ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:17 AM, 4 November 2025
ADVERTISEMENT
OTT પ્લેટફોર્મ પર અમુક એવી ફિલ્મો અને સિરીઝ રિલીઝ થતી હોય છે કે, જે દર્શકોને હમેશા હમેશા માટે યાદ રહી જાય છે. આજે અમે તમને એવી એક ફિલ્મ વિશે જણાવશું જેમાં ડ્રામા, સસ્પેન્સ, કોમેડી અને મર્ડર મિસ્ટ્રી જોવા મળશે. જેમાં કોઈ ડાયલોગ પણ નથી. તો ચાલો તેના વિશે જાણીએ.
ADVERTISEMENT
અમે જે ફિલ્મ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ "ઉફ્ફ યે સૈયાપ્પા" છે. આ ફિલ્મ 1 કલાક 56 મિનિટ લાંબી છે. આ ફિલ્મમાં નોરા ફતેહી, સોહમ શાહ, નુસરત ભરૂચા અને ઓમકાર કપૂર જેવા સ્ટાર્સ છે. આ સાયલન્ટ ફિલ્મ તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. જેમાં કોઈ ડાયલોગ નથી છતાં તે તેની શાનદાર સ્ટોરીને લીધે લોકોને પસંદ આવી રહી છે.

ADVERTISEMENT
આ ફિલ્મને ખુબ પ્રશંસા મળી રહી છે અને દર્શકો તેના ખુબ વખાણ કરી રહ્યા છે. OTT પ્લેટફોર્મ Netflix પર દર્શકો તરફથી તેને પોઝીટીવ રિસ્પોન્સ મળી રહ્યો છે. IMDb તરફથી 'ઉફ્ફ યે સૈયાપ્પા' ફિલ્મને 5.6/10 નું રેટિંગ પણ મળ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, જ્યારે ભારતમાં સિનેમા જગતની શરૂઆત થઇ ત્યારે એટલે કે 1910ની આસપાસ મૂક ફિલ્મો જ બનતી હતી. આ ફિલ્મોમાં કોઈ ડાયલોગ નહતા. હવે લગભગ 100 વર્ષ બાદ સાયલન્ટ મુવી આવી છે જે લોકોને ખુબ પસંદ આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ