બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / 11 die due to extreme heat at a major event in Maharashtra: Thackeray asks who will investigate the incident

દુઃખદ / મહારાષ્ટ્રમાં મોટા કાર્યક્રમમાં લૂના કારણે 11ના મોત: ઠાકરેએ પૂછ્યું કોણ કરશે આ ઘટનાની તપાસ?

Megha

Last Updated: 12:26 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના ખારઘર વિસ્તારમાં રવિવારે ખુલ્લા મેદાનમાં આયોજિત કરવામાં આવેલ 'મહારાષ્ટ્ર ભૂષણ' એવોર્ડ સમારોહમાં આકરા તડકા અને ગરમીને કારણે 11 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે

  • એવોર્ડ સમારોહમાં આકરા તડકા અને ગરમીને કારણે 11 લોકોના મોત
  • વિપક્ષે મહારાષ્ટ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું
  • કાર્યક્રમનું આયોજન યોગ્ય નહતું પણ હવે આ ઘટનાની તપાસ કોણ કરશે?

વિપક્ષે મહારાષ્ટ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે, મહારાષ્ટ્રના નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં રવિવારે એક ખુલ્લા મેદાનમાં આયોજિત કરવામાં આવેલ 'મહારાષ્ટ્ર ભૂષણ' એવોર્ડ સમારોહમાં આકરા તડકા અને ગરમીને કારણે 11 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. એવામાં આ મામલે હવે વિપક્ષે મહારાષ્ટ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર હતા અને એમને જોવા અને સાંભળવા માટે સમારોહમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. 

ઘટના પર વિપક્ષી નેતાઓએ સાધ્યું નિશાન 
આ ઘટનાના બાદ ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને NCP નેતા અજિત પવાર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને મળ્યા હતા અને એમને ડોક્ટર સાથે પણ વાત કરીને પરિસ્થિતિ વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ  હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 'અમે આ લોકોને મળ્યા અને 4-5 લોકો સાથે વાત કરી છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. આ પરિસ્થિતિ જોઇને મને લાગે છે કે કાર્યક્રમનું આયોજન યોગ્ય રીતે થયું ન હતું. એ બધુ તો ઠીક પણ હવે આ ઘટનાની તપાસ કોણ કરશે? 

આ સાથે જ અજિત પવારે પણ નિશાનો સાધતાં કહ્યું હતું કે, 'અમે જોયું કે એક દર્દી વેન્ટિલેટર પર છે અને તેની હાલત ગંભીર છે. બાકીના લોકોએ અમારી સાથે વાત કરી, આ ખૂબ જ ગંભીર ઘટના છે અને તેની તપાસ થવી જોઈએ.'

ઘટના પર શું બોલી પોલીસ?
જાળ મળતી જાણકારી અનુસાર કેટલાક દર્દીઓ 'વેન્ટિલેટર' પર છે અને તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ કેટલાક લોકોને ખારઘરની ટાટા હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. એવામાં પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, 'કેટલાક દર્દીઓ સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા છે તો કેટલાક હજુ પણ હોસ્પિટલમાં અને ડોકટરોની દેખરેખ હેઠળ દાખલ છે. રિપોર્ટ અનુસાર એ ઘટના સ્થળની નજીકના હવામાન વિભાગે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ હતું. 

મૃતકોના પરિજનો માટે વળતરની જાહેરાત
આ ઘટના પછી સીએમ શિંદેએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 50 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 24 હજુ પણ દાખલ છે તો બાકીના લોકો પ્રાથમિક સારવાર પછી ઘરએ ચાલ્યા ગયા છે. આ સાથે જ એમને એમ પણ જાણકારી આપી હતી કે દરેક મૃતકના નજીકના સંબંધીઓને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે અને આ ઘટનાને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોને મફત સારવાર પૂરી પાડવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ