બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / 14.72 lakh worth of drugs including drug capsules seized from Gujarat ATS and Punjab Police Changodar

તપાસ / ગુજરાતમાં 'ડ્રગ્સની ફેક્ટરી', ચાંગોદરમાં બનતી કેપ્સ્યુલ, UPના રસ્તે વેચાવા જતી: પંજાબ પોલીસ અમદાવાદથી બે આરોપીને લઈ ગઈ

Dinesh

Last Updated: 11:40 AM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: પંજાબ ડ્રગ્સ રેકેટના તાર ગુજરાત સુધી લંબાતા તપાસ કરાઈ રહી છે, ચાંગોદરની ફાર્મા ફેક્ટરીમાંથી ટ્રામાડોલ નામની દવાનો મોટો જથ્થો જપ્ત કરાયો છે

  • ડ્રગ્સ રેકેટને લઈને અમદાવાદમાં તપાસ
  • ચાંગોદરમાં ફાર્મા કંપનીમાં સર્ચ ઓપરેશન
  • પજાંબ પોલીસના ગુજરાતમાં ધામાં

 
ડ્રગ્સ રેકેટને લઈને ATS અને પંજાબ પોલીસની અમદાવાદમાં તપાસ ચાલી રહી છે. ચાંગોદરની ગ્લાસ ફાર્માસ્યૂટિકલ કંપનીમાં તપાસ કરાઈ રહી છે. ગુજરાત ATS અને પંજાબ પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્રે જણાવીએ કે, નશાયુક્ત કેપ્સુલ સહિત 14.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.  

12 શખ્સોની ધરપકડ કરવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ ડ્રગ્સ રેકેટના તાર ગુજરાત સુધી લંબાતા તપાસ કરાઈ રહી છે. ફેક્ટરીમાંથી ટ્રામાડોલ નામની દવાનો મોટો જથ્થો જપ્ત કરાયો છે. પંજાબ પોલીસ 2 આરોપીની ધરપકડ કરી તપાસ માટે સાથે લઈ ગઈ છે. આપને જણાવીએ કે, ડ્રગ્સ રેકેટમાં અત્યારસુધીમાં 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

Topic | VTV Gujarati

ડ્રગ સ્મગલરની ધરપકડ બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો
મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના આદેશ બાદ શરૂ કરાયેલા ડ્રગ્સ વિરૂદ્ધ અભિયાનમાં ફાર્મા ઓપિયોઇડ્સ સામેની એક મોટી ગુપ્ત માહિતીના આધારે પંજાબ પોલીસે ગેરકાયદેસર ઓપિયોઇડ ઉત્પાદન અને પુરવઠા એકમોના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આવેલી ફાર્મા ફેક્ટરીઓમાંથી સપ્લાય આવી રહ્યો હતો. પોલીસે દરોડામાં ગેરકાયદે ઓપીયોઇડ ઉત્પાદનનો પર્દાફાશ કર્યો છે. અમૃતસર સિટી પોલીસે પ્રિન્સ કુમાર નામના સ્થાનિક ડ્રગ સ્મગલરની ધરપકડ કર્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી.

મેજર સિંહ સુધીનો કનેક્શન
તેમણે કહ્યું કે પ્રિન્સની ધરપકડ બાદ એક મહિના સુધી લાંબી સાવચેતીપૂર્વક તપાસ પછી આ ઘટના પ્રકાશમાં આવી છે. 14500 ટ્રામાડોલ ટેબલેટની રિકવરી બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. અમૃતસર ગુરપ્રીત સિંહ ભુલ્લરે કહ્યું કે પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો કે તે ડ્રગ્સ સપ્લાય કરતો હતો, મેજર સિંહએ ગોઇંદવાલ સાહિબ જેલમાંથી મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને તેનો સંપર્ક કર્યો હતો. પોલીસે જેલની અંદરથી મેજર સિંહના કબજામાંથી એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ