બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:51 AM, 13 October 2025
USA Firing: રવિવારે વહેલી સવારે અમેરિકાના સાઉથ કેરોલિનાના સેન્ટ હેલેના વિસ્તારમાં આવેલા ભીડવાળા વિલીના બાર એન્ડ ગ્રીલમાં ગોળીબારની ઘટના બની હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર સમયે બારમાં સામાન્ય કરતાં વધુ ભીડ હતી. અચાનક અંધાધૂંધ ફાયરિંગ થતાં ત્યાં ભાગદોડ મચી ગઈ હતી અને લોકો નજીકની દુકાનો તથા રહેણાક વિસ્તારોમાં દોડી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલાઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અમે સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ત્યાં હાજર લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો હતો." પોલીસે જાહેર નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ એક દુઃખદ અને મુશ્કેલ ઘટના છે. સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને લોકોથી ધીરજ રાખવાની અપિલ કરવામાં આવી છે. પીડિતો અને તેમના પરિવારજનો માટે અમારી સંપૂર્ણ સંવેદનાઓ છે."
ADVERTISEMENT
🚨 BREAKING: 4 dead, 20 injured after a mass shooting at Willie’s Bar & Grill in South Carolina last night.
— Micah (@micah_erfan) October 12, 2025
Thoughts and prayers are not working. pic.twitter.com/jiB8K6mFIR
વધુ વાંચો: દુનિયા પર આવી રહ્યું છે સૌથી મોટું આર્થિક સંકટ, બચતો ખતમ થઈ જશે, થઈ ચોંકાવનારી ભવિષ્યવાણી
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ઘટના પહેલા પણ એક બીજી ગોળીબારની ઘટના ગઈકાલે મિસિસિપી રાજ્યના લેલેન્ડ શહેરમાં નોંધાઈ હતી. ત્યાં મધ્યરાત્રિના સમયે એક હાઇસ્કૂલ ખાતે થયેલ ગોળીબારમાં પણ 4 લોકોના મોત થયા હતા અને 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોમાંથી 4 લોકોને ગંભીર સ્થિતિમાં હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મિસિસિપીના સેનેટર ડેરિક સિમન્સે જણાવ્યું હતું કે, "કુલ 20 લોકોને ગોળીઓ વાગી હતી અને તપાસ હજુ ચાલુ છે." મિસિસિપી બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને સ્થાનિક પોલીસ દળ મળીને સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.