બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / 100-rupees-new-note-in-market-these-are-the-spiritual-places-on-new-indian-currency

NULL / જાણો અત્યાર સુધી કયા-કયા ઐતિહાસિક સ્થળો છપાઇ ચૂક્યા છે ચલણી નોટો પર

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સરકાર ફરી એક વખત માર્કેટમાં નવી નોટ લોન્ચ કરવાની તૈયારીમાં છે અને આ નોટ 100 રૂપિયાની હશે. આ નોટનો આકાર પહેલાની નોટો જેવો નાનો જ હશે અને 100ની જે નોટો અત્યારે બજારમાં ચલણમાં છે તેનાથી તેનું કદ નાનુ છે. આ નોટ પર એક ઐતિહાસિક રાનીની વાવનુ ચિત્ર છપાયુ છે. રાનીની વાવને યુનેસ્કો દ્વારા વિશ્વની ઐતિહાસિક ધરોહરની યાદીમાં સામેલ કરાઇ છે. આ અગાઉ પહેલા જાહેર થયેલી નોટો પર પણ ઘણી વર્લ્ડ હેરિટેજની તસ્વીરો છપાઈ ગઇ છે. આવો જોઈએ કંઈ નોટ પર કઈ જગ્યાનુ ચિત્ર છપાયુ છે અને તેનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ શું છે?

10ની નોટ પર સૂર્ય મંદિર:




ભારતના ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં કોણાર્ક સુર્ય મંદિર સ્થિત છે. આ મંદિરનો સમાવેશ યુનેસ્કો દ્વારા વર્ષ 1984માં વર્લ્ડ હેરિટેજની યાદીમાં કરાયો છે. આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રીકૃષ્ણના દીકરા સાંબે કરાવ્યું હતું. જે સમયની સાથે જર્જરીત થઇ ગયુ હતું. પછી સમય જતાં તેને ફરીથી બનાવવામાં આવ્યું હતું.

50ની નોટ પર કર્ણાટકનું હંપી:



ગયા વર્ષે બજારમાં આવેલી 50ની નોટ પર હંપીના રથની તસ્વીર છે. હંપીનો ઈતિહાસ સમ્રાટ અશોકના શાસનકાળ સાથે જોડાયેલો છે. અત્યારે હંપી કર્ણાટક રાજ્યમાં સ્થિત છે. પોતાના વૈભવશાળી સમયમાં હંપી વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી. આજે પણ આ ઐતિહાસિક ક્ષેત્રનું ગૌરવ અહીં મળતા અવશેષોથી સ્પષ્ટ ઉજાગર થાય છે. યુનેસ્કોએ હંપીને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે.

200ની નોટ પર સાંચી સ્તૂપ:




મધ્ય પ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લામાં એક નાનુ ગામડુ સાંચી સ્થિત છે. આ રાયસેન જિલ્લાની નગર પંચાયત પણ છે. આ ગામમાં બૌદ્ધકાળના ઘણા સ્મારક છે. તેમાં સ્તૂપ સામેલ છે. સાંચીમાં હોવાથી તેને સાંચી સ્તૂપ કહેવામાં આવે છે. આ સ્તૂપોનું નિર્માણ સમ્રાટ અશોક મહાને કર્યુ હતું. પરંતુ વર્તમાનમાં કેટલાક વશંજોના રાજા દ્વારા કરેલુ કાર્ય અને પુનરોદ્ધારનો પણ સમાવેશ થાય છે.

500ની નોટ પર દિલ્હીનો લાલ કિલ્લો:



નોટબંધી બાદ માર્કેટમાં આવેલી 500ની નોટ પર દિલ્હીના લાલ કિલ્લાની તસ્વીર છે. લાલ કિલ્લાનું નિર્માણ 5મા મુગલ બાદશાહ શાહજહાંએ કરાવ્યું હતું. આ કિલ્લાની દીવાલ લાલ પત્થર અને લાલ રેતીથી નિર્મિત છે એટલે તેનો લાલ રંગ હોવાથી તેને લાલ કિલ્લાનું નામ આપવામાં આવ્યું છે. વર્ષ 2007માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો.

2000ની નોટ પર છે મંગળયાન:



તો નોટબંધી બાદ સરકારે 1 હજારની નોટ બંધ કરી 2 હજારની નવી નોટ માર્કેટમાં બહાર પાડી. આ નોટની પાછળ મંગળયાનની તસ્વીર છપાયેલી છે અને આગળ ગાંધીજીની સાથે અશોકસ્તંભની છે. મંગળયાન અભિયાન ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનની એક મહત્વાકાંક્ષી અંતરિક્ષ પરિયોજના છે. 24 સપ્ટેમ્બર 2014ના રોજ મંગળ પર પહોંચવા સાથે જ ભારત વિશ્વમાં પોતાના પ્રથમ પ્રયાસમાં સફળ થનારો દેશ તથા સોવિયત રશિયા નાસા અને યુરોપિયન અંતરિક્ષ એજન્સી બાદ મંગળ પર પહોંચનારો વિશ્વનો ચોથો દેશ બની ગયો છે.


હવે 100ની નોટ પર ‘રાનીની વાવ’ની તસ્વીર:



હવે સરકાર ટૂંક સમયમાં 100 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સીરીઝની આ નવી નોટો પર અત્યારે ગવર્નર ઉર્જિત પટેલની સહી હશે. આ નોટની પાછળની બાજુએ ગુજરાતના પાટણ જિલ્લામાં સ્થિત ‘રાનીની વાવ’નું ચિત્ર હશે. આ વાવનુ નિર્માણ સોલંકી વંશની રાણી ઉદયામતિએ પોતાના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં કરાવ્યું હતું. એટલે વાવને રાનીની વાવ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2014માં યુનેસ્કો દ્વારા રાનીની વાવને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરાઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ