બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / 24 year old batsman made world record, hit 6 consecutive sixers in one over

વર્લ્ડ રેકોર્ડ / 6,6,6,6,6,6...24 વર્ષના બેટરનો વર્લ્ડ રેકોર્ડ, એક ઓવરમાં ફટકાર્યા છ છગ્ગા

Vishal Dave

Last Updated: 08:32 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળ ક્રિકેટ ટીમના 24 વર્ષના બેટ્સમેને પોતાના બેટથી ગર્જના કરી અને કતારમાં એક જ ઓવરમાં સતત છ છગ્ગા ફટકારીને ઈતિહાસ રચી દીધો

જ્યારે પણ એક ઓવરમાં છ સિક્સર મારવાની વાત આવે છે ત્યારે સૌથી પહેલા મનમાં એ સિક્સર્સ આવે છે જે યુવરાજ સિંહે 2007 T20 વર્લ્ડ કપમાં સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં ફટકારી હતી. હવે આ યાદીમાં નેપાળના એક બેટ્સમેનનું નામ પણ સામેલ થઈ ગયું છે. દીપેન્દ્ર સિંહે કતાર સામે એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા.

ક્રિકેટના મેદાન પર જ્યારે બેટ્સમેન સિક્સર મારતા જોવા મળે છે ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા કે ઘરમાં ટીવી સ્ક્રીન પર મેચ જોતા દરેક વ્યક્તિના ચહેરા પર એક અલગ જ સ્મિત દેખાય છે. સિક્સર અને ફોર વગરની ક્રિકેટ મેચમાં રોમાંચ નથી હોતો. જ્યારે પણ એક ઓવરમાં સતત 6 સિક્સર મારવાની વાત આવે છે, ત્યારે ભારતમાં દરેકના મગજમાં સૌથી પહેલી તસ્વીર યુવરાજ સિંહની આવે છે.. જેણે વર્ષ 2007માં T20વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડને પછાડીને એક સિદ્ધિ હાંસલ કરી હતી.

 

યુવરાજ સિંહને પાછળ છોડી દીધો

પરંતુ હાલમાં જ નેપાળ ક્રિકેટ ટીમના 24 વર્ષના બેટ્સમેને પોતાના બેટથી ગર્જના કરી અને કતારમાં એક જ ઓવરમાં સતત છ છગ્ગા ફટકારીને ઈતિહાસ રચી દીધો. આ ખેલાડીનું નામ છે દીપેન્દ્ર સિંહ એરી, જેણે એક જ ઓવરમાં 6 છગ્ગા ફટકારીને એક કેસમાં યુવરાજ સિંહને પાછળ છોડી દીધો હતો.

દિપેન્દ્ર સિંહ એરીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

વાસ્તવમાં, દીપેન્દ્ર સિંહ એરી T20Iના ઇતિહાસમાં એક ઓવરમાં બે વખત છ છગ્ગા મારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. દીપેન્દ્ર સિંહ એરીએ આ પહેલા યુવરાજ સિંહનો T20I ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે એશિયા કપ 2023માં મંગોલિયા સામે માત્ર 9 બોલમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે યુવરાજે 12 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.

આ પણ વાંચોઃ સૂર્યકુમારે કેમેરો તોડ્યો, લોકોએ કહ્યું આવો પરફેક્ટ શૉટ નથી જોયો, જુઓ વીડિયો

21 બોલનો સામનો કરીને 64 રનની ઇનિંગ

દીપેન્દ્ર સિંહ એરીએ 21 બોલનો સામનો કરીને 64 રનની ઇનિંગ રમી હતી, જેના કારણે નેપાળની ટીમે 7 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. T20I ક્રિકેટમાં એક ઓવરમાં 6 સિક્સ મારનાર યુવરાજ સિંહ અને કિરોન પોલાર્ડ પછી દીપેન્દ્ર સિંહ ત્રીજો બેટ્સમેન બન્યો છે.

આ પહેલીવાર નથી જ્યારે દીપેન્દ્રએ T20 ક્રિકેટમાં મોટી સિદ્ધિ મેળવી હોય. આ પહેલા દીપેન્દ્રના બેટે એશિયન ગેમ્સમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મંગોલિયા સામેની મેચમાં તેણે માત્ર 9 બોલમાં ફિફ્ટી ફટકારી હતી, જે T20Iમાં સૌથી ઝડપી ફિફ્ટી છે. આ મામલે તેણે 2007ના T20 વર્લ્ડ કપમાં 12 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરનાર યુવરાજ સિંહને પાછળ છોડ્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ