બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 10 NUMBER SIGNAL GIVEN IN VERAVAL AND JAFRABAD IN GUAJRAT AMID Tauktae Cyclone

ભયજનક / વેરાવળ-જાફરાબાદના બંદરો પર લાગ્યા 10 નંબરનું સિગ્નલ, જાણો કયા નંબરના સિગ્નલનો શું થાય છે અર્થ?

Parth

Last Updated: 09:20 AM, 17 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વાવાઝોડાના સંકટ વચ્ચે દરિયાકાંઠાના બંદરો પર હવે 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.

  • ગુજરાતના માથે તોફાનની તબાહીનું સંકટ 
  • દરિયાકિનારાના બંદરો પર અત્યંત ભયજનક સિગ્નલ અપાયા 
  • અમરેલી અને વેરાવળમાં 10 નંબરનું સિગ્નલ લાગ્યું 

કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ આવી પડ્યું છે. દરિયાઈ તોફાન વધુને વધુ મજબૂત બની રહ્યું છે અને હવે હવાની ઝડપ પણ વધારી છે. ગઇકાલે દક્ષિણ ભારતના રાજ્યોમાં દરિયો ગાંડોતૂર બન્યો છે તથા ગોવા સહિતના રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો જે બાદ હવે વાવાઝોડું સીધું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યતં ભયજનક સિગ્નલ આપી દેવામાં આવ્યા છે. 

અમરેલીના જાફરાબાદ બંદરે 10 નંબરનું સિગ્નલ લગાવાયું

વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકિનારે ભારેથી અતિભારે પવન ફૂંકાવાની શક્યતાના કારણે અમરેલીન જાફરાબાદ બંદર પર અત્યારે 10નું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. જાફરાબાદના દરિયામાં સવારથી ભારે કરંટ જોવા મળી રહ્યો છે જેના કારણે દરિયાની આસપાસ પણ જવા પર પ્રતિબંધ છે. 

વેરાવળ બંદર ઉપર 10 નંબરનું ભયજનક સિગ્નલ

અમરેલીની જેમ જ ગીર સોમનાથ પર પણ વાવાઝોડાનું મોટું સંકટ હોવાથી વેરાવળ બંદર પર પણ 10 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. 

જાણો કયા સિગ્નલનો શું અર્થ થાય છે?

1 નંબરનું સિગ્નલ
વાવાઝોડું આવશે કે નહીં તેની ચેતવણી આપતી નિશાની
--
2 નંબરનું સિગ્નલ
વાવાઝોડું સક્રિય છે, દરિયામાં જતા જહાજોને સમુદ્રી બળનો સામનો કરવો પડે
--
3 નંબરનું સિગ્નલ
સપાટીવાળી હવાથી બંદર ભયમાં
--
4 નંબરનું સિગ્નલ
વાવાઝોડાથી બંદર ભયમાં છે, પરંતુ ભય એવો ગંભીર જાણતો નથી, કે જેનાથી કોઈ સાવચેતીના પગલા લેવા પડે. 
--
5 નંબરનું સિગ્નલ
સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારો ઓળંગવા સંભવ છે.
--
6 નંબરનું સિગ્નલ 
સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરની ઉત્તર દિશા તરફ કિનારો ઓળંગવા સંભવ છે.
--
7 નંબરનું સિગ્નલ 
સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી નજીક અથવા બંદરની ઉપરથી પસાર થવા સંભવ, બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પડશે 
--
8 નબરનું સિગ્નલ 
ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવા સંભવ છે.
બંદરે તોફાની હવાનો અનુભવ થાય
--
9 નંબરનું સિગ્નલ 
ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી ઉતર તરફ કિનારો ઓળંગે તેવી સંભાવના 
--
10 નંબરનું સિગ્નલ
ભારે જોરવાળું વાવાઝોડું બંદર ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. 
--
11 નંબરનું સિગ્નલ
તાર વ્યવહાર બંધ થાય. ખુબ ખરાબ હવામાનનો અનુભવ. અત્યંત ભયજનક ગણાય.

ગુજરાતથી 250 થી 300 કિલોમીટર દૂર છે `તૌકતે'

સોમવાર સવારની પરિસ્થિતિ મુજબ વાવાઝોડું ગુજરાતથી દૂર દરિયામાં 250થી 300 કિમી દૂર છે અને આજે સાંજથી જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનની શરૂઆત થઈ જાય તેવી આશંકા છે અને વહેલી સવારે વાવાઝોડું ગુજરાતના જિલ્લાઓમાં પસાર થશે. જેમાં પોરબંદર, અમરેલી તથા મહુવાથી આ વાવાઝોડું પસાર થતાં ત્યાં સૌથી વધારે અસર જોવા મળી શકે છે. 

વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

હાલની પરિસ્થિતિ મુજબ વાવાઝોડું આવતીકાલ સવાર સુધીમાં ગુજરાત પહોંચી શકે છે. વાવાઝોડું પોરબંદર, અમરેલી તથા મહુવા વચ્ચેથી પસાર થઈ શકે છે. વાવાઝોડાની અસરના પહેલ આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શેક છે. વાવાઝોડાની અસર સોમવારે સાંજથી દેખાવાની શરૂ થઈ જશે. સાથે આખા ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Tauktae live news Cyclone Tauktae update Tauktae Cyclone GUJARAT tauktae Cyclone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ