ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / Zoom founder Eric Yuans wealth surges 6 billion dollars in just 24 hours

બિઝનેસ / આ વ્યક્તિ કોરોનામાં થઇ ગયો માલામાલ; મિનિટોમાં કમાઈ લીધા 29 હજાર કરોડ રૂપિયા

Published By: Shalin

Last Updated: 05:42 PM, 2 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીના પગલે એક તરફ દુનિયાની આર્થિક રફ્તાર થંભી ગઈ છે એવામાં ટેક સેક્ટરના દિગ્ગ્જ્જોની સંપત્તિમાં સતત વધારો થઇ રહ્યો છે.

ADVERTISEMENT

વર્ચ્યુઅલ મિટિંગની સુવિધા આપતી Zoom કંપનીના CEO એરિક યુઆનને જબરજસ્ત આર્થિક ફાયદો થયો છે. કોરોનાને કારણે આવેલા લોકડાઉનનો Zoom એપ્લિકેશને ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. જૂન મહિનાના ક્વાર્ટરમાં કંપનીની મળેલા નફામાં સખત ઉછાળો થતા CEO એરિકની સંપત્તિમાં થોડા જ કલાકોમાં 400 કરોડ ડોલર એટલે કે 29 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.

આ ક્વાર્ટર દરમિયાન કંપનીનું વેચાણ 355 ટકા વધ્યું

ત્રિમાસિક પરિણામ પછી કંપનીના શેરમાં ઉછાળાને કારણે એરિકની સંપત્તિમાં આ વધારો થયો છે. સોમવારે જ કંપનીએ જાહેરાત કરી હતી કે આ ક્વાર્ટર દરમિયાન તેનું વેચાણ 355 ટકા વધીને 63 કરોડ ડોલર થયું છે. તે જ સમયે, કંપનીએ અનુમાન લગાવ્યું છે કે તેની આવક એક વર્ષમાં 239 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

શેર લગભગ 26 ટકા વધીને 410 ડોલરની સપાટીએ પહોંચી ગયો

સમાચાર પછી કંપનીના શેરમાં તેજી જોવા મળી હતી અને શેર લગભગ 26 ટકા વધીને 410 ડોલરની સપાટીએ પહોંચી ગયો હતો. આ તેજીની મદદથી કેલિફોર્નિયા સ્થિત કંપનીના સ્થાપક અને CEO એરિકની સંપત્તિ 4 અબજ ડોલર વધી ગઈ હતી. તે જ સમયે, Zoomના CEOની કુલ સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં 12.8 અબજ ડોલરનો વધારો થયો છે.

ટેક ક્ષેત્રની કંપનીઓની આવકમાં તીવ્ર વધારો

ટેક ક્ષેત્રની કંપનીઓમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન્સ અમલમાં આવ્યા બાદ તેમની આવકમાં તીવ્ર વધારો થયો છે. ખાસ કરીને એવી કંપનીઓના વેચાણમાં ઉછાળો આવ્યો છે, જે સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે વ્યવસાયોની જરૂરિયાતોને પહોંચી વળવા ઉકેલો આપી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Billionaires Coronavirus Zoom business કોરોના વાયરસ ધનિકો બિઝનેસ business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ