બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : 100ની સ્પીડમાં જતી બોલેરોએ 5 ગુલાંટ મારી, બ્રિજને ટકરાઈને સીધી થઈ, ડ્રાઈવરે હાઈવે પર મૂકીને ભાગ્યો
Last Updated: 10:09 AM, 23 November 2025
ઉત્તરપ્રદેશમાં ગોરખપુર વારાણસી હાઈવે પર એક વિચિત્ર અકસ્માત જોવા મળ્યો હતો. 100 કિમી/કલાકની ઝડપે દોડતી એક બોલેરો કારે કાબુ ગુમાવ્યો હતો અને તે ટાટા મેજિક સાથે અથડાઈ, ત્યાર બાદ બોલેરો 5 ગુંલાટ મારી હતી અને 100 મીટર સુધી ઢસડાઈ ગઈ. પછી, ફિલ્મી સ્ટાઇલમાં તે ફ્લાયઓવર સાથે અથડાઈ અને સીધી થઈ ગઈ.
ADVERTISEMENT
#Gorakhpur 🚨⚠️ CCTV 6:15am
— Dave (Road Safety: City & Highways) (@motordave2) November 22, 2025
Bolero NEO rearends overloaded Tata Ace…
Bolero Driver Drowsy or Distracted?@DriveSmart_IN @dabir @InfraEye pic.twitter.com/iflanmzQ31
વારાણસી હાઇવે પર મજગવન ફ્લાયઓવર પર એક્સિડન્ટ
ADVERTISEMENT
ડ્રાઇવરે બોલેરોને લગભગ દોઢ કિલોમીટર સુધી ચલાવી. ત્યારબાદ તેણે બોલેરોને હાઇવે પર પાર્ક કરી અને ભાગી ગયો. આ દરમિયાન, ટક્કર બાદ ટાટા મેજિકમાં રહેલો સામાન રસ્તા પર વેરવિખેર થઈ ગયો. આ અકસ્માત શનિવારે સવારે વારાણસી હાઇવે પર મજગવન ફ્લાયઓવર પર થયો હતો.
વધુ વાંચો : પૈસા કરતાં પણ 'વધુ મળશે', જો તમે 5 વર્ષથી મોબાઈલ નંબર ન બદલ્યો હોય તો મળશે આ 5 લાભો!
ADVERTISEMENT
વીડિયો વાયરલ
આ બનાવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે ફૂલ સ્પીડમાં આવતી બોલેરો બ્રિજ સાથે ટકરાઈને જાતે સીધી થઈ હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.