બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / 1.5 lakh people got their licenses stuck due to Ahmedabad RTO mistake

હાલાકી / અમદાવાદમાં RTOનો અણઘડ વહીવટ: કોન્ટ્રાક્ટના ચક્કરમાં દોઢ લાખ લાયસન્સ અટવાયા

Malay

Last Updated: 12:30 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ RTOની ભૂલના કારણે 1.5 લાખ લોકોના લાયસન્સ અટવાયા છે. જૂની કંપનીએ વાહનચાલકોના નવા, જૂના, નામ-સરનામા સુધારા સહિતના જૂનથી ઓગસ્ટ સુધીના લાયસન્સ ડિસ્પેચ કર્યા નથી. જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.

  • અમદાવાદમાં ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવામાં ધાંધિયા
  • ભૂલ RTOની અને હાલાકી લોકોને 
  • 1.5 લાખ લોકોના લાયસન્સ અટવાયા

અમદાવાદ RTOની ભૂલના કારણે 1.5 લાખ લોકોના લાયસન્સ અટવાયા છે. જૂની કંપનીએ જૂનથી ઓગસ્ટ સુધીના લાયસન્સ ડિસ્પેચ ન કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. જૂની કંપનીએ જૂનથી ઓગસ્ટ સુધીના લાયસન્સ ડિસ્પેચ ન કરવાની સાથે જૂના લાયસન્સના ડેટાની પણ સ્પષ્ટતા કરી નથી. મહત્વનું છે કે, વાહન વ્યવહાર વિભાગે ડ્રાઈવિંગ લાયસન્સ માટે નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. એવામાં બે કંપનીના વિવાદ વચ્ચે 1.5 લાખ લોકોના લાયસન્સ અટવાયા છે.

જૂનથી સપ્ટેમ્બર સુધીના બનાવાયા નથી લાયસન્સ
વાહનચાલકોના નવા, જૂના, નામ-સરનામા સુધારા સહિતના લાયસન્સ ડિસ્પેચ થયા નથી. જૂનથી સપ્ટેમ્બર સુધીના લાયસન્સ બનાવવામાં આવ્યા નથી. જેથી વાહન વ્યવહાર વિભાગ દ્વારા લાયસન્સ બનાવવા માટે નવી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે. નવી કંપનીએ સપ્ટેમ્બર મહિના પછીના લાયસન્સ બનાવવાની કામગીરી શરૂ કરી છે. એવામાં સવાલ એ ઉભો થાય છે કે જૂનથી સપ્ટેમ્બરના લાયસન્સ ક્યારે બનશે? જૂની કંપનીએ જૂનથી ઓગસ્ટ સુધીના લાયસન્સ નથી કર્યાં ડિસ્પેચ, લાયસન્સ ડિસ્પેચ ન કરવા સાથે જૂના લાયસન્સના ડેટાની પણ સ્પષ્ટતા કરી નથી. 

RTOના ધક્કા નહીં ખાવા પડે
અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રાઈવિંગ લાયસન્સ, વાહન રજીસ્ટ્રેશન અને માલિકી ટ્રાન્સફર જેવી સુવિધાઓ માટે કેન્દ્ર સરકારે રાહત આપી છે. એવું કહેવાય છે કે, 58 એવી સુવિધાઓ સાથે જોડાયેલા કામો માટે હવે તમારે RTOના ધક્કા ખાવા પડશે નહીં. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તેના માટે લીલી ઝંડી આપી દીધી છે. મંત્રાલયે સ્વૈચ્છિક રીતે આધાર વેરિફિકેશન દ્વારા 58 સેવાઓને સંપૂર્ણપણે ઓનલાઈન કરી દીધી છે. મંત્રાલયે શનિવારે તેના માટે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે.

નોટિફિકેશન અનુસાર, આ સેવાઓ સંપર્ક રહિત અને ફેસલેસ રીતે આપવામાં આવશે. તેનાથી લોકોનો સમય બચશે અને તેનો બોઝ ઓછો થશે. સાથે જ આરટીઓની ઓફિસોમાં ભીડ ઓછી થશે. તેનાથી સરકારી કામમાં સુધારો પણ આવશે.

આ સેવાઓનો લાભ મળશે
ઓનલાઈન મળતી સેવાઓમાં લર્નિગ લાયસન્સ માટે અરજી, લર્નિંગ લાયસન્સમાં સરનામું, નામ, ફોટો, ફોટો બદલવો, ડુપ્લીકેટ લર્નિંગ લાયસન્સ, લર્નિંગ લાયસન્સ કાઢવાની જોગવાઈઓ વગેરે સામેલ. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ લાયસન્સ પરમિટ આપવા, કંડક્ટર લાયસન્સમાં સરનામા બદલવા જેવા કામો માટે પણ હવે આરટીઓ ઓફિસે જવાની જરુર નહીં પડે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ