બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રાહુલ ગાંધીને લેટર લખનારા યોગેશ ગુપ્તા કોણ? છોકરીઓ પર કરે છે અશ્લીલ કોમેન્ટ, છવાયો રિપ્લાય

રાજનીતિ / રાહુલ ગાંધીને લેટર લખનારા યોગેશ ગુપ્તા કોણ? છોકરીઓ પર કરે છે અશ્લીલ કોમેન્ટ, છવાયો રિપ્લાય

Hiralal Parmar

Last Updated: 11:56 AM, 23 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીને ઓપન લેટરમાં લખનારા 272 લોકોમાં એક યોગેશ ગુપ્તા પણ સામેલ છે જેમની હવે પોલ ખુલી ગઈ છે.

તાજેતરમાં 272 હસ્તીઓએ રાહુલ ગાંધીને ઓપન લેટર લખીને ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે જે પછી હવે કોંગ્રેસે મામ 272 વ્યક્તિઓને ખુલ્લા પાડવાનું કામ કરી રહી છે. પાર્ટી પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે તેમના X હેન્ડલ પર આ 272 વ્યક્તિઓમાંથી ઘણા લોકો વિશે એક થ્રેડ પ્રકાશિત કર્યો છે, જેમાં એક નામ યોગેશ ગુપ્તાનું છે . યોગેશ 1976 બેચના નિવૃત્ત IFS અધિકારી હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર ઘણા સ્ક્રીનશોટ શેર કરવામાં આવી રહ્યા છે જેમાં તેમણે છોકરીઓના ફોટા પર વાંધાજનક કોમેન્ટ કરી હતી.

યોગેશ ગુપ્તા કોણ છે?

યોગેશ ગુપ્તા 1976 બેચના IFS અધિકારી હોવાનું કહેવાય છે, અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમનું નામ ચર્ચાનો વિષય બનતાની સાથે જ તેમણે પોતાનું એકાઉન્ટ બંધ કરી દીધું અને ગાયબ થઈ ગયા. યોગેશ ગુપ્તા છોકરીઓ વિશે અશ્લીલ ટિપ્પણીઓ કરે છે'.

યુઝર્સે શું લખ્યું

છોકરીઓ પર કરેલી યોગેશ ગુપ્તાની કોમેન્ટ સોશિયલ મીડિયામાં છવાઈ છે. પ્રેમ ભારદ્વાજ નામના યુઝરે લખ્યું કે રાહુલ ગાંધીને પત્ર લખનારા ભૂતપૂર્વ IFS યોગેશ ગુપ્તાએ તેમની અશ્લીલ ટિપ્પણીઓ વાયરલ થયા પછી પોતાનું એકાઉન્ટ બંધ કરી દીધું. યોગેશે ગુપ્તાએ દેશોમાં દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. પરંતુ તેમની વાસના ઓછી થઈ નથી અને તે છોકરીઓના ફોટા નીચે ખરાબ કોમેન્ટ કરતાં રહે છે.

વધુ વાંચો : VIDEO : 100ની સ્પીડમાં જતી બોલેરોએ 5 ગુલાંટ મારી, બ્રિજને ટકરાઈને સીધી થઈ, ડ્રાઈવરે હાઈવે પર મૂકીને ભાગ્યો

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે શું લખ્યું?

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે લખ્યું કે, આ યોગેશ ગુપ્તા છે, તેઓ ભારતના હાઇ કમિશનર હતા. આખી ટાઈમલાઈન મોદીની પૂજાથી ભરેલી છે, પરંતુ છોકરીઓ વિશે તેમની ટિપ્પણીઓ વાંચો, આવા કામુક, વિકૃત બદમાશોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પત્ર લખ્યો છે.

જવાબ વાયરલ થતાં એકાઉન્ટ બંધ કરીને ભાગ્યા

યોગેશ ગુપ્તાનો જવાબ વાયરલ થતાં તેમણે એકાઉન્ટ બંધ કરી દીધા હતા. એક યૂઝરે લખ્યું કે શું આવા લોકોને વૃદ્ધાવસ્થામાં પોતે અશ્લીલ ટિપ્પણીઓ કરનાર વ્યક્તિને સલાહ આપવાનો નૈતિક અધિકાર છે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rahul gandhi Yogesh gupta news Yogesh gupta
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ