બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / વડોદરા / 16,000 employees of JETCO staged a mass strike, raising the issue to Bhankara, Gandhinagar, the seat of the movement in Gujarat.

GETCO / જેટકોના 16 હજાર કર્મચારીઓએ માસ CL મુકી, ગુજરાતમાં આંદોલનના ભણકારા, ગાંધીનગર સુધી ઉઠાવ્યો મુદ્દો, આ રહી માંગ

Vishal Khamar

Last Updated: 06:51 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીજ કંપનીઓનાં ઈજનેરો- ટેકનીકલ સહિતનાં સ્ટાફ તેઓની પડતર માંગણીઓને લઈને હડતાળ પર છે. ત્યારે કર્મચારીઓની માંગ નહી સ્વીકારાતા મંત્રણાં ભાંગી પડી છે. આવતીકાલથી જેટકોનો તમામ સ્ટાફ અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે.

  • આવતીકાલથી જેટકોના તમામ સ્ટાફની અચોક્કસ મુદતની હડતાળ
  • કર્મચારીઓની માંગ નહી સ્વીકારાતા મંત્રણા પડી ભાંગી 
  • પ્રમોશન ઓર્ડર રદ કરવાની માંગ નહીં સ્વીકારાતા મંત્રણા પડી ભાંગી

 આવતીકાલથી જેટકોનાં તમામ સ્ટાફની અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. કર્મચારીઓની માંગ નહી સ્વીકારાતા મંત્રણાં ભાંગી પડી હતી. પ્રમોશન ઓર્ડર રદ્દ કરવાની માંગ નહી સ્વીકારાતા મંત્રણા પડી ભાંગી હતી.  પ્રમોશન ઓર્ડર રદ્દ કરવાની માંગ નહી સ્વીકારાતા મંત્રણાં ભાંગી પડી હતી. તમામ વીજ કંપનીઓનાં ઈજનેરો-ટેકનીકલ સહિતનો સ્ટાફ હડતાળમાં જોડાશે તો અંધારપટ્ટની સ્થિતિનાં સંકેત છે. 

7 હજાર જેટલા કર્મચારીઓ માસીએલ પર ઉતર્યા
ગુજરાત વીજ વિભાગના જેટકોના કર્મચારીઓ દ્વારા આજથી માસ સીએલ સહિત ચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરાઈ છે. જેમાં ગુજરાત માં આજે 7 હજાર જેટલા કર્મચારીઓ માસીએલ પર ઉતર્યા છે. અને આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલ પર કર્મચારીઓ ઉતરશે સૌથી મહત્વની વાત એ છે કે એક તરફ ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે ગુજરાત ભરમાં જેટકોના કર્મચારીઓ ની કોઈ ચોક્કસ સમાધાન ન થતા આજથી વીજ વિભાગના તમામ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરાયું છે. 

આવતીકાલથી અચોક્કસ મુદ્દતની હડતાળ
સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લા સહિતના કર્મચારીઓ દ્વારા વિવિધ પાંચ જેટલી માંગણીઓ મામલે માસ સીએલ ઉપર જવાની સાથે આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવી છે. જોકે આ મામલે તંત્ર દ્વારા વધુ કોઈ જલદ પગલાં લેવાય તેમ જ કોઈ કર્મચારી સામે શિસ્ત ભંગના પગલાં પણ લેવાશે તો આગામી સમયમાં ગુજરાતભરના કર્મચારીઓના સંગઠન દ્વારા ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે. ત્યારે ચોમાસાની શરૂઆતમાં થયેલું આ આંદોલન આગામી સમયમાં સમગ્ર ગુજરાતીઓ માટે પરેશાની નું કારણ બને તો નવાઈ નહીં.

મેનેજમેન્ટ દ્વારા એક પણ પ્રશ્ન નો હકારાત્મક અભિગમ મળ્યો નહિ
મહેસાણા ખાતે જેટકોનાં 16000 જેટલા કર્મીઓ માસ સીએલ પર છે. ત્યારે આજે માસ સીએલ અને આવતીકાલે અચોક્કસ મુદ્દતની હડતાળ કરશે. મહેસાણા, રાજકોટ અને ભરૂચ ઝોનનાં કર્મીઓ માસ સીએલમાં જોડાયા હતા. સોમવારે ગાંધીનગર TPS માં પડતર પ્રશ્નો અંગે મીટીંગ થઈ હતી. મેનેજમેન્ટ દ્વારા એક પણ પ્રશ્નનો હકારાત્મક અભિગમ મળ્યો નહી. માસ સીએલમાં વર્ગ 3 અને વર્ગ 4 નાં કર્મીઓ જોડાયા છે.

7 હજારથી વધુ કર્મચારીએ માસ CL મુકી
રાજકોટમાં જેટકોનાં ઈજનેરો અને લાઈનમેનની હડતાળ છે. ત્યારે 7 હજારથી વધુ કર્મચારીઓએ માસ CL મુકી છે. પ્રમોશન સેટઅપ સહિતનાં પડતર પ્રશ્નને લઈ કર્મચારીઓનું આંદોલન શરૂ કર્યું છે. ત્યારે હડતાળમાં સામેલ થનારા કર્મચારીઓ જેટકો કચેરીએ વિરોધ કરશે. પડતર પ્રશ્નોનું સમાધાન ન થવા પર ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ