બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:54 PM, 23 April 2025
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલામાં માત્ર 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે આતંકવાદીઓએ દેશની સુરક્ષા માટે તૈનાત ત્રણ સેવા આપતા અધિકારીઓને પણ નિશાન બનાવ્યા. ભારતીય ગુપ્તચર બ્યુરો (IB) ના અધિકારી મનીષ રંજન, ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનય નરવાલ અને ભારતીય વાયુસેનાના કોર્પોરલ તેજ હૈલિયાંગની આતંકવાદીઓએ તેમના પરિવારોની સામે નિર્દયતાથી હત્યા કરી હતી. આ ત્રણેય અધિકારીઓ તેમના પરિવાર સાથે રજાઓ ગાળવા માટે આવ્યા હતા.
ADVERTISEMENT
આતંકવાદીઓના કૃત્યથી જીવ ગયો
આતંકવાદીઓના આ કાયરતાપુર્ણ કૃત્યથી તેમણે જીવ ગુમાવ્યો છે. આ હુમલામાં આઈબી અધિકારી મનીષ રંજન, નેવી અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલ અને વાયુસેનાના કોર્પોરલ તેજ હૈલયાંગના અકાળે અવસાન થયા હતા.
ADVERTISEMENT
બિહારના રોહતાસના રહેવાસી છે મનીષ રંજન
બિહારના રોહતાસ જિલ્લાના આરુહી ગામના રહેવાસી મનીષ રંજન, ઇન્ટેલિજન્સ બ્યુરોમાં અધિકારી હતા. હાલમાં હૈદરાબાદમાં પોસ્ટેડ હતા. ગયા મહિને તેમણે પોતાના અત્યંત વ્યસ્તતા વચ્ચે પરિવારને લઇને કાશ્મીર ફરવા જવાનું આયોજન કર્યું હતું. તેઓ પોતાના પત્ની અને બે બાળકો સાથે પહેલગામ પહોંચ્યા હતા. જો કે તેમણે સ્વપ્નેય વિચાર્યું નહી હોય કે, આ તેમની છેલ્લી યાત્રા હશે.
ADVERTISEMENT
પરિવાર સાથે જવાના હતા
મનીશ રંજનના કાકા આલોક પ્રિયદર્શીએ જણાવ્યું કે, પરિવારના અન્ય સભ્યો પણ તેમની સાથે જવાના હતા પરંતુ સ્વાસ્થ્યના કારણોસર તેઓ જઇ શક્યા નહોતા. મનીષના મૃત્યુના સમાચાર ગામમાં પહોંચતા જ નાનકડા ગામમાં સન્નાટો વ્યાપ્યો હતો. મનીષ ત્રણ ભાઈઓમાં સૌથી મોટો હતો અને તેના બંને નાના ભાઈઓ પણ સરકારી નોકરીમાં છે.
ADVERTISEMENT
કરનાલના રહેવાસી છે લેફ્ટનન્ટ વિનય નરવાલ
હરિયાણાના કરનાલના રહેવાસી લેફ્ટનન્ટ વિનય નરવાલ ભારતીય નૌકાદળમાં પોસ્ટેડ હતા. હાલમાં તેઓનું પોસ્ટિંગ કોચી ખાતે હતું. આ ઉપરાંત તેઓના લગ્ન પણ હાલમાં જ થયા હતા. તેઓ પોતાની પત્ની સાથે હનીમૂન પર પહેલગામ આવ્યા હતા. વિનયના મૃત્યુના સમાચાર મળતા જ કરનાલના સેક્ટર 7માં તેના ઘરે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. તેના પિતા પોતાના પુત્રના મૃતદેહને લેવા માટે જમ્મુ અને કાશ્મીર જવા રવાના થયા છે. વિનયની પત્ની કોઈક રીતે આ હુમલામાં બચી ગઈ, પરંતુ તેણે પોતાની નજર સામે જ પોતાના પતિને ગુમાવ્યો જે નજારો તે ક્યારેય જીવન ભર નહી ભુલી શકે.
ADVERTISEMENT
કોર્પોરલ ત્ઝે હૈલિયાંગ: અરુણાચલનો બહાદુર પુત્ર
ભારતીય વાયુસેનાના કોર્પોરલ તેજ હૈલિયાંગ અરુણાચલ પ્રદેશના લોઅર સુબાનસિરી જિલ્લાના તાજંગ ગામના રહેવાસી હતા. તે શ્રીનગરના એરફોર્સ બેઝ પર પોસ્ટેડ હતા. રજા લઇને તેઓ પોતાના પત્ની સાથે પહેલગામમાં રજાઓ ગાળવા માટે આવ્યા હતા.
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ ખેદ વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી પેમા ખાંડુએ એકસ પર તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને લખ્યું - 'કોર્પોરલ તેજ હાલિયાંગની શહાદત માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે એક મોટી ખોટ છે. તે હિંમત અને સન્માન સાથે દેશની સેવા કરી રહ્યા હતા. ટેઝની પત્ની આ હુમલામાં બચી ગઈ હતી અને તેને ગંભીર માનસિક આઘાત લાગ્યો છે. સમગ્ર રાજ્ય અને દેશ તેમના બલિદાનને હંમેશા યાદ રાખશે.
પહેલગામમાં થયો હતો હુમલો
મંગળવારે આ આતંકવાદી હુમલો જમ્મુ અને કાશ્મીરના સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળોમાંના એક પહલગામના બૈસરન વિસ્તારમાં થયો હતો, જેને 'મીની સ્વિટ્ઝર્લૅન્ડ' પણ કહેવામાં આવે છે. આ હુમલામાં 26 લોકોના મોત નિપજ્યાં હતા. જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. આતંકવાદી સંગઠને આ હુમલો એવા સમયે કર્યો જ્યારે પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય વચ્ચે પોતાના પરિવારો સાથે હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.