ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / 330 રન છતાં ભારતની હાર! ઓસ્ટ્રેલિયાએ વન ડે વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો

સ્પોર્ટ્સ / 330 રન છતાં ભારતની હાર! ઓસ્ટ્રેલિયાએ વન ડે વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો

Published By: Maulik Patel

Last Updated: 11:14 PM, 12 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC મહિલા વનડે વર્લ્ડ કપ 2025ના 13 મા મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ભારતના 330 રનના મોટા લક્ષ્યને 3 વિકેટે પાર પાડીને ઐતિહાસિક જીત મેળવી. કેપ્ટન એલિસા હીલીએ 107 બોલમાં142 રનની અજોડ ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી..

ADVERTISEMENT

ICC મહિલા વનડે વર્લ્ડ કપ 2025ના13મા મુકાબલામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક પ્રદર્શન કર્યું. ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે યોજાયેલા આ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા હીલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે 48.5 ઓવરમાં 10 વિકેટે 330 રન બનાવ્યા, જે ઓસ્ટ્રેલિયા માટે મહિલા ODIમાં સૌથી મોટો ચેઝિંગ લક્ષ્ય બન્યો. હવે ઓસ્ટ્રેલિયાને 33 રનનો પડકાર છે, જે જીતવાથી તેઓ મહિલા ODI ઇતિહાસમાં સૌથી મોટી ચેઝ કરશે.

ભારતીય ઓપનિંગ જોડી પ્રતીકા રાવલ (75) અને સ્મૃતિ મંધના (80 )એ 155 રનની ભાગીદારી કરી, જે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે કોઈપણ ટીમની સર્વોચ્ચ છે. મંધનાએ 5,000 ODI રનનું માઇલસ્ટોન પાર પાડ્યું, જ્યારે હરલીન દેઓલે 1,000 રન પૂર્ણ કર્યા. 30 ઓવર પછી ભારત 192/1 પર હતું, પરંતુ અંતિમ તબક્કામાં કોલાપ્સ થયો અને 9 વિકેટ 138 રનમાં ગુમાવી દીધી. ઓસ્ટ્રેલિયા માટે એનાબેલ સથરલેન્ડે 5 વિકેટ ઝડપીને મેઇડન ODI ફાઇવર લીધું, જ્યારે સોફી મોલિનેક્સ (3), મેગન સ્કટ અને એશ્લી ગાર્ડનર(1-1)એ મદદ કરી.

ઓસ્ટ્રેલિયાએ પણ શાનદાર ઇનિંગની સાથે રન ચેઝ શરૂ કર્યું હતું. ઓસ્ટ્રેલિયનને પ્રથમ ઝટકો 85 રનના સ્કોર પર લાગ્યો જ્યારે ભારતની સ્પિનર બોલર શ્રી ચરણીએ ફિબી લિચફિલ્ડને આઉટ કરી હતી. લિચફિલ્ડે 40 રનની જમાવટ કરી હતી. લિચફિલ્ડના આઉટ થયા બાદ એલિસા હીલીનો સાથ આપવા એલિસ પેરી ક્રીજ પર આવી હતી. હીલી આજે સંપૂર્ણ ફોર્મમાં જોવા મળી હતી. તેમણે ફક્ત 84 બોલમાં પોતાનું શતક પૂરું કર્યું હતું. ખાસ વાત એ છે કે આ શતક ટૂર્નામેન્ટની અત્યાર સુધીની સૌથી ઝડપી શતક હતું, જે તેમણે ધમાકેદાર રીતે ફટકાર્યું હતું.

vtv app promotion

આ પણ વાંચો: શાહરુખ ખાને રાત્રે 3 વાગ્યે રોડ પર અમદાવાદીઓને જલસા કરાવી દીધા, કિંગ ખાનની બૂમાબૂમ પડી

મેચના અંતિમ તબક્કામાં એલીસ પેરી (35*) અને કિમ ગાર્થ (14*)ની અજોડ ભાગીદારી કરીને 49.2 ઓવરમાં 334/7 બનાવ્યા. આ ચેઝ મહિલા ODIમાં સૌથી મોટી સફળ ચેઝ બની. ઓસ્ટ્રેલિયાની શરૂઆત શાનદાર રહી. ઓપનર્સ ફોએબી લિચફિલ્ડ (47) અને હીલીએ પાવરપ્લેમાં 82/0 બનાવીને ભારતને દબાણમાં મુક્યું.

ભારતની પ્લેઇંગ 11: પ્રતીકા રાવલ, સ્મૃતિ મંધના, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમા રોડ્રિગ્ઝ, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ (વિકેટકીપર), અમનજોત કૌર, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ અને શ્રી ચરણી.

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ 11: એલિસા હીલી (વિકેટકીપર/કેપ્ટન), ફોએબી લિચફિલ્ડ, એલિસ પેરી, બેથ મુની, એનાબેલ સથરલેન્ડ, એશ્લી ગાર્ડનર, તાહલિયા મેકગ્રાથ, સોફી મોલિનેક્સ, કિમ ગાર્થ, અલાના કિંગ અને મેગન સ્કટ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Australia Women India Women, ICC Women’s World Cup 2025

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ