બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Worshiping Goddess Durga in this Chaitri Navratri will give double fruit, auspicious yoga is happening

ધર્મ / આ વખતની ચૈત્રી નવરાત્રીમાં દુર્ગા માતાની ઉપાસનાથી મળશે ડબલ ફળ, બની રહ્યા છે શુભ યોગ

Megha

Last Updated: 02:52 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું આગવું મહત્વ છે અને આ વર્ષની ચૈત્રી નવરાત્રી એપ્રિલ માસથી શરૂ થશે. આ નવરાત્રીમાં કેટલાક શુભ યોગ પણ બનવા જઈ રહ્યા છે.

આ વર્ષની ચૈત્રી નવરાત્રીની શરૂઆત 9 એપ્રિલ,મંગળવારથી થવા જઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ નવરાત્રીમાં કેટલાક શુભ યોગ પણ બનવા જઈ રહ્યા છે જેથી દૂર્ગાની પૂજા કરવાથી ભક્તોને તેના બમણા ફળ મળશે. માન્યતા અનુસાર ચૈત્રી નવરાત્રીમાં નવે નવ દિવસ દૂર્ગા માતા પૃથ્વી પર વાસ કરે છે. આ નવરાત્રીમાં દુર્ગા માતાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવાનું મહત્વ છે. ચૈત્રી નવરાત્રીના નવે નવ દિવસને શુભ માનવામાં આવે છે.દુર્ગા માતાની પૂજા તમામ અશુભ પ્રભાવોને દૂર કરે છે.

નવરાત્રીએ માંની કૃપા મેળવવા ખરીદી લો આ 9 લકી વસ્તુ, આવશે દુ:ખોનો અંત, વધશે  સુખ-શાંતિ / Autumn Navratri 2023: Buy these 9 lucky items this Navratri,  Maa Durga will come to your

ચૈત્ર નવરાત્રિમાં અનેક શુભ યોગ બનશે. ચૈત્રી નવરાત્રીની શરૂઆત અમૃત સિદ્ધિ યોગથી થશે.આ નવરાત્રીમાં કુલ પાંચ વખત રવિયોગ અને ત્રણ વખત સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે. જ્યોતિષોના મતે આ શુભ યોગોમાં જે ભક્તો દુર્ગા માતાની પૂજા કરશે તેમને પૂજાનું સંપૂર્ણ ફળ મળશે.

આ સિવાય આ ચૈત્ર નવરાત્રિના પાંચમા નોરતે એટલે કે, 13 એપ્રિલના રોજ સૂર્ય રાત્રે મેષ રાશિમાં પ્રવેશ કરશે તો ગુરુ પહેલાથી જ મેષ રાશિમાં હાજર રહેશે. જેથી મેષ રાશિમાં સૂર્ય અને ગુરુનો સંયોગ બનશે, જેને જ્યોતિષમાં ગુરુ આદિત્ય યોગ કહેવામાં આવે છે. આ શુભ માનવામાં આવે છે.

know the auspicious timings of kanya poojan on mahanavmi

જણાવી દઈએ કે, જ્યોતિષ મુજબ આ વર્ષે દુર્ગા માતા ઘોડા પર સવાર થઈને આવશે જેને શુભ માનવામાં આવતું નથી. દુર્ગા માતાનું ઘોડા પર આવવુ એક સંકેત છે કે આ વર્ષે કુદરતી આફત કે બીજી કોઈ આફત આવી શકે છે.

વધુ વાંચો : વર્ષ 2024નું પહેલું ચંદ્ર ગ્રહણ: 100 વર્ષ બાદ હોળીના દિવસે દસ્તક, એક ક્લિકમાં જાણો ગ્રહણની 10 મોટી વાત

દુર્ગા માતાની પૂજા તમામ અશુભ પ્રભાવોને દૂર કરી ઉપાસકો માટે કલ્યાણદાયી સાબિત થાય છે. શુભ ગ્રહોની ઉપસ્થિતિમાં પુજા કરવાથી દુર્ગા માતા ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે. નવરાત્રીમાં દુર્ગા માતાની પૂજાથી નકારાત્મકતા દૂર થઈને ભક્તોને સકારાત્મક ફળ મળે છે તેવી માન્યતા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ