બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / 25000 rc books in ahmedabad rto waiting for vhicle owners here are the details

અમદાવાદ / RC બુક વગર જ બિનદાસ્ત વાહનો હંકારી રહ્યા છે હજારો વાહનચાલકો, RTO કચેરીનું કબાટ ઉભરાયું

Mayur

Last Updated: 08:22 PM, 30 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad માં હજારો વાહનચાલકો RC Book વગર વાહનો ચલાવી રહ્યા છે. જેના કારણે RTO ઓફિસનું આખું કબાટ આવી આરસી બુકથી ભરાઈ ગયું છે.

  • ૨૫,૦૦૦થી વધુ RC Book કબાટમાં RTO ધૂળ ખાઈ રહી છે 
  • અમદાવાદ આરટીઓમાં વર્ષોથી જોઈ રહી છે રાહ 
  • બેદરકાર વાહનમાલિકો આરસી બુક વગર જ ફેરવે છે વાહનો 

આરટીઓ કચેરીમાં પરત આવેલી આરસી બુકથી કબાટ ભરાયું
અમદાવાદ આરટીઓમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ૨૫,૦૦૦થી વધુ આરસી બુક પોતાનાં વાહન માલિકની રાહ જોઈ રહી છે. આરટીઓના કબાટમાં ધૂળ ખાઈ રહેલી આ તમામ આરસી બુક છેલ્લાં કેટલાંક વર્ષમાં પેન્ડિંગ લિસ્ટમાં ઊમેરાતી ગઈ છે. નવું વાહન ખરીદ્યા પછી આર.સી. બુક મેળવવાનું ભૂલી ગયેલા અથવા તો બુકનું મહત્ત્વ જ ન સમજતા હજારો વાહનચાલકો આરસી બુક વિના જ રસ્તા પર વાહન હંકારી રહ્યા છે કે જેઓ ટ્રાફિક પોલીસ પકડે તો દંડ ભરીને આશ્વાસન લઇ લે છે.

આવા બેદરકાર વાહન માલિકોને આરટીઓ આરસી બુક લઈ જવા માટે વારંવાર જાણ કરી રહી છે. છતાં કેટલાક લોકો વાહન ખરીદ્યા બાદ નહીં મળેલી આરસી બુક લેવા જ આવતા નથી. જોકે કેટલાંક વાહન માલિકો મેસેજ મળ્યા     પછી કચેરીએ આવીને આરસી બુક લઈ પણ જાય છે પરંતુ તેની સંખ્યા નજીવી છે

તંત્રે મેસેજ કર્યા પણ પરિણામ નજીવું

સામાન્ય રીતે વાહન વેચતી વખતે જ આરસી બુકની જરૂરિયાત પડતી હોવાથી ઘણા વાહન માલિકોની આરસી બુક લેવા નહીં જવાની બેદરકારી સામે આવી રહી છે. વર્ષ ૨૦૨૨ સુધીની અંદાજે હજારો આરસી બુક હાલમાં ધૂળ ખાઈ રહી છે. કચેરીએ આવા વાહન માલિકોને અપીલ કરી છે કે, આરટીઓ કચેરી આવી પોતાની આરસી બુક લઈ જાય. ટેક્સ્ટ મેસેજ દ્વારા પણ વાહન માલિકોને સમયાંતરે જાણ કરવામાં આવતી રહે છે.
આરસી બુક એ વાહન     નોંધણીનો પુરાવો છે. જે મોટર વાહનનાં રજિસ્ટર તરીકે કાર્ય કરે છે. રસ્તા પર અથવા જાહેર સ્થળે મોટર વાહનો ચલાવવા માટે વાહન નોંધણી ફરજિયાત     છે. ડ્રાઇવિંગ લાઇસન્સની જેમ, જ પોતાનાં વાહનમાં     મુસાફરી કરતી વખતે વાહનચાલકે આરસી બુક પોતાની સાથે રાખવી જોઈએ. નવાં વાહન ખરીદાયાં પછીના તમામ દસ્તાવેજો     એક વાર આરટીઓ ઓફિસમાં રજૂ થાય ત્યાર બાદ જ આરસી બુક અથવા સ્માર્ટકાર્ડ વાહન માલિકને ઈશ્યૂ થાય છે.

ઘરનાં સરનામાં કે મોબાઈલ નંબરમાં ભૂલને લીધે વાહન માલિક સુધી પહોંચતી નથી
આરટીઓમાં પરત આવતી આરસી બુક પાછળનું મુખ્ય કારણ સરનામાં કે મોબાઈલ નંબરની ભૂલ હોય છે. વાહન માલિક જે સરનામું આપે એમાં ભૂલ હોવાને લીધે પોસ્ટ વિભાગ આરટીઓમાં જે તે આરસી બુક મોકલી આપે છે. વાહન માલિકનો મોબાઈલ નંબર પણ અધૂરો કે ખોટો હોય તો તકલીફ વધી જાય છે. ક્યારેક વાહન માલિક સ્થળ બદલી નાખે છે. મકાન અથવા શહેર બદલી નાખે છે અને બેદરકારીમાં આરસી બુક મેળવવા માટેનું ફોલોઅપ ભૂલી જાય છે. આવા સંજોગોમાં તેની આરસી બુક કચેરીમાં પરત આવે છે. હાલ આરટીઓમાં આવી આરસી બુકનો ઢગલો થઈ ગયો છે. આરસી બુક ડિસ્પેચનું કામ આખા રાજ્યમાં અમદાવાદથી જ થાય છે. જે સીધી વાહન માલિકના ઘરે જ પહોંચી જાય છે, પણ પરત આવતી આરસી બુક સ્થાનિક આરટીઓમાં મોકલી આપવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ