ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / 17-year-old boy marries in classroom with mangalsutra and vermilion, video goes viral

OMG / મંગલસૂત્ર અને સિંદૂર લઈ 17 વર્ષના છોકરાએ ક્લાસરૂમમાં કર્યા લગ્ન, વિડીયો વાયરલ થતાં ખળભળાટ

Published By: Nirav

Last Updated: 09:07 PM, 6 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સગીર છોકરા-છોકરીએ સ્કૂલના ક્લાસરૂમમાં જ લગ્ન કરી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વર્ગખંડમાં લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ધ હિન્દુમાં પ્રકાશિત અહેવાલ મુજબ, 17 વર્ષનો છોકરો મંગલસૂત્રને પોતાની સાથે લઈ આવ્યો અને વર્ગખંડમાં તેણે યુવતીને સિંદૂર પણ લગાવ્યું હતું.

ADVERTISEMENT

  • 17 વર્ષના છોકરાએ ક્લાસરૂમમાં લગ્ન કર્યા 
  • સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ 
  • ચાઇલ્ડ મેરેજ એક્ટ હેઠળ નોંધાયો ગુનો 

ઉલ્લેખનીય છે કે, ક્લાસરૂમ માં લગ્ન કરવાનો કિસ્સો આંધ્રપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. પૂર્વ ગોદાવરી જિલ્લાના રાજમહેન્દ્રવરમ સ્થિત જુનિયર કોલેજમાં આ વિદ્યાર્થીના લગ્ન થયા હતા. પોલીસ એ બનાવ સંદર્ભે ગુનો નોંધ્યો છે.

પોલીસે આ મામલે નોંધી ફરિયાદ 

ચાઈલ્ડ મેરેજ એક્ટ 2006 હેઠળ પોલીસ એ કેસ નોંધ્યો છે અને લગ્ન કરાવનાર વ્યક્તિની શોધ કરી રહી છે. અધિકારીઓ એમ પણ કહે છે કે આ લગ્ન કાયદેસર રીતે માન્ય નથી.

અધિકારીઓએ છોકરા અને છોકરીનું કાઉન્સલિંગ કર્યું

પોલીસ અધિકારીઓએ છોકરા અને છોકરીનું કાઉન્સલિંગ પણ કર્યુ હતું. રિપોર્ટ અનુસાર, બંને ઇન્ટરમિડિયેટનો અભ્યાસ કરે છે અને ક્લાસમેટ છે. આંધ્ર પ્રદેશ મહિલા આયોગે કહ્યું છે કે તે યુવતીને રહેવા માટેનું સ્થળ પૂરું પાડશે.

કોલેજમાંથી બંન્નેને હાંકી કઢાયા

લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ અને અન્ય અધિકારીઓને આ ઘટના વિશે માહિતી મળી હતી. એવું કહેવામાં આવે છે કે અન્ય એક સગીર છોકરીએ ચિત્રો ક્લિક કર્યા. તે જ સમયે, વિદ્યાર્થી અને લગ્ન કરનારી યુવતીને કોલેજમાંથી હાંકી કાઢવામાં આવી છે અને ટ્રાન્સફર સર્ટિફિકેટ જાહેર કરાયું છે.

યુવતીના માતા-પિતાએ ઘરે મોકલવાની 

આંધ્રપ્રદેશ મહિલા આયોગના અધ્યક્ષ વસીરેડી પદ્માએ કહ્યું છે કે, યુવતીના માતા-પિતાએ તેને ઘરે પરત આવવા દીધી નહોતી. ત્યારબાદ યુવતીને કાઉન્સલિંગ માટે વન સ્ટોપ સેન્ટર પર લઈ જવામાં આવી.

સંકળાયેલા મુદ્દાઓ

Child marriage OMG viral video ચાઈલ્ડ મેરેજ એક્ટ 2006 પોલીસ OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ