બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / 2 policemen and 1 doctor commit suicide: Why are educated youth losing patience? Reason warning

મહામંથન / 2 પોલીસકર્મી અને 1 ડૉક્ટરનો આપઘાત: ભણેલા-ગણેલા યુવાઓમાં ધીરજ કેમ ખૂટી રહી છે? કારણ ચેતવતું

Vishal Khamar

Last Updated: 10:11 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ વિભાગમાં અલગ-અલગ કારણોથી ચર્ચામાં છે. ચર્ચાનાં કેન્દ્રમાં મોટાભાગે વિવાદ થયો છે. શિસ્ત માટે જાણીતી પોલીસના પાયામાં લૂણો કેમ લાગ્યો? છેલ્લા થોડા દિવસમાં પોલીસકર્મીઓ વિવાદમાં આવવાના બનાવ વધ્યા છે. કેટલાક કારણો અંગત હતા. પરંતું પોલીસની છબી ખરડાતી હતી. વિવાદ એવા હતા. જેમાં પોલીસ સામે સીધા સવાલ ઉભા થાય. બનાવ એવા હતા. જેનાથી પોલીસની સારી છબીને ફટકો પહોંચે. પોલીસ વિભાગે ઈમેજ બ્રાન્ડિંગ અંગે ફેરવિચાર કરવાની જરૂર છે.

શિસ્ત જેની ઓળખ છે એ વિભાગ ચર્ચામાં છે અને એ પણ વિવાદીત કારણોથી. વાત થઈ રહી છે રાજ્યના સંનિષ્ઠ એવા પોલીસ વિભાગની. છેલ્લા કેટલાક સમયથી એવા બનાવ સામે આવ્યા જેમાં ભોગ બનનારની પીડા પાછળ પોલીસકર્મી જવાબદાર હોય અથવા તો પોલીસકર્મી પોતે જ પીડિત હોય. તાજેતરના જ બનાવ પોલીસ વિભાગની ઈમેજ સામે સવાલ ઉભા કરનારા છે, પછી એ મહિલા તબીબ વૈશાલી જોષીનો આપઘાત કેસ હોય કે જેમાં સુસાઈડ નોટમાં PI બી.કે.ખાચરનું નામ લખવામાં આવ્યું હોય, તો બીજી તરફ સુરતનો જ બે દિવસ પહેલાનો મહિલા કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરીનો આપઘાત કેસ છે કે જેમાં મહિલાએ આપઘાત પાછળ પોતાના જ સાથી પોલીસકર્મી સાથેના સંબંધમાં દગાને કારણભૂત ગણાવ્યો છે. આ તો તાજેતરના કિસ્સા થયા કે જેમાં પોલીસકર્મી પણ ભોગ બનવાની સ્થિતિમાં છે. ભૂતકાળમાં એવા પણ કિસ્સા છે કે જેમાં પોલીસકર્મી ખાખી વર્દીને દાગ લગાવે એવી ભૂમિકામાં હોય. સસ્પેન્ડેડ PSI તરલ ભટ્ટ તોડકાંડ કેસ હોય કે પછી જૂનાગઢના હર્ષિલ જાધવના અપમૃત્યુ કેસમાં જવાબદાર પોલીસકર્મી હોય. આવા બધા કેસ એક સામાન્ય સવાલ પૂછવા મજબૂર કરે છે કે શિસ્તમાં રહેતું પોલીસદળ વિવાદીત કારણોસર ચર્ચામાં કેમ આવે છે. એવું શું અજુગતુ બને છે કે પોલીસકર્મી કાં તો આપઘાત કરે, કાં તો અનૈતિક આચરણ કરે અથવા તો પોલીસકર્મીના લીધે કોઈ વ્યક્તિ કે પરિવાર ભોગ બને અને તેના પર આભ તૂટી પડે. આવી સ્થિતિ, આવા બનાવ છેલ્લા થોડા દિવસોમાં કેમ વધ્યા

તાજેતરના બનાવ ચર્ચામાં 

18 માર્ચ 

સુરત
મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો
મહિલાને અન્ય પોલીસકર્મી સાથે સંબંધ હતા

અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં મહિલા ડૉક્ટરના આપઘાત મામલે PIને બચાવવા પોલીસ  મેદાને, કહ્યું 'બંને વચ્ચે મનદુઃખ થતા...' | Allegation on PI Khachar in the  case of woman's ...
વૈશાલી જોષી 

6 માર્ચ 

અમદાવાદ
મહિલા તબીબનો ક્રાઈમબ્રાંચની કચેરીમાં જઈ આપઘાત
આપઘાત પાછળ PI સાથેનો પ્રેમસંબંધ કારણભૂત

1 માર્ચ 

અમદાવાદ
મહિલા પોલીસકર્મીનો આપઘાત
મહિલાએ પોતાના પરિણીત પ્રેમીના ત્રાસથી આપઘાત કર્યો
બાદમાં મહિલાના પ્રેમીએ પણ કર્યો આપઘાત

  • પોલીસ વિભાગ અલગ-અલગ કારણોથી ચર્ચામાં
  • ચર્ચાના કેન્દ્રમાં મોટેભાગે વિવાદ
  • શિસ્ત માટે જાણીતી પોલીસના પાયામાં લૂણો કેમ લાગ્યો?

તાજેતરના બનાવ શું સંકેત આપે છે?
તાજેતરમાં 3 એવા બનાવ બન્યા જેમાં મહિલાએ આપઘાત કર્યો હોય. મહિલાના આપઘાત પાછળ પ્રેમસંબંધ જવાબદાર હતો. પ્રેમસંબંધમાં થતી માનસિક પ્રતાડના જવાબદાર હતી
આપઘાત કરનાર બે મહિલા પોલીસકર્મી હતી. સુરત અને અમદાવાદમાં મહિલા પોલીસકર્મીને તેના જ સહકર્મી સાથે સંબંધ હતા. સુરતની હર્ષિનાએ અન્ય પોલીસકર્મી સાથેના સંબંધથી કંટાળીને આપઘાત કર્યો.સુરતની મહિલા કોન્સ્ટેબલે સુસાઈડ નોટમાં સંબંધમાં દગો અનુભવ્યાનું લખ્યું. અમદાવાદની પાલડીની મહિલા કોન્સ્ટેબલે પરિણીત પુરૂષ સાથેના સંબંધમાં આપઘાત કર્યો. તાજેતરમાં મહિલા તબીબ ડૉ.વૈશાલીના આપઘાતમાં પણ પોલીસકર્મીનું નામ આવ્યું. ક્રાઈમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં PI બી.કે.ખાચર ફરજ બજાવતા હતા. બી.કે.ખાચર અને વૈશાલી જોષીને ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચય થયો હતો.છેલ્લા ઘણા વર્ષથી બંને પ્રેમસંબંધમાં હતા. છેલ્લા છ મહિનાથી PI ખાચરે સંબંધ તોડી નાંખ્યા હતા. તમામ બનાવમાં અજુગતા બનાવ પાછળ કોમન કડી પોલીસકર્મી છે. ભોગ બનનાર અથવા તો દુષ્પ્રેરણા માટે જવાબદાર પોલીસકર્મી છે.

  • તાજેતરમાં 3 એવા બનાવ બન્યા જેમાં મહિલાએ આપઘાત કર્યો હોય
  • મહિલાના આપઘાત પાછળ પ્રેમસંબંધ જવાબદાર હતો
  • પ્રેમસંબંધમાં થતી માનસિક પ્રતાડના જવાબદાર હતી

વિવાદને કારણે ખાખી ચર્ચામાં!
2023 

  • જેતપુરની મહિલા કોન્સ્ટેબલના આપઘાતનો કેસ ચર્ચામાં
  • દયાબેન સરિયા નામની મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો હતો
  • 3 સાથી કોન્સ્ટેબલના ત્રાસને જવાબદાર ઠેરવ્યો હતો

2023

  • પોલીસ કોન્સ્ટેબલ કિરણ લકુમે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
  • નવાઈ એ હતી કે પોલીસકર્મીના પરિવારજનોએ પણ કોઈ વાંધો ન લીધો

2022

  • કુલદીપસિંહ યાદવ નામના પોલીસકર્મીએ પરિવાર સાથે આપઘાત કર્યો
  • અંતિમ લખાણમાં ગ્રેડ-પેના મુદ્દા અંગે લખ્યું હતું

2021

  • પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે આપઘાત કર્યો
  • ઉમેશ ભાટીયા નામના કર્મચારીએ પોતાને ગોળી મારીને આપઘાત કર્યો

2019

  • ફાલ્ગુની શ્રીમાળી નામની મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો
  • 11 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો

2018

  • કરાઈ એકેડમીમાં તાલિમાર્થી PSI દેવેન્દ્રસિંહ રાઠોડે આપઘાત કર્યો
  • આપઘાત પાછળ ઉપરી અધિકારીનો ત્રાસ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ