આ ટ્રિક્સ અપનાવો, ઝડપથી ચાર્જ થશે તમારો સ્માર્ટફોન

By : juhiparikh 05:12 PM, 19 August 2018 | Updated : 05:12 PM, 19 August 2018
જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ સરેરાશથી વધુ સમય માટે કરો છો તો વચ્ચે-વચ્ચે તમારે તેને ચાર્જ કરવો પડતો હશે. કંપનીઓ સતત સ્માર્ટફોન્સના બેટરી બેકઅપ પાવર વધારવા પર કામ કરી રહી છે. આના માટે કંપની એવા હાર્ડવેરનો ઉપયોગ કરી રહી છે જે ઓછી બેટરી ખાય. આ ઉપરાંત ફાસ્ટ ચાર્જિંગ ઑપ્શન પણ આપી રહી છે. આ સિવાય અમે તમને કેટલીક એવી ટ્રિક્સ જણાવવા જઈ રહ્યાં છીએ જે તમારા ફોનને ફટાફટ ચાર્જ થઈ જશે.

ફોન ચાર્જ કરતી વખતે સ્માર્ટફોનનો ફ્લાઈટ મોડ ઑન કરી દો. આવું કરવાથી ફોનમાં નેટવર્ક નહીં આવે. અસલમાં ઘણીવાર નેટવર્ક આવતું-જતું રહેતું હોય છે જેનાથી બેટરી ચાર્જ થવા છતા વીક રહે છે અને સ્માર્ટફોનને લાંબા સમય સુધી ચાર્જિંગમાં રાખવો પડે છે. તો હવે જ્યારે પણ સ્માર્ટફોનને ચાર્જિંગમાં મૂકો તો તેને ફ્લાઈડ મોડ પર મૂકી દો અને બાદમાં ફોન ચાર્જ થઈ જાય ત્યારે ફ્લાઈડ મોડ હટાવી દો.

જો શક્ય હોય તો ચાર્જિંગ વખતે તમારો ફોન ઑફ કરી દો. આવું કરવાથી બેટરી ફટાફટ ચાર્જ થશે. મોટાભાગે લોકો ફોનને ચાર્જિંગમાં મૂક્યા બાદ તેનો યુઝ કરતા રહે છે જેના કારણે બેટરી ચાર્જ થવામાં ખૂબ સમય લાગે છે.

મોટાભાગ એન્ડ્રોયડ ડિવાઈસિસમાં ચાર્જ મોડ ડેવલપર ઑપ્શન આપવામાં આવે છે. સૌથી પહેલા તમે આ ઑપ્શનને ઑન કરી લો. ત્યારબાદ ફોનના સેટિંગ્સમાં જઈ અબાઉટ ફોન પર ટેપ કરો, ત્યાર બાદ Build Numberમાં જાવ. હવે ત્યાં જલ્દી-જલ્દી 7 વાર ટેપ કરો. અહીં ડેવલપરનું ઑપ્શન આવશે, તેના પર ટેપ કરતા જ તમને Select USB Configurationનું ઑપ્શન મળશે. તેના પર ટેપ કરતા ઘણા બધા ઑપ્શન મળશે જેમાંથી ‘ચાર્જિંગ’ પર ટેપ કરો, આનાથી તમારો ફોન પહેલાની સરખામણીમાં વધુ ઝડપી ચાર્જ થવા લાગશે.Recent Story

Popular Story