બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / જો UNSCનું કાયમી સભ્યપદ મળે તો ભારત કેટલું શક્તિશાળી બનશે?, ચીન-પાકિસ્તાનનું ટેન્શન વધશે!

પોલિટિક્સ / જો UNSCનું કાયમી સભ્યપદ મળે તો ભારત કેટલું શક્તિશાળી બનશે?, ચીન-પાકિસ્તાનનું ટેન્શન વધશે!

Jay Bhatt

Last Updated: 04:48 PM, 24 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત દાયકાઓથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની માંગ કરી રહ્યું છે, ત્યારે જો ભારત કાયમી સભ્ય બની જાય તો તેનાથી શું ફાયદા થશે અને એશિયાઈ રાજકારણમાં કયા ફેરફારો આવશે? ચાલો જાણીએ વિસ્તારથી...

India UNSC Seat: ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના કાયમી સભ્ય બનવાનો મજબૂત દાવો કરે છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ભારત યુએનના સ્થાપક સભ્યોમાંનું એક છે અને તેણે હંમેશા સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનમાં મોટું યોગદાન આપ્યું છે. ભારત પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક નેતા તરીકે ભારતની ઉભરતી છબીને અવગણી શકાય તેમ નથી.

ન્યૂયોર્કમાં 80મું સત્ર શરૂ થયું

કેન્દ્રમાં જ્યારથી મોદી સરકાર આવી છે, ત્યારથી ભારત સતત કાયમી સભ્યપદ મળે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. યુએનએસસીમાં ભારત કાયમી સભ્ય બને તેને લઈ વાતચીત પણ થઈ રહી છે. નોંધનીય છે કે, ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 80મું સત્ર શરૂ થયું છે. આ સત્રમાં ઘણા વિશ્વ નેતાઓએ હાજરી આપી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ દેશોની પણ કાયમી સભ્યપદની માંગ

હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાંચ કાયમી સભ્યો છે: યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ, રશિયા અને ચીન. ભારતની સાથે, બ્રાઝિલ અને જાપાન પણ કાયમી સભ્યપદ મેળવવા માંગી રહ્યા છે. પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે સભ્યપદ મેળવ્યા પછી ભારતને શું ફાયદો થશે? ચાલો જાણીએ.

vtv app promotion

ભારત કેટલું શક્તિશાળી બનશે?

ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મળવાથી વૈશ્વિક પ્રભાવ વધશે. સૌથી મહત્વપૂર્ણ ફાયદો વીટો પાવરનો હશે. આ વીટો પાવર ભારતને તેના રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ કોઈપણ ઠરાવને રોકવામાં સક્ષમ બનાવશે. આનાથી ભારતની આંતરરાષ્ટ્રીય સ્થિતિ નોંધપાત્ર રીતે મજબૂત થશે. વધુમાં, ઉભરતી મહાસત્તા તરીકે ભારતની છબી વધુ મજબૂત થશે. એટલું જ નહીં ભારતને કાયમી સભ્યપદ મળવાથી, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સંબંધિત બાબતોમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. વધુમાં, તે એશિયા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવામાં મદદ કરશે અને પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ સામે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં સક્ષમ બનાવશે.

એશિયન રાજકારણમાં પરિવર્તન

એશિયામાં હાલમાં ફક્ત ચીન જ કાયમી સભ્ય છે. જેના કારણે તેને આ ક્ષેત્રમાં ઘણો ફાયદો થાય છે. યુએન સુરક્ષા પરિષદમાં ભારતની એન્ટ્રીથી ચીનનો પ્રભાવ ઘટશે. આનાથી પાકિસ્તાન અને ચીન જેવા દેશો પર દબાણ આવશે. વધુમાં, તેના વીટો પાવરથી, તે ભારત, ચીન અથવા પાકિસ્તાન દ્વારા રજૂ કરાયેલા કોઈપણ ઠરાવને રોકી શકશે.

વધુ વાંચો : વધુ એક ગુડ ન્યૂઝ ! કર્મચારીઓને દિવાળી પહેલા ગિફ્ટ, બોનસને લઈને આવ્યું મોટું અપડેટ

ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા

ભારતે સતત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્યપદ મેળવવાનો પ્રયાસ કર્યો છે. ગયા વર્ષે, વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદમાં જણાવ્યું હતું કે, 'ભારત કાયમી સભ્ય બનવાના ઉદ્દેશ્યને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે. ભારત દ્રઢપણે માને છે કે તેની પાસે સમકાલીન વૈશ્વિક વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી સુધારેલી અને વિસ્તૃત UNSCના કાયમી સભ્ય બનવા માટેની બધી લાયકાત છે.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

World politics India Permanent Seat in UN UN Security Council
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ