બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આખી રાત ઘસઘસાટ ઊંઘ આવી જશે, રસોડામાં રાખેલી આ 3 ચીજો ખાઈ લેજો
Last Updated: 09:47 PM, 20 April 2026
આજના ઝડપી લાઇફસ્ટાઈલના લીધે તણાવ અને મોબાઈલ ફોનને કારણે શાંત ઊંઘ મેળવવી મુશ્કેલ બની ગઈ છે. જો તમે મોડી રાત સુધી જાગતા રહો છો તો તમારી ખરાબ ખાવાની આદતો એક મુખ્ય કારણ હોઈ શકે છે. જો તમે રાતે સુકુનની ઉંઘ લેવા ,માંગતા હોવ તો નીચે જણાવેલી વસ્તુનું સેવવ કરવું.
ADVERTISEMENT
સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કેમ કે તેમાં એવા કમ્પાઊંડ હોય છે જે મેલાટોનિન હોર્મોન ઉત્પન્ન કરે છે. આ દૂધ તમારા મનને શાંત કરે છે અને તમારા શરીરને સંકેત આપે છે કે સૂવાનો સમય થઈ ગયો છે.
ADVERTISEMENT
બદામમાં રહેલું મેગ્નેશિયમ તમારા જ્ઞાનતંતુઓને આરામ આપે છે અને તણાવને સંપૂર્ણપણે ઘટાડે છે. અખરોટ ખાવાથી શરીરને સીધા જ ઊંઘના હોર્મોન્સ મળે છે જે તમને સૂતા પછી તરત જ ઊંઘવામાં મદદ કરે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કેળા પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, જે કુદરતી રીતે સ્નાયુઓને આરામ આપે છે. તેને ખાવાથી થાક દૂર થાય છે અને તમને શાંત ફિલ થાય છે.
આ ત્રણ ઘટકોને તમારા આહારમાં સામેલ કરવાથી તમને દવા વગર પણ નેચરલી રીતે ઊંઘ આવવામાં મદદ મળશે. આ નેચરલ પદ્ધતિઓ તમારા શરીરને આરામ આપવાનો સૌથી અસરકારક અને સેફ ઉપાય માનવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ ઘરેલું ઉપાયો માત્ર ત્યારે જ કામ કરશે જો તમે સૂવાના ઓછામાં ઓછા એક કલાક પહેલા તમારા મોબાઈલ ફોન અને લેપટોપને દૂર રાખો છો. હંમેશા તમારા રાત્રિભોજનને હળવું રાખો કેમ કે ભારે પેટ ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.