બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / 3 presidents changed in last 10 years, yet why Congress failed to stop BJP's Vijayarath, understand in these 3 reports

રાજકારણ / છેલ્લાં 10 વર્ષમાં 3-3 અધ્યક્ષ બદલાયા, છતાંય ભાજપના વિજયરથને રોકવામાં કોંગ્રેસ કેમ અસફળ, સમજો આ 3 રિપોર્ટ્સમાં

Megha

Last Updated: 11:34 AM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 10 વર્ષમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની આ 13મી મોટી હાર છે, આ સિલસિલો 2013ની વિધાનસભા ચૂંટણીથી શરૂ થયો, ત્યારે રાહુલ ગાંધીએ કોંગ્રેસ માટે જીતની ફોર્મ્યુલા શોધી હોવાનો દાવો કર્યો હતો.

  • પાંચમાંથી ચાર રાજયો કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે 
  • રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીની આ 13મી મોટી હાર છે 
  • 2013 માં રાહુલ ગાંધીએ જીતની ફોર્મ્યુલા શોધી હોવાનો દાવો કર્યો હતો

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે અને ફક્ત તેલંગાણામાં ફર્કર બનાવી સરકાર બનાવી શકે છે. મહત્વનું છે કે છેલ્લા 10 વર્ષમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીની આ 13મી મોટી હાર છે. 

Topic | VTV Gujarati

2013 માં રાહુલ ગાંધીએ જીતની ફોર્મ્યુલા શોધી હોવાનો દાવો કર્યો હતો
થોડા પાછળ જઈએ તો હારનો આ સિલસિલો 2013ની મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીથી શરૂ થયો હતો અનેએ એ સમયે રાહુલ ગાંધીએ કોંગ્રેસ માટે જીતની ફોર્મ્યુલા શોધી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ 10 વર્ષ બાદ પણ કોંગ્રેસ જીતની ફોર્મ્યુલા શોધી શકી નથી. મહત્વનું છે કે આ ફોર્મ્યુલા શોધવા માટે છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસના ત્રણ રાષ્ટ્રીય અધ્યક્ષ બદલવામાં આવ્યા અને 2 સંગઠન મહાસચિવને પણ રજા આપવામાં આવી હતી સાથે જ ઘણી વખત ગઠબંધનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે એમ છતાં ભાજપના વિજયી રથને કોંગ્રેસ રોકી શકી નથી. 

હવે પ્રશ્ન એ છે કે કોંગ્રેસ છેલ્લા 10 વર્ષથી જીતની ફોર્મ્યુલા કેમ શોધી શકી નથી? તો કોંગ્રેસની જ 3 રિવ્યુ કમિટીના અહેવાલ પરથી આપણે આ વિશે સમજીએ.. 

Rahul Gandhi visited Wayanad parliamentary constituency

એન્ટોની કમિટિ રિપોર્ટ
2014 લોકસભા ચૂંટણીમાં હાર બાદ, સોનિયા ગાંધીએ એ.કે. એન્ટોનીએ તેમની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી હતી. આ સમિતિએ 2014ના અંતમાં તેનો રિપોર્ટ સોનિયા ગાંધીને સોંપ્યો હતો. સમિતિએ પોતાના અહેવાલમાં દિશાવિહીન પ્રચાર, સંગઠનમાં જૂથવાદ અને મોટા નેતાઓની ચૂંટણી રણનીતિને હાર માટે જવાબદાર ગણાવી હતી. અહેવાલો અનુસાર એ સમયે એન્ટોની કમિટીએ કોંગ્રેસને ફરી ચૂંટણી રણમેદાનમાં ઉતરવા માટે હાઈકમાન્ડને ઘણા સૂચનો આપ્યા હતા. જેમ કે રાજ્યના સંગઠનમાં મજબૂત નેતાઓને સ્થાન આપવું જોઈએ. સોફ્ટ હિન્દુત્વની વ્યૂહરચના અપનાવવી જોઈએ અને ટિકિટનું વિતરણ ચૂંટણીની જાહેરાત પહેલા થવું જોઈએ, જેથી છેલ્લી ક્ષણે ખોટો સંદેશો ન જાય. 

ઉમાશંકર દીક્ષિત રિપોર્ટ
નોંધનીય છે કે આ અહેવાલ ઘણો જૂનો છે પરંતુ પહેલીવાર ઉમાશંકર દીક્ષિતે પોતાના અહેવાલમાં ઉત્તર ભારતમાં કોંગ્રેસની કટોકટી વિશે જણાવ્યું હતું. 1989માં હાર બાદ ઉમાશંકર દીક્ષિતનો રિપોર્ટ કોંગ્રેસ વર્કિંગ કમિટિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો પણ કોંગ્રેસે ક્યારેય આ અહેવાલનો અમલ કર્યો નથી. સત્તામાં આવતાની સાથે જ પાર્ટી આ રિપોર્ટને ભૂલી ગઈ હતી. આ રિપોર્ટમાં દીક્ષિત સમિતિએ કોંગ્રેસના સક્રિય કાર્યકરો પર દેખરેખ રાખવા, બ્લોક અને રાજ્ય સ્તરે ચૂંટણીઓ દ્વારા સંગઠન તૈયાર કરવા અને રાષ્ટ્રીય સ્તરે તમામ મુખ્ય પદો માટે ચૂંટણી યોજવાની ભલામણ કરી હતી. 

ઉદયપુર ડિક્લેરેશન રિપોર્ટ 
2022માં યુપી, પંજાબ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસે રાજસ્થાનના ઉદયપુરમાં એક ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું. પાર્ટીએ આ શિબિરમાં રાજકીય ઠરાવ પસાર કર્યો હતો, જેને ઉદયપુર ડિક્લેરેશન કહેવામાં આવે છે. આ રિપોર્ટ કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે ઉદયપુર જાહેરનામા હેઠળ કેટલાક કડક નિયમો લાગુ કરવાની વાત કરી હતી. આ મુજબ સંસ્થામાં 50 ટકા પોસ્ટ 50 વર્ષથી નીચેના યુવાનોને આપવામાં આવશે. ચૂંટણી દરમિયાન એક પરિવારમાંથી એક જ ટિકિટ આપવામાં આવશે. ચૂંટણીના 3 મહિના પહેલા ટિકિટની જાહેરાત કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ સંસ્થામાં એક પદ કરતાં વધુ ટર્મ સુધી રહી શકશે નહીં.  જો કે દોઢ વર્ષ વીતી જવા છતાં આ ફોર્મ્યુલાનો અમલ થયો નથી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પોતે બે ખાલી પદો પર બેઠા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ