બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2500 vehicle dealers in Gujarat ordered to check there

એક્શન / હવેથી નંબર પ્લેટ વિનાનું વ્હીકલ વેચ્યું તો ગયા કામથી, ગુજરાતમાં 2500 વાહન ડીલરોને ત્યાં તપાસના આદેશ

Priyakant

Last Updated: 09:47 AM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RTO Latest News : વાહન ડીલરોને ત્યાં RTO કરશે તપાસ, નંબર પ્લેટ વગર વાહન વેચનાર સામે થશે કાર્યવાહી, ગ્રાહકો પાસેથી વધુ નાણાં લેતા હોવાની ઉઠી હતી ફરિયાદ

RTO News : આપણે ત્યાં ગત વર્ષથી નંબર પ્લેટ આવ્યા બાદ જ ખરીદેલું વાહન મળશે તે નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, રાજ્યમાં નંબર પ્લેટ વગર વાહન વેચનાર વાહન ડીલરોની તપાસ કરવામાં આવશે. વિગતો મુજબ ડીલરો ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા લેતા હોવાની ફરિયાદો બાદ તંત્ર દ્વારા રાજ્યના આશરે 2500 વાહન ડીલરોને ત્યા તપાસના આદેશ આપ્યા છે. જેથી હવે રાજ્યમાં વાહન ડીલરોને ત્યાં તપાસ કરવા RTOને આદેશ કરાયા છે. 

ફાઇલ તસવીર

રાજ્યમાં વાહન ડીલરોને ત્યાં તપાસના આદેશ
ગુજરાતમાં આશરે 2500 વાહન ડીલરોને ત્યાં હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, નંબર પ્લેટ વગર વાહનનુ વેચાણ કરતા ડીલરોને ત્યા તપાસ થશે. આ અગાઉ એવી ફરિયાદ મળી હતી કે, ડીલરો ગ્રાહકો પાસેથી વધુ નાણા લઈ રહ્યા છે. જેથી હવે રાજ્યમાં 2500 વાહન ડીલરોને ત્યાં તપાસ થશે અને જો નંબર પ્લેટ વગર વાહન વેચાયુ હશે તો કાર્યવાહી થશે.

વધુ વાંચો: ગુજરાતમાં ભર ઉનાળે ચૂંટણી યોજાતા રાજકીય પક્ષો ટેન્શનમાં, મતદારો બૂથ સુધી કઇ રીતે પહોંચે તે માટેની કવાયત શરૂ

નોંધનિય છે કે, ગત વર્ષે જ સમાચાર સામે આવ્યા હતા કે, હવેથી નંબર પ્લેટ આવ્યા બાદ જ મળશે ખરીદેલુ વાહન તમને મળશે. નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. RTO પાસેથી કામ લઈને ડીલરોને સોંપાતા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા  હતા. મહત્વનું છે કે, પહેલા વાહન ખરીદી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા. હવે વાહન રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ