ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / 22 transgender men gave birth in one year in australia according to a report

OMG / અહીંયા એક વર્ષની અંદર 22 પુરુષોએ બાળકોને આપ્યો જન્મ, લોકો ઊઠાવી રહ્યા છે આ પ્રશ્ન

Published By: Krupa

Last Updated: 03:31 PM, 12 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુરુષ પણ બાળક પેદા કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં એક શોધ કરવામાં આવી છે, જ્યાં ખુલાસો થયો છે કે અહીંયા એક વર્ષની અંદર 22 પુરુષોએ બાળકોને જન્મ આપ્યો છે.

ADVERTISEMENT

આપણા સમાજમાં સામાન્ય રીતે મહિલાઓ બાળકોને પેદા કરે છે. કહેવાય છે કે બાળકોને પેદા કરવાનો કષ્ટ માત્ર મહિલાઓ સમજી શકે છે. પરંતુ હવે આવું નથી. કારણ કે હવે સમાજમાં માત્ર મહિલાઓ નહીં પરંતુ પુરુષ પણ બાળક પેદા કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં એક શોધ કરવામાં આવી છે, જ્યાં ખુલાસો થયો છે કે અહીંયા એક વર્ષની અંદર 22 પુરુષોએ બાળકોને જન્મ આપ્યો છે. 

ઓસ્ટ્રેલિયાના ડિપાર્ટમેન્ટ ઓફ હ્યૂમન સર્વિસે જન્મ દરનો આંકડો જારી કર્યો છે. આ આંકડા પ્રમાણે અહીંયા વર્ષ દરમિયાન 22 પુરુષોએ બાળકોને જન્મ આપ્યો છે. આ તમામ પુરુષ ટ્રાન્સજેન્ડર છે. આ તમામનું નામ એ 228 પુરુષોની સૂચીમાં સામેલ થઇ ગયું છે જેમને છેલ્લા 10 વર્ષમાં બાળકને જન્મ આપી ચુક્યા છે. 

1993થી લઇને 2009 સુધી પુરુષો દ્વારા જન્મ આપવાને લઇને આ પહેલા કોઇ સત્તાવાર આંકડો જારી થયો નથી. 30 વર્ષીય ટ્રાન્સજેન્ડરે ફ્રેડી મેકકોનેલે તાજેતરમાં એક પુત્રને જન્મ આપ્યો છે. એને લઇને એક મીડિયાએ ડોક્યૂમેન્ટ્રી તૈયાર કરી હતી, જેને 2019 મેલબર્ન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી હતી. 

લિંગ પરિવર્તન કરાવીન પુરુષ બન્યા બાદ પણ બાળકને જન્મ આપવાના મામલા સામે આવ્યા બાદ કેટલાક લોકોએ એ પુરુષોની મર્દાનગી પર જ પ્રશ્ન ઊઠાવ્યા છે, જેમને બાળકોને જન્મ આપ્યા છે. લોકોનું કહેવું છે કે જો કોઇ પુરુષ બાળકને જન્મ આપે છે એનો અર્થ એ કે તે પુરુષ હોઇ શકે નહીં. 

જો કે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન યૂનિવર્સિટીનું કહેવું છે કે મર્દાનગીનો અર્થ અલગ અળગ લોકો માટે અલગ અલગ હોય છે. મને વિશ્વાસ છે કે તમારી મર્દાનગી તમારા કાર્યાલયના કોઇ અન્ય વ્યક્તિથી અલગ હશે. જે પુરુષ બાળકને જન્મ આપે છે, એમને કદાચ એમાં કોઇ પરેશાની થતી હશે નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

Australia OMG Transgender ઓસ્ટ્રેલિયા ટ્રાન્સજેન્ડર પુરુષ OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ