બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / 11-Year-Old Allegedly Gang-Raped By Seniors In Delhi School Washroom

દિલ્હીની ઘટના / સ્કૂલમાં છોકરી ટકરાઈ છોકરાને, બન્ને પકડીને લઈ ગયા ટોઈલેટમાં, અંદર પૂરીને કર્યો ગેંગરેપ

Hiralal

Last Updated: 09:33 PM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની કેન્દ્રીય વિદ્યાલયની એક સ્કૂલમાં 11 વર્ષીય સગીરા પર બે છોકરાઓએ રેપ કર્યો હોવાની એક ઘટના સામે આવી છે.

  • દિલ્હીની કેન્દ્રીય વિદ્યાલય સંસ્થાનની શરમજનક ઘટના
  • બે છોકરા સાથે અજાણતા ટકરાઈ 11 વર્ષીય વિદ્યાર્થીની 
  • છોકરાઓ ગાળો દઈને સગીરાને ટોઈલેટમાં લઈ ગયા 
  • ટોઈલેટમાં પૂરીને રેપ કર્યો
  • સગીરાએ કહેતા ટીચરે મામલો દબાવ્યો 

દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોની સ્કૂલોમાં રેપની ઘટનાઓ વધી રહી છે. મુંબઈની સ્કૂલમાં પ્યૂનના રેપ બાદ હવે દિલ્હીની એક સરકારી સ્કૂલમાં પણ રેપની ઘટના સામે આવી છે. આ ઘટના જુલાઈમાં બની હતી પરંતુ પીડિતાએ હવે તેનો ખુલાસો કર્યો છે. પીડિતાને શિક્ષક દ્વારા આ ઘટનામાં મોં બંધ રાખવાની ચેતવણી અપાઈ હતી. 

શું બન્યું હતું સ્કૂલમાં 
11 વર્ષીય છોકરીએ પોલીસમાં લખાવેલી ફરિયાદમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. કેન્દ્રીય વિદ્યાલયની સ્કૂલમાં 6ઠ્ઠા ધોરણમાં ભણતી એક છોકરી બે છોકરાઓ સાથે ભૂલમાં ટકરાઈ હતી. વિદ્યાર્થિનીના જણાવ્યા અનુસાર, તેણે છોકરાઓની માફી માંગી હતી, પરંતુ તેઓ તેને ગાળો આપવા લાગ્યા હતા અને તેને ટોઈલેટની અંદર લઈ ગયા હતા.વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો છે કે, છોકરાઓએ શૌચાલયનો દરવાજો અંદરથી બંધ કરીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. 

ટીચરે મોં બંધ રાખવાનું કહ્યું હતું એટલે ઘટના મોડી પ્રકાશમાં આવી 
પીડિતાએ એવું પણ જણાવ્યું કે તેણે જ્યારે આ ઘટનાની જાણ શિક્ષકને કરી ત્યારે તેને મોં બંધ રાખવાનું કહેવામાં આવ્યું હતું. શિક્ષકે કહ્યું હતું કે બન્ને છોકરાઓને કાઢી મૂકવામાં આવ્યાં છે અને ત્યાર બાદ આ મામલો દબાવવામાં આવ્યો હતો. 

દિલ્હી મહિલા આયોગ સ્કૂલ અને પોલીસને નોટીસ આપી 
દિલ્હી મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલે 11 વર્ષની બાળકી સાથે કથિત રીતે ગેંગરેપના મામલે દિલ્હી પોલીસ અને કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલના પ્રિન્સિપાલને નોટિસ ફટકારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ