બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / 13 days break on shooting due to corona virus Tollywood-Bollywood loss more than 100 crore
બધા ક્ષેત્રોની જેમ, મનોરંજન ક્ષેત્રને પણ કોરોના વાયરસના કારણે ભારે નુકસાનનો સામનો કરવાનો વારો આવી ગયો છે. હવે કલાકારો પરિસ્થિતિ સામાન્ય થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
માયાનગરીની ગતિ કોરોનાને કારણે ધીમી પડશે
19 માર્ચથી બોલિવૂડ, ઓટીટી અને ટીવી સેક્ટર્સ 31 માર્ચ સુધી લૉકડાઉન મોડમાં રહેશે. IMPPA, FWICE,IFTDA, WIFPA, IFPTC જેવા ફિલ્મ સંસ્થાઓએ કોરોનાને કારણે શૂટિંગ બંધ કરવાનું નક્કી કર્યું છે. પરંતુ આમ કરવાથી મનોરંજન ઉદ્યોગને સતત 15 દિવસ સુધી શૂટિંગ મુલતવી રાખીને કરોડોનું નુકસાન ભોગવવું પડશે.
ADVERTISEMENT

સૂત્રો અનુસાર, જાન્યુઆરી 2020 થી ટીવી-બૉલીવુડમાં કાર્ય સુસ્ત રીતે ચાલી રહ્યું છે. હવે કોરોનાના જોખમને કારણે 15 દિવસમાં નુકસાન 100 કરોડથી વધુ થશે. અને શું ગેરેંટી છે કે શૂટિંગ ફરી શરૂ થશે અને 1 એપ્રિલથી વસ્તુઓ સામાન્ય થશે?
ADVERTISEMENT

ટીવી સેક્ટર માટે પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બોલિવૂડ અને ઓટીટીને શૂટિંગ કરવાની કોઈ ઉતાવળ હોતી નથી. કારણકે તેમને ડેઈલી એપિસોડ્સ પહોંચાડવાની જરૂર નથી. પણ ટીવી ચૅનલોને તો મોટો ઝટકો લાગશે. દર્શકોને ડેઈલી એપિસોડ્સ પહોંચાડવા માટે ચૅનલોએ તો દરરોજ શૂટિંગ કરવું જરૂરી છે, પરંતુ સલામતીને જોતા, શૂટ ન થાય તેની ખાતરી લેવાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.