બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / youths pelted stones on police after the communal clash in jodhpur

BIG NEWS / જોધપુરમાં બે જૂથ વચ્ચે બબાલ બાદ પથ્થરમારો, પોલીસના લાઠીચાર્જ બાદ ઈન્ટરનેટ ઠપ

Dhruv

Last Updated: 11:03 AM, 3 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનની સૂર્યનગરી જોધપુરમાં ઇદ અને અક્ષય તૃતીયાની પહેલાં-પહેલાં સોમવારે મોડી રાત્રે બે સમુદાયો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું.

  • રાજસ્થાનના જોધપુરમાં મોડી રાત્રે બબાલ
  • બે સમુદાયો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે કર્યો લાઠીચાર્જ
  • રાતના 1 વાગ્યાથી ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત

રાજસ્થાનની સૂર્યનગરીના જોધપુરમાં ઈદ અલ-ફિત્ર 2022 અને અક્ષય તૃતીયાના તહેવાર પહેલાં સોમવારે મોડી રાત્રે બે સમુદાયના લોકો સામસામે આવી ગયા હતાં. સંઘર્ષની શરૂઆત જલોરી ગેટ ચોક પર બાલમુકંદ બિસ્સા સર્કલ પર ભગવા ધ્વજને ઉતારીને તેના સ્થાને સમુદાયના ધ્વજને લહેરાવવાથી થઈ હતી. આથી મામલો વધારે બિચક્યો અને એકાએક સામસામે પથ્થરમારો શરૂ થઇ ગયો. આ પથ્થરમારામાં અનેક લોકો ઘાયલ પણ થયા.

જો કે, પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે વચ્ચે પડી ટોળાંને દૂર કરવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ ભીડ બેકાબૂ બનતાં પોલીસે આ દરમિયાન લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ભીડને વિખેરવામાં લાગેલી પોલીસ પર એક સમુદાય દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો. જેમાં અનેક પોલીસકર્મી ઘાયલ થયા છે. બીજી તરફ ઘટનાને કવર કરી રહેલા મીડિયાકર્મીઓ પણ પોલીસના ગુસ્સાનો શિકાર બન્યા હતાં, પોલીસે 4 મીડિયાકર્મીઓને પણ માર માર્યો હતો. હાલ સમગ્ર શહેરમાં વાતાવરણ તંગ સર્જાયું છે. પોલીસે તહેવારને સાંપ્રદાયિક સંવાદિતા સાથે ઉજવવા અપીલ કરી છે.

CM અશોક ગેહલોતે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી

રાતના 1 વાગ્યાથી જ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવાઇ

જિલ્લા પ્રશાસને તણાવપૂર્ણ વાતાવરણને જોતા સાવચેતીના પગલારૂપે ઈન્ટરનેટ સેવાઓ મોડી રાતથી જ બંધ કરી દીધી છે. જોધપુરમાં રાતના 1 વાગ્યાથી જ તમામ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. જોધપુરના ડિવિઝનલ કમિશનર હિમાંશુ ગુપ્તાએ જારી કરેલા આદેશમાં સમગ્ર જોધપુર જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

જોધપુર મુફ્તી સાહેબે મોરચો સંભાળ્યો

ઈદ પહેલાં સાંપ્રદાયિક સંવાદિતા બગડ્યા બાદ હવે સમાજના આગેવાન લોકો મોરચો સંભાળવા આગળ આવ્યા છે. જોધપુર મુફ્તી સાહેબ પણ રસ્તાઓ પર આવી પહોંચ્યા છે અને ભીડને સમજાવીને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

પોલીસે મીડિયાકર્મીઓને પણ માર માર્યો, 4 ઘાયલ

આ હિંસા બાદ પોલીસે કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓ પર પણ લાઠીચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જમાં ચાર મીડિયાકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે મીડિયા કર્મીઓને કવરેજ કરતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઘાયલ મીડિયાકર્મીઓને અન્ય સાથીદારોની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની હાલ સારવાર ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ