બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / 3 accused including BJP leader arrested in Vankaner Bogus Tolanaka case

કાર્યવાહી / વાંકાનેર બોગસ ટોલનાકા કેસમાં BJP નેતા સહિત 3 આરોપીઓની ધરપકડ, મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર

Vishal Khamar

Last Updated: 11:18 AM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીનાં વાંકાનેરમાં બોગસ ટોલનાકા કેસની તપાસમાં મોટો ધડાકો થવા પામ્યો છે. ત્યારે ટોલનાકા કેસમાં ભાજપના આગેવાન સહિત 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. અત્યાર સુધી બોગસ ટોલનાકા મામલે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.

  • મોરબીના વાંકાનેરમાં બોગસ ટોલનાકા કેસની તપાસમાં મોટો ધડાકો
  • ટોલનાકા કેસની તપામાં ભાજપના આગેવાન સહિત 3 આરોપીની ધરપકડ
  • બોગસ ટોલનાકા મામલે 6 શખ્સો સામે નોંધાઇ હતી ફરિયાદ 

મોરબીનાં વાંકાનેરમાં બોગસ ટોલનાકા કેસની તપાસમાં પોલીસ દ્વારા ભાજપનાં આગેવાન સહિત 3  આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે ભાજપ નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે. બોગસ ટોલનાકા મામલે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. ટોલનાકા કેસનાં મુખ્ય આરોપી અમરશી પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તેમજ અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. 

ટોલનાકા કેસનાં મુખ્ય આરોપી અમરશી પટેલ પોલીસ પકડથી દૂર
મોરબીનાં વાંકાનેર હાઈવે પર નકલી ટોલનાકા મામમલે પોલીસે રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલાની ધરપકડ કરી હતી.  ત્યારે મોરબી-વાંકાનેર હાઈવે પર સિદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામભાઈનાં પુત્ર અમરશીભાઈએ ફેક્ટરી ભાડે રાખી નકલી ટોલનાકુ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે દોઢ વર્ષ સુધી નકલી ટોલનાકાથી કરોડો રૂપિયા ઉઘરાવનારા અમરશીભાઈ હજુ પોલીસ પકડથી દૂર છે. 

કેવી રીતે કરતા હતા કર ચોરી
મોરબીનાં વાંકાનેરમાં વઘાસિયા ટોલનાકાની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ટોલનાકું ધમધમી રહ્યું છે.  ત્યારે આ નેશનલ હાઈવે પરથી રોજનાં હજારો વાહનો પસાર થાય છે. ત્યારે કેટલાક વાહન ચાલકો ટોલ બનાવવા માટે બાજુનાં ગામમાંથી પસાર થાય છે. ત્યારે વાહન ચાલકોની આ કર ચોરી કરવાની ટેવનાં કારણે કેટલાક અસામાજી તત્વો દ્વારા કમાણી કરવાનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે ટોલનાકા નજીક બંધ કારખાનામાંથી રસ્તો કાઢી ટોલ ઉઘરાવવામાં આવતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 

વ્હાઈટ હાઉસ સિરામિકના કારખાનામાંથી ગેરકાયદેસર રીતે રસ્તો બનાવાયો
મોરબીનાં વાંકાનેર વઘાસિયા ટોલનાકાની બાજુમાં ગેરકાયદે ટોલનાકું બનાવાયું હતું. ત્યારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા વ્હાઈટ હાઉસ સિરામિકનાં કારખાનામાંથી ગેરકાયદેસર રીતે રસ્તો બનાવાયો હતો. આ રસ્તા પર રવિરાજસિંહ અને હરવિંરસિંહ નામનાં બે શખ્શો ટોલનાકુ ચલાવતા હતા. કારખાનેદારની પણ આ ગેરદાયકે ટોલનાકું બનાવવામાં સંડોવણીની શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ