ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / દુનિયા પર આવી રહ્યું છે સૌથી મોટું આર્થિક સંકટ, બચતો ખતમ થઈ જશે, થઈ ચોંકાવનારી ભવિષ્યવાણી

બિઝનેસ / દુનિયા પર આવી રહ્યું છે સૌથી મોટું આર્થિક સંકટ, બચતો ખતમ થઈ જશે, થઈ ચોંકાવનારી ભવિષ્યવાણી

Published By: Maulik Patel

Last Updated: 11:00 PM, 12 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

‘Rich Dad Poor Dad'ના લેખક રોબર્ટ કિયોસાકીએ 2025માં વિશ્વના સૌથી મોટા આર્થિક સંકટની ચેતવણી આપી, જે બેબી બુમર્સની રિટાયરમેન્ટ બચત નાશ કરશે. તેમણે બેંકમાં પૈસા બચાવવાને બદલે સોનું, ચાંદી, બિટકોઇન અને ઈથરિયમમાં રોકાણની સલાહ આપી.

ADVERTISEMENT

‘Rich Dad Poor Dad’ પુસ્તકના સર્જક રોબર્ટ કિયોસાકીએ ફરી એક વાર વિશ્વભરના રોકાણકારોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે આ વર્ષે વિશ્વના ઇતિહાસનો સૌથી મોટો આર્થિક ક્રેશ આવવાનો છે, જે ખાસ કરીને વૃદ્ધો અને રિટાયર થયેલા લોકોની બચતને સંપૂર્ણપણે નાશ કરી નાખશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પહેલાં ટ્વિટર) પર પોસ્ટ કરતાં કિયોસાકીએ જણાવ્યું કે બેબી બુમર્સની રિટાયરમેન્ટ સંપૂર્ણપણે ખતમ થઈ જશે. ઘણા લોકો બેઘર થઈ જશે અથવા તેમના બાળકોના ઘરે રહેવું પડશે. તેમણે દાવો કર્યો કે તેમની પુસ્તક ‘Rich Dads Prophecy’માં તેઓએ આ મોટા ક્રેશની આગાહી કરી હતી અને હવે આ સંકટ આ જ વર્ષે જોવા મળશે.

કિયોસાકીએ હંમેશા ફિયાટ કરન્સી, એટલે કે છાપેલા પૈસા વિરુદ્ધ રહ્યા છે. તેમનું કહેવું છે કે ‘Savers are Losers’ એટલે કે જે લોકો માત્ર પૈસા બચાવે છે, તેઓ વાસ્તવમાં નુકસાનમાં રહે છે, કારણ કે મોંઘવારી ((Inflation) તેમની બચતનું મૂલ્ય ધીમે ધીમે ઘટાવી દે છે. તેમણે કહ્યું કે લોકોએ હવે બેંક એકાઉન્ટ અથવા રોકડ પૈસા બચાવવાની જગ્યાએ રિયલ એસેટ્સ, એટલે કે અસલી સંપત્તિઓમાં રોકાણ કરવું જોઈએ. આ માટે તેમણે સોનું, ચાંદી, બિટકોઇન અને ઈથરિયમ (Ethereum)ને સૌથી સારા વિકલ્પ તરીકે જણાવ્યા.

investment-new-logo

કિયોસાકીએ ખાસ કરીને ચાંદી (Silver) અને Ethereum (ETH)ને સૌથી સારા રોકાણ તરીકે ગણાવ્યા, કારણ કે તેમના મુજબ આ બંને હાલમાં ઓછા ભાવે છે અને આવનારા સમયમાં તેમની માંગ ઝડપથી વધી શકે છે. તેમણે કહ્યું કે ચાંદી અને ઈથરિયમ માત્ર મૂલ્ય જ નથી ધરાવતા, પરંતુ તેમને ઉદ્યોગોમાં પણ વપરાય છે. તેમણે લોકોને સલાહ આપી કે તેઓ કોઈની વાતોમાં અંધાધુંદ ન આવે, પરંતુ ચાંદી અને ઈથરિયમના ફાયદા-નુકસાનને પોતાની સમજથી સમજે અને પોતાની વિદ્તીય બુદ્ધિમત્તા વધારીને રોકાણ કરે. તેમના કહેવા મુજબ, આ રીતે તમે અમીર બની શકો છો.

આશ્ચર્યની વાત એ છે કે જે એસેટ્સને કિયોસાકી સુરક્ષિત રોકાણ તરીકે જણાવે છે, તેમનું 2025માં શાનદાર પ્રદર્શન થયું છે. ફિનબોલ્ડ રિસર્ચ અનુસાર, સપ્ટેમ્બર 2025 સુધીમાં સોનું, ચાંદી અને બિટકોઇનનું સરેરાશ વળતર લગભગ 40% રહ્યું. આમાંથી ચાંદીની કિંમત 47.5% વધીને 43.89 ડોલર પ્રતિ ઔંસ થઈ, સોનું 43% ચડ્યું અને બિટકોઇનમાં 21% વધારો નોંધાયો. કિયોસાકીનું કહેવું છે કે ક્રેશ આ વર્ષે આવે કે ન આવે, વિશ્વની વર્તમાન આર્થિક સ્થિતિ અને બેંકો પર ઘટતા વિશ્વાસ વચ્ચે સોનું, ચાંદી અને ક્રિપ્ટો જેવી અસલી સંપત્તિઓ જ સાચી સુરક્ષા (ઇન્શ્યોરન્સ) છે.

vtv app promotion

કિયોસાકીની આ ચેતવણીઓ તેમના પુસ્તકો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં વારંવાર જોવા મળે છે. તેઓએ અગાઉ પણ 2025માં ‘સુપર-ક્રેશ’ અને ‘ગ્રેટર ડિપ્રેશન’ની આગાહી કરી હતી, જેમાં દેવું વધારો, બેરોજગારી અને રિટાયરમેન્ટ સિસ્ટમની નિષ્ફળતાને કારણો માન્યા છે. તેમના અનુસાર, ટ્રમ્પના ટેરિફ અને વેપાર યુદ્ધો પણ આર્થિક મંદીને વેગ આપશે, પરંતુ આ ક્રેશને ખરીદીની તક તરીકે જોવું જોઈએ. જો કે, તેમની આગાહીઓનું ટ્રેક રેકોર્ડ મિશ્રિત છે – કેટલીક સાચી થઈ છે, જ્યારે કેટલીક નથી. તેમ છતાં, તેમના ચાહકો તેમને વિદ્તીય બુદ્ધિમત્તાના ગુરુ તરીકે માને છે

આ પણ વાંચો: 330 રન છતાં ભારતની હાર! ઓસ્ટ્રેલિયાએ વન ડે વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો

આર્થિક અસ્થિરતાના આ સમયમાં કિયોસાકીની સલાહ રોકાણકારો માટે માર્ગદર્શક બની રહી છે. તેમણે કહ્યું, “જો તમે હવે કાર્યવાહી કરશો – સોનું, ચાંદી કે બિટકોઇન ખરીદીને – તો તમે આ સંકટમાંથી ખૂબ અમીર બનીને બહાર આવી શકો છો. પરંતુ વિલંબ કરશો તો મોટા ક્રેશ પછી ખૂબ મોડું થઈ જશે.” તેમના મુજબ, ફેડરલ રિઝર્વના ‘ખોટા પૈસા’ છાપવાથી મોંઘવારી વધી રહી છે, જે બચતને નષ્ટ કરે છે. વિશ્વભરમાં રોકાણકારો તેમની આ વાતોને ધ્યાનમાં રાખીને તેમના પોર્ટફોલિયોને પુનર્ગઠન કરી રહ્યા છે. જો કિયોસાકીની આગાહી સાચી થાય, તો ૨૦૨૫ના અંત સુધીમાં આર્થિક વિશ્વમાં મોટા ફેરફારો જોવા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Retirement Savings Robert Kiyosaki Advice Ethereum Investment

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ