તરફ ચારની હાલત અત્યંત નાજુક હોવાના કારણે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે. પ્રાથમિક વિગતો મુજબ અન્ય છ લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઘટનાને લઈ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ