બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / WPL Auction: Kashmiri cricketer Jasia created history, bought by Delhi team for this price

ક્રિકેટ / WPL Auctionમાં શ્રમિકની દીકરીનો દબદબો: હરાજીમાં થઇ લાખોની ધનવર્ષા, કરિયર બનાવવામાં ભારતીય કેપ્ટનનો સિંહફાળો

Megha

Last Updated: 11:00 AM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છેને કે જ્યારે તમે સપનું જુઓ છો અને તેને પૂરું કરવા માટે પ્રામાણિક પ્રયાસ કરો તો તમને ચોક્કસપણે સફળતા મળશે. જમ્મુ અને કાશ્મીરની જસિયા અખ્તરની કહાની પણ એવી જ છે.

  • IPLમાં રમનારી જમ્મુ-કાશ્મીરની પ્રથમ ક્રિકેટર બની જસિયા
  • કઇંક આવી છે જસિયા અખ્તરની કહાની 
  • હરમનપ્રીત કૌર પાસેથી પ્રેરણા મળી 

એક સમયે આર્થિક તંગીના કારણે પાંચ વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહેનાર જમ્મુ-કાશ્મીરના શોપિયાંની જસિયા અખ્તર જે તે મહિલા IPL (WPL)માં રમતી જોવા મળશે. જણાવી દઈએ કે WPLની પ્રથમ સિઝન માટે જસિયાને દિલ્હી કેપિટલ્સે રૂ. 20 લાખની મૂળ કિંમતે ખરીદી લીધી છે અને તે મહિલા IPLમાં રમનારી જમ્મુ-કાશ્મીરની પ્રથમ ક્રિકેટર બની છે. મહિલા IPL મેચો 4 માર્ચથી શરૂ થશે. સોમવારે 448 ખેલાડીઓની હરાજીમાં પાંચ ટીમો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત જાયન્ટ્સ, યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સે ખેલાડીઓ ખરીદ્યા હતા.

કઇંક આવી છે જસિયા અખ્તરની કહાની 
પિતા મજૂરી કરવા મજબૂર છે પણ દીકરી ક્રિકેટના નશામાં છે અને એ માત્ર ક્રિકેટ રમવાનું સપનું જુએ છે. હાલ તે તેનું આ સપનું જીવી રહી છે. કહેવાય છેને કે જ્યારે તમે સપનું જુઓ છો અને તેને પૂરું કરવા માટે પ્રામાણિક પ્રયાસ કરો તો તમને ચોક્કસપણે સફળતા મળશે. જમ્મુ અને કાશ્મીરની જસિયા અખ્તરની કહાની પણ એવી જ છે. પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટી કાશ્મીરના સોફિયા જિલ્લાની રહેવાસી જસિયા બાળપણથી જ રમવામાં અને કૂદવામાં આગળ હતી. પણ તે ક્રિકેટમાં કારકિર્દી બનશે એ ખબર નહતી. 

એથ્લેટિક્સ કોચે ક્રિકેટમાં હાથ અજમાવવા માટે કહ્યું 
જસિયા અખ્તરનું બાળપણ કબડ્ડી રમતાં વીત્યું હતું. જો કે દરમિયાન તેણે અન્ય રમતોમાં પણ હાથ અજમાવ્યો. પણ ક્યારેય ક્રિકેટ નહતી રમી પણ સમય સમયનું કામ કરે અને એમના એથ્લેટિક્સ કોચે તેને ક્રિકેટ વિશે કહ્યું એ બાદથી એમને તેને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું હતું અને ધીમે ધીમે જસિયા ક્રિકેટને માણવા લાગી હતી. પણ પેલું  કહેવાય છે કે જ્યારે તમે કંઈક પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો છો, ત્યારે મુશ્કેલીઓ પણ આવે છે. જસિયા અખ્તરને પણ ક્રિકેટને કરિયર તરીકે પસંદ કરવામાં ઘણી સમસ્યાઓ આવી હતી. 

ક્રિકેટ માટે ઘરનું બલિદાન આપ્યું
જમ્મુ-કાશ્મીરમાં મહિલા ક્રિકેટની ખરાબ સ્થિતિને કારણે જસિયા અખ્તરને પ્રોફેશનલ ક્રિકેટર બનવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, આવી સ્થિતિમાં તેણે ઘર છોડવા જેવો મોટો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં તેઓ અંડર-15 અને અંડર-16 કેટેગરીમાં ક્રિકેટ રમી હતી અને આ દરમિયાન ઘણી વખત તે ટીમનો ભાગ બની હતી અને ઘણી વખત તે ટીમની બહાર પણ રહી હતી.

હરમનપ્રીત કૌર પાસેથી પ્રેરણા મળી 
જસિયા ક્રિકેટમાં આગળ વધવાના ઈરાદાથી જમ્મુ-કાશ્મીરથી પંજાબ આવી અને ત્યાં તેને પંજાબની ટીમમાં જગ્યા બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જો કે શરૂઆતમાં તેને સફળતા ન મળી. પરંતુ ત્યારપછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પાસેથી પ્રેરણા લઈને તેને પોતાનું લક્ષ્ય હાંસલ કરવામાં સફળતા મળી. હરમનને મળેલી પ્રેરણા પછી તેના જીવનમાં નવો વળાંક આવ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ