બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ભારત / HD રેવન્ના વિરૂદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી, ઘરે પહોંચી SITની ટીમ, 700 મહિલાઓ ચડી મેદાને

કર્ણાટક સેક્સ સ્કેન્ડલ / HD રેવન્ના વિરૂદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી, ઘરે પહોંચી SITની ટીમ, 700 મહિલાઓ ચડી મેદાને

Last Updated: 02:37 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Prajwal Revanna Sex Scandal Latest News : SITની સાથે ડીવાયએસપી, બે ઈન્સ્પેક્ટર અને એક પોલીસ કોન્સ્ટેબલની સાથે તપાસ ટીમ પીડિતા અને સ્થાનિક પોલીસ સાથે ઘટનાસ્થળે ગઈ

Prajwal Revanna Sex Scandal : કર્ણાટકમાં JDS નેતા પ્રજ્વલ રેવન્નાના વિવાદાસ્પદ વીડિયો કેસની તપાસ માટે SITની ટીમ તેમના પિતા એચડી રેવન્નાના ઘરે પહોંચી છે. પ્રજ્વલ રેવન્નાના પિતા એચડી રેવન્ના પર પણ જાતીય સતામણી અને અપહરણનો આરોપ છે. વાત જાણે એમ છે કે, આજે SITની ટીમ પીડિત મહિલાને લઈને હાસન જિલ્લાના હોલેનરસીપુરા સ્થિત રેવન્નાના ઘરે પહોંચી હતી. SITની સાથે ડીવાયએસપી, બે ઈન્સ્પેક્ટર અને એક પોલીસ કોન્સ્ટેબલની સાથે તપાસ ટીમ પીડિતા અને સ્થાનિક પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. પંચનામા બાદ પોલીસ ઘટનાસ્થળે પીડિતાનું નિવેદન નોંધશે. રેવન્નાની પત્ની ભવાની સાથે રેવન્નાના વકીલ અને જેડીએસના કેટલાક નેતાઓ ત્યાં હાજર હતા. આ પહેલા કર્ણાટકના મુખ્યમંત્રીએ પ્રજ્વલ રેવન્ના કેસ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને SIT ટીમ સાથે ઈમરજન્સી બેઠક કરી હતી.

700 મહિલાઓએ લખ્યો હતો મહિલા આયોગને પત્ર

મહિલા અધિકાર જૂથોની 700થી વધુ મહિલાઓએ રાષ્ટ્રીય મહિલા આયોગને પત્ર લખીને પ્રજ્વલ અને એચડી રેવન્ના સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઝુંબેશ ગૂગલ ફોર્મ્સ દ્વારા ચલાવવામાં આવી હતી. પત્ર લખનાર મહિલાઓએ આ મામલે NCWના નબળા પ્રતિભાવ પર સવાલ ઉઠાવ્યા છે. ઓલ ઈન્ડિયા ફેમિનિસ્ટ એલાયન્સ, વુમન ફોર ડેમોક્રેસી અને મહિલા અધિકારો માટે લડતી અન્ય સંસ્થાઓના સભ્યોએ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષને પત્ર લખીને એચડી રેવન્ના અને પ્રજ્વલ રેવન્ના સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ પત્રમાં 701 મહિલાઓની સહી છે. તેણે એચડી રેવન્ના અને પ્રજ્વલ રેવન્નાની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે અને ડિસેમ્બર 2023 થી પ્રજ્વલ રેવન્નાની ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે સત્તાધારી પક્ષને ઉપલબ્ધ માહિતી વિશે પૂછપરછ કરવા ભાજપ અધ્યક્ષને સમન્સ જારી કરવાની વિનંતી કરી છે. NCW એચડી રેવન્નાને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવાની ભલામણ કરશે, અને તે સુનિશ્ચિત કરવાનો પણ પ્રયાસ કરશે કે પ્રજ્વલ રેવન્ના લોકસભાની ચૂંટણી જીતી જાય તો પણ તેને સાંસદ તરીકે હોદ્દો ન રાખવા દેવામાં આવે. મહિલા અધિકાર જૂથોએ પણ આ મામલે NCWના નબળા પ્રતિભાવ પર સવાલ ઉઠાવ્યા છે.

વધુ વાંચો : સવા લાખમાં ફોન ખરીદ્યો, 3 મહીનામાં જ ખરાબ... બાદમાં એરફોર્સ ઓફિસરે એવું શું કર્યું કે કંપનીએ પૂરા પૈસા ચૂકવી દીધા

MP/ MLA કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે કેસ

વિગતો મુજબ હસનના સાંસદ પ્રજ્વલ રેવન્નાની જામીન અરજી ટૂંક સમયમાં જ સાંસદ/ધારાસભ્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. SPP અને SITની ટીમ વચ્ચે CID ઓફિસમાં બેઠક થઈ હતી. રેવન્ના પર યૌન શોષણ અને અપહરણ કેસમાં 364A અને 365ની બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અપહરણ કરાયેલી મહિલા હજુ સુધી મળી નથી. ગુમ થયેલી મહિલા અગાઉ એચડી રેવન્નાના ઘરે કામ કરતી હતી. મહિલાના પુત્રએ અપહરણની ફરિયાદ કરી છે. પોલીસે આ સંબંધમાં સતીશ બાબુ નામની વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.

આ તરફ પોલીસ એચડી રેવન્નાને પણ શોધી રહી છે. પોલીસે રેવન્નાના નજીકના સાથી સતીષનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે, જેને મૈસૂર અપહરણ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સતીષનો મોબાઈલ ફોન એફએસએલની ટીમે મોકલી આપ્યો હતો. સતીશે અનેક સ્થળોની મુલાકાત લીધી હતી. મહિલાને ટ્રેસ કરવા માટે, પોલીસ તેના મોબાઈલ નેટવર્ક દ્વારા સતીશના ઠેકાણા અને ગતિવિધિઓ પર નજર રાખવાનો પ્રયાસ કરી રહી છે. સરકારે આ કેસમાં SIT માટે વધારાના સપોર્ટ સ્ટાફની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ