બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Young woman loses life due to Chinese rope, government turns JCB on seller's house

એક્શન / ચાઇનીઝ દોરાથી યુવતીએ ગુમાવ્યો જીવ, સરકારે વેચનારના ઘર પર ચડાવ્યુ JCB

Khyati

Last Updated: 10:14 AM, 18 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ચાઇનીઝ દોરીથી યુવતીનું ગળુ કપાતા મોત. સરકારે ચાઇનીઝ દોરીના વિક્રેતાઓ સામે કડક પગલા લીધા

  • ચાઇનીઝ દોરીનો વેપાર કરનારા સામે તવાઇ
  • 3 આરોપીના ગેરકાયદે મકાનો તોડી પડાયા
  • ચાઇનીઝ દોરીથી ગળુ કપાવાથી યુવતીનું થયુ હતુ મોત

ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગેરકાયદેસર હોવા છતાં પણ લોકો ચાઇનીઝ દોરીનું વેચાણ કરવાનું છોડતા નથી. ત્યારે મધ્યપ્રદેશમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આટલુ જ નહી આ આરોપીઓના ગેરકાયદેસર મકાન પર પણ બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.  મહત્વનુ છે કે ઉજ્જૈનમાં ચાઇનીઝ દોરીને કારણે એક છોકરીનું ગળુ કપાયુ હોવાની ઘટના બની હતી તે બાદ ચાઇનીઝ દોરા વેચતા આ ત્રણેય આરોપીઓ સામે કેસ નોઁધાયો હતો. કમનસીબે યુવતીનું ગળુ કપાવાથી મોત થતા શિવરાજસિંહ ચૌહાણે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા.

ગળું કાપવાથી યુવતીનું મોત

ઉજ્જૈનના માધવનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી. 20 વર્ષીય યુવતી ઝીરો પોઇન્ટ બ્રિજ પરથી સ્કૂટી પર
પસાર થઇ રહી હતી તે સમયે તેનુ ગળુ કપાવાની ઘટના બની હતી. આ ઘટનાને ગંભીરતાથી લઇને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આકરા મૂડમાં જોવા મળ્યા હતા. તેઓએ જિલ્લા પ્રશાસનને બજારમાં વેચાતા ચાઇનીઝ દોરીના વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.

ત્રણ પર કેસ નોંધાયો હતો

મ્યુનિસિપલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (CSP) પલ્લવી શુક્લાએ જણાવ્યું હતું કે પોલીસે અબ્દુલ જબ્બાર, હૃતિક જાધવ અને વિજય ભાવસાર સામે આઈપીસીની કલમ 188 હેઠળ ચાઈનીઝ માંઝા વેચવા બદલ કેસ દાખલ કર્યો છે. તેમણે કહ્યું કે તેમની દુકાનોમાંથી ચાઈનીઝ માંઝા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ત્રણેયના મકાનોના ગેરકાયદે બાંધકામો પણ તોડી પાડવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ